આપણો અહેવાલ
ઑગસ્ટ ૨૦૧૪
નિયામક જૂથ ચાહતું હતું કે ઑગસ્ટ મહિનાની ઝુંબેશ ખાસ હોય. તમને એ જાણીને ખુશી થશે કે આપણા દેશમાં એ અત્યાર સુધીની સૌથી મોટી ઝુંબેશ હતી. આ મહિનામાં કુલ ૨૦,૩૧૪ પ્રકાશકો, ૨૦,૬૯૭ નિયમિત તથા સહાયક પાયોનિયરો અને ૨૯૯ ખાસ પાયોનિયરોએ મળીને ૧,૦૩,૮૬,૬૮૧ પત્રિકાઓ અને પુસ્તિકાઓ આપ્યા. વાર્ષિક અહેવાલ બતાવે છે કે ગયા સેવા વર્ષમાં પ્રકાશકોની સંખ્યામાં ૭ ટકાનો વધારો થયો છે. પ્રકાશકો અને પાયોનિયરોની સંખ્યા ૪૧,૩૧૦ થઈ, જે અત્યાર સુધી સૌથી વધારે સંખ્યા છે. આપણા દેશમાં ઘણી જગ્યાઓએ પ્રચારકામ બાકી છે. “એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”—માથ્થી ૯:૩૮.