ઑગસ્ટ ૨૪નું અઠવાડિયું
ગીત ૨૭ (212) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
યહોવાની ઇચ્છા: પાઠ ૩-૪ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૫-૮ (૮ મિ.)
નં. ૧: ૨ રાજાઓ ૬:૨૦-૩૧ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: હિબ્રૂ શાસ્ત્રવચનોના અલગ અલગ પુસ્તકમાં કઈ માહિતી સમાયેલી છે?—igw પાન ૩૦ (૫ મિ.)
નં. ૩: દોએગ—વિષય: બૂરાઈ ચાહનારા લોકોથી સાવધ રહો—૧ શમૂ. ૨૨:૬-૨૦ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: “હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”—યહો. ૨૪:૧૫.
ગીત ૨૯ (222)
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: કુટુંબ તરીકેની ભક્તિમાં તમે હજી કઈ રીતે વધુ સારું કરી શકો? જાન્યુઆરી ૨૦૧૧, આપણી રાજ્ય સેવા પાન ૬ની માહિતીને આધારે ચર્ચા. આ બાબત પર ભાર મૂકો કે, દરેક પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ વિષય અને રીત પસંદ કરી શકે. એનાથી યહોવા અને તેમના વચનોમાં કુટુંબની શ્રદ્ધા મજબૂત થવી જોઈએ.
ગીત ૨૨ (185) અને પ્રાર્થના