જૂન ૧-૭
યર્મિયા ૧-૩
ગીત ૧૫૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
યરૂશાલેમમાં જૂઠી ભક્તિ કરતા લોકોને યર્મિયા યહોવાના ન્યાયનો સંદેશો જણાવી રહ્યા છે
૧. ‘તું ડરતો નહિ, કેમ કે “હું તારી સાથે છું”’
(૧૦ મિ.)
[યિર્મેયાની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
અમુકને પ્રચાર કરવો હોય છે, પણ યર્મિયાની જેમ તેઓને ડર લાગે છે અથવા એવું લાગે છે કે તેઓને બોલતા નહિ આવડે (યર્મિ ૧:૬)
યહોવા આપણને મદદ કરે છે અને હિંમત આપે છે, જેથી તેમની ઇચ્છા પ્રમાણે કરી શકીએ (યર્મિ ૧:૮, ૯; w૧૦ ૧/૧ ૧૪ ¶૭-૮)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યર્મિ ૨:૨૮—બેવફા યહૂદીઓને યહોવાએ જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ? (w૨૩.૦૭ ૧૫ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યર્મિ ૩:૧૪-૨૫ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. હાલમાં બનેલી કોઈ ઘટના વિશે જણાવીને વાતચીત શરૂ કરો. પછી વ્યક્તિને બાઇબલમાંથી એક કલમ બતાવો જેમાં તેને રસ પડે. (lmd પાઠ ૨ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૮ મુદ્દો ૩)
૬. શિષ્યો બનાવો
(૫ મિ.) એવા બાઇબલ વિદ્યાર્થી સાથે ચર્ચા કરો, જે પ્રગતિ નથી કરી રહ્યો. (lmd પાઠ ૧૨ મુદ્દો ૫)
ગીત ૧૫૩
૭. યર્મિયાની જેમ હિંમત બતાવો
(૬ મિ.) ચર્ચા.
યહોવાના દોસ્તો પાસેથી શીખો—યર્મિયા વીડિયો બતાવો. પછી પૂછો:
યર્મિયા કઈ રીતે યહોવાના દોસ્ત બન્યા?—યર્મિ ૧:૬-૮
યહોવા વિશે તમારે કોની સાથે વાત કરવી છે?
તે યહોવાના દોસ્ત બને એ માટે તમે શું કહેશો?
૮. ‘નરમાશથી અને પૂરા આદર સાથે જવાબ આપવા તૈયાર રહો’
(૯ મિ.) ચર્ચા.
લોકોને ખુશખબર વિશે અને યહોવાનાં ધોરણો વિશે જણાવતી વખતે હિંમત બતાવવી જોઈએ. પણ હિંમત બતાવવાનો અર્થ એ નથી કે આપણે કોઈ પણ વ્યક્તિને ગમે તે કહી દઈએ. આપણે યહોવાને ગમે છે એવા ગુણો પણ બતાવવા જોઈએ.
૧ પિતર ૩:૧૫ વાંચો. પછી પૂછો:
આપણી માન્યતાઓ વિશે જણાવતી વખતે બીજા કયા ગુણો બતાવવા જોઈએ?
એ ગુણો બતાવવા કેમ મહત્ત્વનું છે?
“સચ્ચાઈને લીધે શાંતિ ફેલાશે” વીડિયો બતાવો. પછી પૂછો:
સજાતીય સંબંધો વિશે તમારી માન્યતા સમજી-વિચારીને જણાવવા આ વીડિયોમાંથી શું શીખવા મળે છે?
યાદ રાખો: યહોવાનાં ધોરણો જણાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ રાજકીય મદ્દા પર દલીલો ન કરવા લાગીએ.—યોહ ૧૮:૩૬.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૯૦-૯૧