દેવશાહી સેવા શાળા સમીક્ષા
ઑગસ્ટ ૩૧, ૨૦૧૫થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
સુલેમાને કરેલી પ્રાર્થના પરથી યહોવાના કયા ગુણો વિશે શીખવા મળે છે? એ ગુણો પર મનન કરવાથી આપણને શું ફાયદો થાય છે? (૧ રાજા. ૮:૨૨-૨૪, ૨૮) [જુલા. ૬, w૦૫ ૭/૧ પાન ૩૦ ફકરો ૪]
દાઊદ “શુદ્ધ હૃદયથી ને પ્રામાણિકપણે” યહોવાના માર્ગમાં ચાલ્યા. તેમને અનુસરવા આપણને કઈ રીતે ઉત્તેજન મળે છે? (૧ રાજા. ૯:૪) [જુલા. ૧૩, w૧૨ ૧૧/૧ પાન ૧૨ ફકરા ૧૮-૧૯]
સારફાથની વિધવાને મદદ કરવા યહોવાએ એલીયાને મોકલ્યા હતા. એ અહેવાલમાંથી શું શીખવા મળે છે? (૧ રાજા. ૧૭:૮-૧૪) [જુલા. ૨૭, w૧૪ ૨/૧૫ પાન ૧૪]
પહેલો રાજાઓ ૧૭:૧૦-૧૬ના અહેવાલ પર મનન કરવાથી, યહોવા પર પૂરો ભરોસો રાખવાનો આપણો નિર્ણય કઈ રીતે વધુ મજબૂત બને છે? [જુલા. ૨૭, w૧૪ ૨/૧૫ પાન ૧૩-૧૫]
નિરાશાનો સામનો કરવા એલીયાના દાખલામાંથી આપણને શું મદદ મળે છે? (૧ રાજા. ૧૯:૪) [ઑગ. ૩, w૧૪ ૩/૧૫ પાન ૧૫-૧૬ ફકરા ૧૬-૧૮]
નિરાશામાં ડૂબેલા વફાદાર ઈશ્વરભક્ત એલીયાને જોઈને યહોવા કેવું લાગ્યું? આપણે કઈ રીતે પ્રેમાળ ઈશ્વરનું અનુકરણ કરવું જોઈએ? (૧ રાજા. ૧૯:૭, ૮) [ઑગ. ૩, w૧૪ ૬/૧૫ પાન ૨૭ ફકરા ૧૫-૧૬]
યહોવાએ આહાબને અરામીઓ પર જીત અપાવી. તોપણ, આહાબે તેઓના રાજા બેન-હદાદને કેમ જીવતો જવા દીધો? (૧ રાજા. ૨૦:૩૪) [ઑગ. ૩, w૦૫ ૭/૧ પાન ૩૧ ફકરો ૨]
એલીયા વિશે એલીશાએ જે અરજ કરી એમાંથી આપણને શું શીખવાનું મળે છે? રાજ્યના કામમાં આપણને નવી જવાબદારી મળે ત્યારે, એ અહેવાલમાંથી કઈ રીતે મદદ મળી શકે? (૨ રાજા. ૨:૯, ૧૦) [ઑગ. ૧૭, w૦૩ ૧૧/૧ પાન ૩૧ ફકરા ૫-૬]
બીજો રાજાઓ ૫:૧-૩ના અહેવાલમાં જણાવેલી નાની છોકરીએ વિશ્વાસ અને હિંમત બતાવ્યાં. આજના યુવાનો તેને કઈ રીતે અનુસરી શકે? [ઑગ. ૨૪, w૧૨ ૨/૧ પાન ૨૦ ફકરો ૧૧]
ઈશ્વરભક્ત યેહૂના કયા ગુણો આપણે બધાએ અંતના સમયમાં અનુસરવા જોઈએ? (૨ રાજા. ૯:૨૦; ૧૦:૧૫) [ઑગ. ૩૧, w૦૫ ૮/૧ પાન ૧૧ ફકરો ૭]