શું તમારાં બાળકો તૈયાર છે?
૧. સ્કૂલમાં જતાં બાળકોએ શા માટે તૈયાર રહેવાની જરૂર છે?
૧ તમારાં બાળકો સ્કૂલમાં ઘણી મુશ્કેલીઓ અને દબાણોનો સામનો કરે છે. જોકે, તેઓ પાસે ‘સત્ય વિશે સાક્ષી’ આપવાની ઘણી તકો રહેલી છે. (યોહા. ૧૮:૩૭) એ માટે શું તેઓ તૈયાર છે?
૨. તૈયાર રહેવા બાળકોએ શું જાણવાની જરૂર છે?
૨ શું તમારાં બાળકો જાણે છે કે, ધાર્મિક તહેવારો અને દેશભક્તિની બાબતો કઈ છે? તેમ જ, કેમ એમાં ભાગ ન લેવો જોઈએ? ઉચ્ચ શિક્ષણ લેવા, ડેટિંગ કરવા, દારૂ કે નશીલા પદાર્થો લેવા માટે દબાણ આવે ત્યારે, શું તેઓ એનો સામનો કરવા તૈયાર છે? આ બાબતો વિશે શું તેઓ ફક્ત એવું જણાવે છે કે મારો ધર્મ એમ કરવાની ના પાડે છે? કે પછી, તેઓ પોતાની માન્યતા બીજાઓને સમજાવી શકે છે?—૧ પીત. ૩:૧૫.
૩. બાળકોને તૈયાર કરવાં માબાપ કઈ રીતે કુટુંબ તરીકે ભક્તિની સાંજનો ફાયદો ઉઠાવી શકે?
૩ કુટુંબ તરીકે ભક્તિની સાંજનો ફાયદો ઉઠાવો: જેમ જેમ મુશ્કેલીઓ આવે છે તેમ તેમ ચોક્કસ તમે એના વિશે ચર્ચા કરતા હશો. જો તમે બાળક સાથે સ્કૂલમાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરશો, તો તેની હિંમત વધશે. કદાચ અમુક અઠવાડિયા સુધી કુટુંબ તરીકે ભક્તિની સાંજે તમે એ વિશે વાત કરી શકો. તમારા બાળકને પૂછો કે, સ્કૂલમાં પાછા જતી વખતે કઈ ચિંતા તેને સૌથી વધારે સતાવે છે? પાછલાં વર્ષોમાં જે મુશ્કેલીઓ આવી હતી એના વિશે તમે ચર્ચા કરી હશે. પણ હવે તેઓની ઉંમર અને સમજણ વધી હોવાથી કદાચ ફરીથી એ વિશે વાત કરી શકો. (ગીત. ૧૧૯:૯૫) તમે શિક્ષક, સ્કૂલના કાઉન્સેલર કે સાથી વિદ્યાર્થી બનીને તેની સાથે પ્રૅક્ટિસ કરી શકો. તમારાં બાળકોને શીખવો કે, બાઇબલ અને આપણાં સાહિત્યમાંથી કઈ રીતે જવાબ આપવો.
૪. સમજુ માબાપ શું કરશે?
૪ આજે આપણે દુષ્ટ દુનિયાના ‘સંકટના વખતમાં’ જીવી રહ્યા હોવાથી આપણા યુવાનો પર આવતી મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. (૨ તીમો. ૩:૧) સમજુ માબાપ પહેલેથી વિચારશે કે, બાળકો પર કેવી મુશ્કેલીઓ આવશે જેથી તેઓને મદદ આપી શકે. (નીતિ. ૨૨:૩) તેથી, તમારાં બાળકોને તૈયાર કરવાં બનતું બધું જ કરો.