દેવશાહી સેવા શાળા સમીક્ષા
ઑગસ્ટ ૨૫, ૨૦૧૪થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
ખરું-ખોટું પારખવા વિશે ખોટી સમજણ કેળવી ન બેસીએ માટે લેવીય ૧૮:૩ આપણને કઈ રીતે મદદ કરી શકે? (એફે. ૪:૧૭-૧૯) [જુલા. ૭, w૦૨ ૨/૧ પાન ૨૯ ફકરો ૪]
લેવીય ૧૯:૨માં આપેલી આજ્ઞામાંથી આપણને શું શીખવા મળે છે? [જુલા. ૭, w૧૦ ૭/૧ પાન ૨૭ ફકરો ૧૬]
કાપણી વિશેના નિયમ પાછળના સિદ્ધાંત પરથી આપણે શું શીખી શકીએ? (લેવી. ૧૯:૯, ૧૦) [જુલા. ૭, w૦૬ ૭/૧ પાન ૧૫ ફકરો ૧૩]
ઈસ્રાએલી પુરુષે કયા અર્થમાં તેઓના ‘માથાના ખૂણા ગોળ ન કપાવવા જોઈએ, ને દાઢીના ખૂણા ન બગાડવા’ જોઈએ? (લેવી. ૧૯:૨૭) [જુલા. ૧૪, w૦૪ ૫/૧૫ પાન ૨૪ ફકરો ૨]
જો કોઈ ઈસ્રાએલીએ ઉછીના પૈસા આપ્યા હોય, તો કેવા સંજોગોમાં તે વ્યાજ ન માગી શકતો, પણ ક્યારે માગી શકતો? (લેવી. ૨૫:૩૫-૩૭) [જુલા. ૨૧, w૦૪ ૫/૧૫ પાન ૨૪ ફકરો ૩]
“નિશાન” શું હતું કે જેની આસપાસ અરણ્યમાં ઈસ્રાએલપુત્રોના કુળે છાવણી કરવાની હતી? (ગણ. ૨:૧, ૨) [જુલા. ૨૮, w૦૪ ૮/૧ પાન ૨૪ ફકરો ૫]
ગણના ૮:૨૫, ૨૬ પ્રમાણે લેવીઓ ફરજિયાત સેવા આપતા હતા. મોટી ઉંમરના લોકો સાથે કામ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? [ઑગ. ૧૧, w૦૪ ૮/૧ પાન ૨૫ ફકરો ૧]
ઈસ્રાએલીઓને ઇજિપ્તમાંથી ચમત્કારિક રીતે છોડાવ્યા પછી, તેઓ કેમ કાયમ કચકચ કરતા અને એમાંથી આપણે શું શીખી શકીએ? (ગણ. ૧૧:૪-૬) [ઑગ. ૧૮, w૯૫ ૩/૧ પાન ૧૫ ફકરો ૧૦]
એલ્દાદ અને મેદાદે પ્રબોધ કરવાનું શરૂ કર્યું ત્યારે, મુસાએ જે વલણ બતાવ્યું એમાંથી આપણે શું શીખી શકીએ? (ગણ. ૧૧:૨૭-૨૯) [ઑગ. ૧૮, w૦૪ ૮/૧ પાન ૨૬ ફકરો ૪]
ઈસ્રાએલીઓને પોતાના ‘વસ્ત્રોની કોરોને કિનારી લગાડવાની’ આજ્ઞા આપવામાં આવી હતી. એમાંથી આપણને શું શીખવા મળે છે? (ગણ. ૧૫:૩૭-૩૯) [ઑગ. ૨૫, w૦૪ ૮/૧ પાન ૨૬ ફકરો ૭]