બાઇબલમાં રહેલો ખજાનો | ૧ થેસ્સાલોનિકીઓ ૧-૫
“એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો”
આપણે દરેક બીજાઓને ઉત્તેજન આપી શકીએ છીએ. દાખલા તરીકે, આપણે બધી સભામાં જઈએ છીએ અને ચૂક્યા વગર પ્રચારમાં ભાગ લઈએ છીએ ત્યારે બીજા ભાઈ-બહેનોને ઉત્તેજન આપીએ છીએ. અરે, બીમારી કે બીજા નડતરોને લીધે “ઘણી મુશ્કેલીઓ” પડતી હોય તોપણ એમ કરવાનું ચૂકતા નથી. (૧થે ૨:૨, ફૂટનોટ) કોઈ વાર ભાઈ-બહેનોને ઉત્તેજનના બે બોલની જરૂર પડે. તેઓની હિંમત બંધાવવા શું કરી શકીએ? પહેલેથી વિચારીએ કે તેઓને શું કહીશું. એ માટે થોડું સંશોધન પણ કરી શકીએ.
કોઈ અમુક મુશ્કેલીનો સામનો કરતું હોય તો, તેઓને ઉત્તેજન આપવા તમે ક્યાંથી માહિતી શોધી શકો?
તમે મંડળમાં કોને ઉત્તેજન આપવા માંગો છો?