સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—નવા પ્રકાશકોને તાલીમ આપીએ
કેમ મહત્ત્વનું: નવા પ્રકાશકે ઈસુની “સર્વ” આજ્ઞાઓ પાળવી જોઈએ. એમાં બીજા લોકોને સત્ય શીખવવાનો પણ સમાવેશ થાય છે. (માથ. ૨૮:૧૯, ૨૦) ઘણા નવા લોકો દેવશાહી સેવા શાળામાં ભાગ લેવા લાયક બન્યા છે. ઉપરાંત, તેઓએ તક મળી ત્યારે પોતાના કુટુંબીજનો અને દોસ્તોને સાક્ષી આપી છે. જોકે, સત્ય વિશે વધારે જાણવાથી એના માટેની તેઓની કદર વધી છે. વધુમાં, તેઓએ જાણ્યું કે દરેક લોકો ખુશખબર જાણે એવી ઈશ્વરની ઇચ્છા છે. એ કારણોને લીધે તેઓ પણ સેવાકાર્યમાં જોડાવાની ઇચ્છા બતાવે છે. (રોમ. ૧૦:૧૩, ૧૪) બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બન્યા પછી સેવાકાર્યમાં સારું કરવા તેઓને તાલીમની જરૂર પડશે. એ રીતે મદદ કરવાથી તેઓને ભક્તિમાં પ્રગતિ કરવા હિંમત મળશે.—લુક ૬:૪૦.
આ મહિને આમ કરો:
પ્રકાશક બનેલા તમારા વિદ્યાર્થી સાથે ઘર-ઘરના સેવાકાર્યમાં કામ કરો. તેને તમારી ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસમાં લઈ જાઓ. તમે ઓછી અનુભવી વ્યક્તિઓ સાથે પણ આ રીતે કામ કરી શકો.