સપ્ટેમ્બર ૧નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧, ફકરા ૧-૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગણના ૧૭-૨૧ (૧૦ મિ.)
નં. ૧: ગણના ૧૭:૧-૧૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વર, પિતા એક જ છે, વિશ્વમાં સૌથી મહાન—td ૧૬ક (૫ મિ.)
નં. ૩: અયૂબ દેવને વિશ્વાસુ રહે છે—my વાર્તા ૨૬ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૩ (187)
૧૦ મિ: સપ્ટેમ્બર મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆતનો ઉપયોગ કરીને જુલાઈ-સપ્ટેમ્બરનું સજાગ બનો! કઈ રીતે આપવું એ દૃશ્યથી બતાવો. પછી એ જ રજૂઆતની શરૂઆતથી અંત સુધી ચર્ચા કરો.
૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વરના રાજ્ય વિશે હિંમતથી જણાવીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, પૂછો કે ઈશ્વરના રાજ્ય વિશે હિંમતથી જણાવવા તેઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો અને ક્યાંથી મદદ મળી.
૧૦ મિ: ખાસ ઝુંબેશનો અહેવાલ. સેવા નિરીક્ષક ટૉક આપશે. આ મહિનાની આપણી રાજ્ય સેવામાં આપેલા ખાસ મુદ્દાઓ જણાવો. એ પણ જણાવો કે ઈશ્વરના રાજ્યની જાહેરાત કરવામાં લાગુ રહેવું કેટલું મહત્ત્વનું છે. આ સલાહ-સૂચનો પ્રમાણે ખુશખબર જણાવવા મંડળે કેવું કર્યું? ઝુંબેશ દરમિયાન થયેલા અમુક સારા અનુભવો જણાવો.
ગીત ૬ (43) અને પ્રાર્થના