વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૫ પાન ૧
  • પ્રબોધકોનો દાખલો લો—હબાક્કૂક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રબોધકોનો દાખલો લો—હબાક્કૂક
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • યહોવા પર ભરોસો રાખો અને જીવન મેળવો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • આપણા તારણના દેવમાં આનંદ કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • દુષ્ટો માટે હજુ કેટલો સમય?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • યહોવાહ વિલંબ કરશે નહિ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
વધુ જુઓ
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૫ પાન ૧

પ્રબોધકોનો દાખલો લો—હબાક્કૂક

૧. આપણને શા માટે હબાક્કૂક જેવું લાગી શકે?

૧ આજે દુનિયામાં દુષ્ટતા વધતી જઈ રહી છે. એનો સામનો કરતા હોવાથી આપણને હબાક્કૂક જેવું લાગી શકે. તેમણે યહોવાને પૂછ્યું: ‘શા માટે તમે અન્યાય મારી નજરે પાડો છો, ને જુલમ બતાવો છો?’ (હબા. ૧:૩; ૨ તીમો. ૩:૧, ૧૩) હબાક્કૂકના સંદેશા અને તેમણે બેસાડેલા દાખલા પર મનન કરવાથી, યહોવાનો ન્યાયનો દિવસ આવે ત્યાં સુધી ટકી રહેવા આપણને મદદ મળશે.—૨ પીત. ૩:૭.

૨. આપણે કઈ રીતે વિશ્વાસથી જીવી શકીએ?

૨ વિશ્વાસથી જીવીએ: ખરાબ સંજોગોમાં હબાક્કૂકે દુઃખમાં ડૂબી જવાને બદલે યહોવાની ભક્તિ પર પૂરું ધ્યાન આપ્યું અને એમાં ઉત્સાહી રહ્યા. (હબા. ૨:૧) યહોવાએ હબાક્કૂકને ખાતરી આપી કે પોતાનું વચન નક્કી કરેલા સમયે ચોક્કસ પૂરું થશે અને “ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે.” (હબા. ૨:૨-૪) અંતના સમયમાં જીવી રહેલા યહોવાના ભક્તો માટે એનો શું અર્થ થાય? અંત ક્યારે આવશે એ જાણવા કરતાં એ ચોક્કસ આવશે એવી ખાતરી હોવી ખૂબ જરૂરી છે. વિશ્વાસ આપણને ભક્તિમાં સાવધ રહેવા અને સેવાકાર્યને જીવનમાં પ્રથમ રાખવા મદદ કરે છે.—હિબ્રૂ ૧૦:૩૮, ૩૯.

૩. યહોવાની સેવામાં આનંદ જાળવી રાખવો શા માટે જરૂરી છે?

૩ યહોવામાં આનંદ કરીએ: માગોગનો ગોગ યહોવાના લોકો પર હુમલો કરશે ત્યારે, આપણા વિશ્વાસની કસોટી થશે. (હઝકી. ૩૮:૨, ૧૦-૧૨) યુદ્ધો હંમેશાં દુઃખ-તકલીફો લાવે છે. અરે, એમાં જે જીતે છે એને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એના લીધે તમને કદાચ ખોરાકની અછત પડે, માલ-મિલકત ગુમાવવી પડે અથવા એશઆરામી જીવન છોડવું પડે. એવી મુશ્કેલીઓમાં તમે શું કરશો? હબાક્કૂકે કપરા સંજોગોની અપેક્ષા રાખી હતી. એના લીધે, તે યહોવાની સેવામાં પોતાનો આનંદ જાળવી રાખી શક્યા. (હબા. ૩:૧૬-૧૯) “યહોવાનો આનંદ” આપણને સતાવણીઓ સહેવા પણ મદદ કરશે.—નહે. ૮:૧૦; હિબ્રૂ ૧૨:૨.

૪. હમણાં અને ભાવિમાં આપણા માટે કેવી તકો રહેલી છે?

૪ ન્યાયના દિવસે યહોવા જેઓને બચાવશે, તેઓને યહોવાના મહાન હેતુઓ વિશે શીખવવામાં આવશે. (હબા. ૨:૧૪) સજીવન થયેલા લોકો પણ યહોવા વિશે શીખશે. ચાલો, દરેક તકનો ઉપયોગ કરીને લોકોને યહોવા અને તેમનાં અદ્‍ભૂત કાર્યો વિશે જણાવતા રહીએ.—ગીત. ૩૪:૧; ૭૧:૧૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો