ફેબ્રુઆરી ૯નું અઠવાડિયું
ગીત ૧૭ (127) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૮, ફકરા ૨૩-૨૭, પાન ૯૭ અને ૧૦૨ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૧૧-૧૪ (૮ મિ.)
નં. ૧: ન્યાયાધીશો ૧૩:૧૫-૨૫ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: આન્નાસ—વિષય: સત્યનો વિરોધ કરવો વ્યર્થ છે—માથ. ૨૬:૩; લુક ૩:૨; યોહા. ૧૮:૧૩; પ્રે.કૃ. ૪:૬ (૫ મિ.)
નં. ૩: શું બાઇબલ વૈજ્ઞાનિક રીતે ખરું છે?—igw પાન ૭ ફકરા ૧-૩ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘સારાં કામ કરવાં ઉત્સાહી’ બનીએ.—તીતસ ૨:૧૪.
ગીત ૨૮ (221)
૧૫ મિ: “શા માટે ‘સારાં કામ કરવાં ઉત્સાહી’ બનવું જોઈએ?” ચર્ચા. જૂન ૧, ૨૦૦૨ ચોકીબુરજ પાન ૨૩, ફકરા ૧૭-૧૯ના આધારે ભાઈ-બહેનોને જવાબ આપવાનું કહો.
૧૫ મિ: “સમજી-વિચારીને ખુશખબર જણાવીએ.” ચર્ચા. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી બે ટૂંકાં દૃશ્ય બતાવો. ઘરમાલિકના સંજોગોને ધ્યાનમાં લઈને કઈ રીતે રજૂઆતમાં ફેરફાર કરી શકાય એ બતાવો. આખું દૃશ્ય બતાવવાને બદલે એને અધવચ્ચે પૂરું કરી શકાય.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના