દેવશાહી સેવા શાળા સમીક્ષા
ડિસેમ્બર ૨૮, ૨૦૧૫થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.
પહેલો કાળવૃત્તાંત ૨૦:૩ વાંચીને ઘણા લોકો વિચારે છે કે, દાઊદ બંદીવાનો સાથે ક્રૂરતાથી વર્તતા હતા. શું એ સાચું છે? [નવે. ૨, w૦૫ ૨/૧૫ પાન ૨૭]
ઉદાર બનવા દાઊદને શામાંથી મદદ મળી? એ ગુણ કેળવવા આપણને ક્યાંથી મદદ મળશે? (૧ કાળ. ૨૨:૫) [નવે. ૯, w૦૫ ૧૦/૧ પાન ૧૧ ફકરો ૭]
“તારા પિતાના ઈશ્વરને ઓળખ” એ શબ્દો દાઊદે જ્યારે સુલેમાનને કહ્યા, ત્યારે તેમનો કહેવાનો અર્થ શું હતો? (૧ કાળ. ૨૮:૯) [નવે. ૧૬, w૦૫ ૨/૧૫ પાન ૧૯ ફકરો ૯]
બીજો કાળવૃત્તાંત ૧:૧૦માં જણાવેલી સુલેમાનની વિનંતી તેમના વિશે શું બતાવે છે? આપણી પ્રાર્થનાઓ પર વિચાર કરવાથી આપણે શું શીખી શકીશું? (૨ કાળ. ૧: ૧૧, ૧૨) [નવે. ૨૩, w૦૫ ૧૨/૧ પાન ૧૯ ફકરો ૬]
બીજો કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦માં યહોવાના કયા અદ્ભુત ગુણ વિશે જણાવવામાં આવ્યું છે? આપણે શા માટે તેમની આગળ પ્રાર્થનામાં દિલ ઠાલવવું જોઈએ? (ગીત. ૫૫:૨૨) [નવે. ૩૦, w૧૧ ૧/૧ પાન ૧૦ ફકરો ૭]
‘લૂણનો (નિમકનો) કરાર’ શું હતો? (૨ કાળ. ૧૩:૫) [ડિસે. ૭, w૦૫ ૧૨/૧ પાન ૨૦ ફકરો ૧]
રાજા યહોશાફાટે પાપ કર્યું તેમ છતાં યહોવા તેમની સાથે જે રીતે વર્ત્યા, એમાંથી કઈ રીતે તેમના પ્રેમની ખાતરી મળે છે? અને એ બીજાઓ માટેના આપણા વિચારોને કઈ રીતે અસર કરે છે? (૨ કાળ. ૧૯:૩) [ડિસે. ૧૪, w૦૩ ૭/૧ પાન ૧૭ ફકરો ૧૩]
આજે આપણે શા માટે અને કઈ રીતે ‘સ્થિર થઈને ઊભા રહેવું’ જોઈએ? (૨ કાળ. ૨૦:૧૭) [ડિસે. ૨૧, w૦૫ ૧૨/૧ પાન ૨૧ ફકરો ૧; w૦૩ ૬/૧ પાન ૨૧-૨૨ ફકરા ૧૫-૧૬]
યહોવા કઈ રીતે માંગતા હતા કે, પોતાના લોકો શત્રુના પડકારનો સામનો કરતી વેળાએ આળસુ નહિ, પરંતુ સક્રિય બને? [ડિસે. ૨૧, w૯૮ ૫/૧ પાન ૨૦-૨૧ ફકરા ૪-૫]
પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવાનો શું અર્થ થાય? (૨ કાળ. ૨૫:૧, ૨, ૨૭) [ડિસે. ૨૮, w૧૨ ૪/૧ પાન ૨૨ ફકરો ૧૩]