વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ઑગસ્ટ પાન ૫
  • યુવાનો—“સારાં કામ માટે ઉત્સાહી” બનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાનો—“સારાં કામ માટે ઉત્સાહી” બનો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • પાયોનિયર સેવા કરીને યહોવાની સ્તુતિ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • પાયોનિયર બનો, ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • પાયોનિયર કોને કહેવાય?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ઑગસ્ટ પાન ૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યુવાનો—“સારાં કામ માટે ઉત્સાહી” બનો

પ્રેરિત પાઊલે તિતસને પત્રમાં લખ્યું કે, ‘દરેક બાબતમાં સારું કામ કરવાનો દાખલો બેસાડ.’ એ સલાહ બધા યુવાન ભાઈઓ માટે પણ હતી. (તિ ૨:૬, ૭) પછી એ જ પત્રમાં તેમણે જણાવ્યું કે ઈસુએ યહોવાના લોકોને શુદ્ધ કર્યા છે, જેથી તેઓ ‘સારાં કામ માટે ઉત્સાહી બની શકે.’ (તિ ૨:૧૪) સારાં કામો કરવાની એક રીત છે, ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવો અને એ વિશે શીખવવું. જો તમે યુવાન હોવ તો, સહાયક કે નિયમિત પાયોનિયરીંગ કરવામાં તમારી શક્તિ વાપરી શકો?—નીતિ ૨૦:૨૯.

તમારે પાયોનિયર બનવું હોય તો, એવો પ્લાન બનાવવાની જરૂર છે, જેને તમે પહોંચી વળો. (લુક ૧૪:૨૮-૩૦) દાખલા તરીકે, નિયમિત પાયોનિયર બનો ત્યારે, પોતાનું ભરણ-પોષણ કઈ રીતે કરશો? દર મહિને પ્રચારના કલાકો કેવી રીતે પૂરા કરશો? પ્રાર્થનામાં યહોવાની મદદ માંગો. (ગી ૩૭:૫) તમારાં માબાપ અને લાંબા સમયથી પાયોનિયરીંગ કરતા ભાઈ-બહેનો સાથે તમારા પ્લાન વિશે વાત કરો અને તેઓની સલાહ લો. પછી, એ ધ્યેય પૂરો કરવા પગલાં ભરો. યહોવા ચોક્કસ તમારી મહેનત પર આશીર્વાદ આપશે!

યહોવાને મહિમા આપતા યુવાનો વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:

  • અમુકને પાયોનિયર બનતા શું રોકતું હતું? તેઓએ કઈ રીતે એ પડકારો પર જીત મેળવી?

  • માબાપો કઈ રીતે પોતાનાં બાળકોને નિયમિત પાયોનિયર બનવા મદદ કરી શકે?

  • પ્રચાર માટે શેડ્યુલ બનાવવું કેમ મહત્ત્વનું છે?

  • મંડળ કઈ રીતે પાયોનિયરોને ઉત્તેજન અને મદદ આપી શકે?

  • પાયોનિયરીંગ કરતા ભાઈ-બહેનોને કેવા આશીર્વાદો મળે છે?

એક યુવાન બહેન પોતાના પપ્પા સાથે પાયોનિયરીંગ વિશે વાત કરે છે; એક યુવાન પાયોનિયર ભાઈ પોતાના માટે શેડ્યુલ બનાવે છે; એક યુવાન બહેન બીજા બહેન સાથે પ્રચાર કરે છે; એક યુવાન પાયોનિયર બહેન બાઇબલ અભ્યાસ ચલાવે છે

પાયોનિયર બનવા હું કેવી તૈયારી કરીશ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો