સવાલ-જવાબ
◼ બાઇબલ અભ્યાસ ક્યારે બંધ કરવો જોઈએ?
તમારા બાઇબલ વિદ્યાર્થીની સત્યમાં પ્રગતિ અટકી જાય તો, તમે સમજી-વિચારીને તેનો અભ્યાસ બંધ કરી શકો. (માથ. ૧૦:૧૧) એ નક્કી કરવા તમને આ સવાલો મદદ કરશે: અભ્યાસ માટે નક્કી કરેલા સમયે શું તે હાજર રહે છે? શું તે અગાઉથી તૈયારી કરે છે? શું તે મંડળની અમુક સભામાં આવ્યો છે? પોતે જે શીખે છે, શું એ બીજાને જણાવે છે? બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે શું તે પોતાના જીવનમાં ફેરફાર કરે છે? પણ, આપણે તેની ઉંમર અને આવડત ધ્યાનમાં રાખવી જોઈએ. એ પણ યાદ રાખીએ કે, દરેક વ્યક્તિની પ્રગતિ કરવાની ક્ષમતા જુદી-જુદી હોય છે. તમે અભ્યાસ બંધ કરો તોપણ તેને યાદ અપાવો કે જો તે અભ્યાસ કરવા ફરી તૈયાર થશે, તો તમે તેની સાથે અભ્યાસ કરશો.—૧ તીમો. ૨:૪.