જાહેરાતો
◼ મે અને જૂન માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: યહોવાહના સાક્ષીઓ શું માને છે?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? અને સાચો માર્ગ કયો છે? જુલાઈ અને ઑગસ્ટ: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા ૩૨ પાનાની કોઈ પુસ્તિકા.
◼ મંડળ સેવા સમિતિએ ખાતરી કરવી જોઈએ કે, શાખા કચેરીને આપેલું મંડળનું પત્રવ્યવહાર સરનામું અને મોબાઇલ કે ટેલિફોન નંબર અપ-ટુ-ડેટ હોય. જો એ સરનામામાં કોઈ ફેરફાર હોય, તો વડીલોના જૂથે/સેક્રેટરીએ ચેન્જ ઑફ એડ્રેસ (S-૨૯) ફૉર્મ ભરીને શાખા કચેરીને મોકલવું જોઈએ. લિટરેચર મેઈલીંગ એડ્રેસમાં કોઈ ફેરફાર હોય તો, શીપીંગ ઈનફોર્મેશન (S-૩૬) ફૉર્મ ભરીને મોકલવું જોઈએ. યાદ રાખો કે, આ બંને સરનામાંનો રેકોર્ડ અલગ રાખવામાં આવે છે. તેથી, કોઈ સરનામામાં ફેરફાર થાય તો, યોગ્ય ફૉર્મ ભરીને તરત જ શાખા કચેરીને જણાવવું જોઈએ.