વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 જુલાઈ પાન ૬-૭
  • જુલાઈ ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 જુલાઈ પાન ૬-૭

જુલાઈ ૨૦-૨૬

યર્મિયા ૧૮-૧૯

ગીત ૩૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. પાપ કર્યા પછી પણ આપણે ફરી યહોવા સાથે નજીકનો સંબંધ કેળવી શકીએ છીએ

(૧૦ મિ.)

યહોવાએ યહૂદાના લોકોને અરજ કરી કે તેઓ દુષ્ટ કામો કરવાનું છોડી દે (યર્મિ ૧૮:૧૧; it “બઆલ” નં. ૪ ¶૨૩-mwbr)

યહૂદાના લોકોએ કહ્યું કે “ના, અમે એવું નહિ કરીએ!” પણ યહોવાને ખાતરી હતી કે તેમના લોકો સુધારો કરી શકે છે (યર્મિ ૧૮:૧૨)

આપણે એટલા લાચાર નથી કે પાપ સામે લડી ન શકીએ (યર્મિ ૧૮:૭, ૮; w૨૫.૦૮ ૨૩ ¶૧૧)

એક સ્ત્રી બારીમાંથી જોઈ રહી છે કે બે યહોવાના સાક્ષીઓ તેના પડોશીને સંદેશો જણાવી રહ્યા છે. એ સ્ત્રીના કબાટમાં “નવી દુનિયા ભાષાંતર” બાઇબલની જૂની આવૃત્તિ છે અને એક જૂની ગીતોની ચોપડી છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યર્મિ ૧૮:૬; ૧૯:૧૦, ૧૧—યહોવા આપણા મહાન કુંભાર છે, એનો શું અર્થ થાય? (w૨૫.૦૭ ૧૫ ¶૫; w૧૬.૦૬ ૬-૭ ¶૨-૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યર્મિ ૧૯:૧-૧૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો અને પછી બતાવો કે એ કઈ રીતે ચલાવવામાં આવે છે. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે તમે વ્યક્તિને જે પત્રિકા આપી હતી એના પર વાત આગળ વધારો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૪ મિ.) ટૉક. ijwbq લેખ ૪૪—વિષય: પસંદગી કરવાની છૂટ વિશે બાઇબલ શું કહે છે? (th અભ્યાસ ૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૬૦

૭. યહોવા પાસે પાછા ફરવા શું કરી શકો?

(૧૫ મિ.) ચર્ચા.

જે લોકો યહોવાને છોડીને જતા રહ્યા છે, તેઓમાંથી ઘણા લોકો હજુ પણ યહોવાને પ્રેમ કરે છે. પણ કદાચ તેઓને ખબર ન હોય કે યહોવા પાસે પાછા આવવા શું કરી શકે. અથવા તેઓને લાગતું હોય કે તેઓ ફરી યહોવાની ભક્તિ કરવાને લાયક નથી. જેમ યહોવાએ અગાઉના લોકોને મદદ કરી હતી, તેમ તે આજે પણ લોકોને પોતાની પાસે પાછા આવવા મદદ કરે છે.

જેઓ યહોવાની ભક્તિમાં ઠંડા પડી ગયા છે, તેઓએ એવું ન વિચારવું જોઈએ કે અગાઉ ભક્તિમાં જેટલું કરતા હતા એ બધું જ તરત કરવું પડશે. તેઓને એ બધું એકસાથે કરતા કદાચ સમય લાગી શકે. તેઓ કઈ રીતે ભક્તિનાં કામો ફરીથી ધીરે ધીરે શરૂ કરી શકે?

  • પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગો. (૧પિ ૫:૭) તે વચન આપે છે કે તમને બળ આપશે, જેથી તમે ફરીથી તેમની ભક્તિ કરી શકો.—યશા ૪૦:૨૮, ૨૯

  • બાઇબલમાંથી કંઈક શીખવા રોજ સમય કાઢો. જેમ કે, તમે અમુક કલમો વાંચી શકો અથવા એનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળી શકો. jw.org પર લેખો વાંચી શકો અથવા વીડિયો જોઈ શકો. જેમ ખોરાક લેવાથી આપણું શરીર મજબૂત થાય છે, તેમ યહોવા વિશે શીખવાથી તેમની સાથેનો સંબંધ મજબૂત થાય છે.—ગી ૧:૨, ૩

  • તમે બને એટલું જલદી સભાઓમાં આવવાનું શરૂ કરી શકો. સભાઓ દ્વારા યહોવા આપણને ઉત્તેજન અને હિંમત આપે છે.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫

“હું યહોવા પાસે પાછી ફરી” વીડિયોનું દૃશ્ય. વીડિયોમાં બતાવેલાં બહેન પ્રાર્થનાઘર જાય છે. દરવાજા આગળ ભાઈ-બહેનો પ્રેમથી તેમનો આવકાર કરે છે.

હું યહોવા પાસે પાછી ફરી વીડિયો બતાવો. પછી પૂછો:

  • આ વીડિયોમાંથી શું શીખવા મળ્યું?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) wcg “નિયામક જૂથ તરફથી પત્ર” અને પુસ્તકની જાણકારી

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો