શા માટે ‘સારાં કામ કરવાં ઉત્સાહી’ બનવું જોઈએ?
શું તમે સારાં કામ કરવાં ઉત્સાહી છો? રાજ્ય પ્રચારકો તરીકે ઉત્સાહી બનવા આપણી પાસે ઘણાં કારણો છે. શા માટે? ચાલો, તીતસ ૨:૧૧-૧૪ શું કહે છે એ જોઈએ.
કલમ ૧૧: ‘ઈશ્વરની કૃપા’ શું છે અને એમાંથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ? —રોમ. ૩:૨૩, ૨૪.
કલમ ૧૨: ઈશ્વરની કૃપાથી આપણને કઈ રીતે તાલીમ મળી છે?
કલમ ૧૩ અને ૧૪: હવે આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે તો, આપણી પાસે કઈ આશા છે? કયા મોટા હેતુ માટે આપણને દુનિયાના દુષ્ટ વલણથી શુદ્ધ કરવામાં આવ્યા છે?
આ કલમો તમને કઈ રીતે સારાં કામ કરવાં ઉત્સાહી બનાવે છે?