જૂન ૮-૧૪
યર્મિયા ૪-૬
ગીત ૩૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. યહૂદાના બળવાખોર લોકો પાસેથી શીખીએ
(૧૦ મિ.)
યહૂદાના લોકો જિદ્દી અને બળવાખોર હતા (યર્મિ ૪:૪, ૧૪; w૧૩ ૩/૧૫ ૯-૧૦ ¶૮-૯)
યહોવા તેઓનાં કામો વિશે શું વિચારે છે, એની તેઓને કંઈ જ પડી ન હતી (યર્મિ ૫:૩૧; jr ૧૧૪ ¶૨-mwbr)
તેઓએ યહોવાની ચેતવણી કાન ન ધરી, એટલે તેઓને સજા થઈ (યર્મિ ૬:૧૭-૧૯)
પોતાને પૂછો: ‘યહોવાની વાતો પર ધ્યાન આપવાનું ચૂકી ન જઉં, એ માટે હું શું કરી શકું?’
જો તમારી તબિયત વધારે લથડે, તો શું તમે રાહ જોશો? ના! તમને થશે કે કઈ બીમારી છે એ ડૉક્ટર જલદી જણાવે તો સારું, જેથી સારવાર શરૂ થઈ શકે. એવી જ રીતે, જો તમારે યહોવા સાથેનો સંબંધ સુધારવાની જરૂર હોય, તો તરત જ પગલાં ભરો
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યર્મિ ૪:૧૦—યહોવાએ કયા અર્થમાં પોતાના લોકોને છેતર્યા? (w૦૭ ૪/૧ ૯ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યર્મિ ૫:૧-૧૧ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૨ મિ.) જાહેરમાં પ્રચાર. (lmd પાઠ ૨ મુદ્દો ૩)
૫. વાત શરૂ કરો
(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૩)
૬. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિ જણાવે છે કે તેને બાઇબલની વાતો પર ભરોસો નથી. (lmd પાઠ ૩ મુદ્દો ૩)
૭. તમારી માન્યતા વિશે સમજાવો
(૩ મિ.) દૃશ્ય. ijwfq લેખ ૫—વિષય: “યહોવાના સાક્ષીઓ” નામ ક્યાંથી આવ્યું? (th અભ્યાસ ૭)
ગીત ૧૦
૮. ખોટી માહિતીથી છેતરાશો નહિ
(૮ મિ.) ચર્ચા.
પ્રાચીન ઇઝરાયેલમાં જૂઠા પ્રબોધકો લોકોને એવી માહિતીથી છેતરતા હતા, જે સાંભળવામાં સારી તો લાગે પણ હતી સાવ ખોટી. (યશા ૩૦:૧૦; યર્મિ ૫:૩૧) આજે પણ ખોટી માહિતી ફેલાવતા લોકો એવું જ કરે છે. તેઓની મીઠી મીઠી પણ ઝેરીલી વાતોથી પોતાનું રક્ષણ કરવા શું કરી શકો?
ખોટી માહિતીથી બચો વીડિયો બતાવો. પછી પૂછો:
ખોટી માહિતી કેમ જોખમી સાબિત થઈ શકે છે?
લોકો કોઈના વીડિયો કે ફોટોનો કઈ રીતે ખોટો ઉપયોગ કરે છે અને આપણને કેમ એ વિશે ખબર હોવી જોઈએ?
કઈ રીતે પારખી શકીએ કે માહિતી સાચી છે કે ખોટી?—અયૂ ૧૨:૧૧
પોતાને પૂછો: ‘શું હું બસ એવી જ માહિતી પર ભરોસો કરું છું, જે મારા વિચારોને સાચા ઠરાવે? કે પછી મારી પસંદ-નાપસંદ બાજુ પર મૂકીને પહેલા એ જોઉં છું કે માહિતી સાચી છે કે નહિ?’
ઇન્ટરનેટ પર અને સોશિયલ મીડિયા પર આપણને એ જ માહિતી કે ખબર જોવા મળે છે, જે વિશે આપણે સર્ચ કર્યું હોય અથવા આપણા ગમતા વિષયો હોય. એટલે ભરોસાપાત્ર માહિતી શોધવા આપણે કદાચ વધારે સંશોધન કરવું પડે.
૯. મંડળની જરૂરિયાતો
(૭ મિ.)
૧૦. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૯૨-૯૩