ડિસેમ્બર ૭નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલનો સંદેશો: પાઠ ૭ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૧૦-૧૪ (૮ મિ.)
નં. ૧: ૨ કાળવૃત્તાંત ૧૩:૧૩-૨૨ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: એપાફ્રોદિતસ—વિષય: વિશ્વાસુ ભાઈઓને માન આપીએ—ફિલિ. ૨:૨૫-૩૦; ૪:૧૮ (૫ મિ.)
નં. ૩: થોડા જ મનુષ્યો ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરશે—td ૧૨ખ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.’—પ્રે.કૃ. ૧૪:૨૨.
ગીત ૮ (51)
૧૦ મિ: “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવાનું છે.” મહિનાના ધ્યેયના આધારે ટૉક. પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૧, ૨૨ અને ૧ પીતર ૪:૧૨-૧૪ વાંચીને સમજાવો. (સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૧૩, ફકરા ૩-૬ જુઓ.) આખા મહિનાની સેવા સભાના અમુક ભાગ જણાવો. એ મહિનાના ધ્યેય સાથે કઈ રીતે સંકળાયેલા છે એ પણ જણાવો.
૧૦ મિ: તમે કઈ રીતે જવાબ આપશો? (કોલો. ૪:૬) મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૬૯, ફકરા ૧-૩ને આધારે ટૉક. બે દૃશ્ય બતાવો. પહેલા દૃશ્યમાં બતાવો કે, ઘરમાલિક ગુસ્સામાં કંઈક જણાવે ત્યારે, પ્રકાશક પણ ગુસ્સામાં સામો જવાબ આપે છે. પરિણામે, ઘરમાલિક પર ખોટી છાપ પડે છે. એ જ સેટિંગનો ઉપયોગ કરીને બીજા દૃશ્યમાં બતાવો કે ઘરમાલિક ગુસ્સે તો થાય છે, પણ આ વખતે પ્રકાશક મનમાં થોડો વિચાર કરે છે અને શાંતિથી જવાબ આપે છે. એનાથી ઘરમાલિક પર સારી છાપ પડે છે.
૧૦ મિ: “પ્રબોધકોનો દાખલો લો—હબાક્કૂક.” સવાલ-જવાબ.
ગીત ૨૩ (187) અને પ્રાર્થના