જુલાઈ ૮-૧૪
૧ થેસ્સાલોનિકીઓ ૧-૫
ગીત ૫૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો”: (૧૦ મિ.)
[પહેલો થેસ્સાલોનિકીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
૧થે ૫:૧૧-૧૩—જેઓ તમારી આગેવાની લે છે તેઓને “અનેકગણો આદર” આપો (w૧૧ ૬/૧ ૩૦ ¶૧૨; ૩૨ ¶૧૯)
૧થે ૫:૧૪—નિરાશ થઈ ગયેલાઓને દિલાસો આપો અને નબળા લોકોને સાથ આપો (w૧૭.૧૦ ૧૦ ¶૧૩; w૧૫ ૨/૧૫ ૯ ¶૧૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૧થે ૪:૩-૬—વ્યભિચાર કરનાર કઈ રીતે “પોતાના ભાઈને નુકસાન પહોંચાડે” છે? (it-૧-E ૮૬૩-૮૬૪)
૧થે ૪:૧૫-૧૭—કોને ‘વાદળોમાં લઈ લેવામાં આવશે, જેથી તેઓ આકાશમાં પ્રભુને મળે’ અને એ કઈ રીતે થશે? (w૧૫ ૭/૧૫ ૧૭ ¶૧૪-૧૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧થે ૩:૧-૧૩ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વાત ન કરવા ઘરમાલિક બહાના કાઢે છે, જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૩)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વાત ન કરવા ઘરમાલિક બહાના કાઢે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઉત્તેજન આપતા પાયોનિયરો: (૯ મિ.) આ વીડિયો બતાવો: પાયોનિયરો આપે બીજાઓને મદદ. પછી આ સવાલોના જવાબ આપો: પાયોનિયરો કઈ રીતે મંડળમાં બીજાઓને ઉત્તેજન આપી શકે? તમને મંડળના પાયોનિયરો પાસેથી કેવું ઉત્તેજન મળ્યું છે?
આપણને ઉત્તેજન આપતા સારા દાખલાઓ: (૬ મિ.) આ વીડિયો બતાવો: આપણે “ધીરજથી દોડીએ”—સારા દાખલાને પગલે ચાલીને. પછી આ સવાલોના જવાબ આપો: એક બહેનને કેવી મુશ્કેલી હતી? ઉત્તેજન મેળવવા તેમણે શું કર્યું?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૦ અને પ્રાર્થના