બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૨૪-૨૮
યહોવા પોતાના લોકોની સંભાળ રાખે છે
ઉદાર યજમાનની જેમ, યહોવા આપણને ભક્તિને લગતું ભરપૂર માર્ગદર્શન પૂરું પાડે છે.
‘સૈન્યોનો ઈશ્વર યહોવા સર્વ લોકોને મિજબાની આપશે’
બાઇબલ સમયમાં જ્યારે લોકો ભેગા મળીને ખાતા, ત્યારે એ બતાવતું કે તેઓ વચ્ચે શાંતિ અને મિત્રતા છે
‘મેદથી ભરેલું મિષ્ટાન્ન, અને નિતારેલો જૂનો દ્રાક્ષારસ’
મેદથી ભરેલું મિષ્ટાન્ન અને નિતારેલો જૂનો દ્રાક્ષારસ યહોવા તરફથી આપણને મળતા ઉત્તમ માર્ગદર્શનને રજૂ કરે છે