સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—બાઇબલ સ્ટડીને તૈયારી કરતા શીખવો
૧ જો બાઇબલ સ્ટડી અગાઉથી માહિતી તૈયાર કરે, પ્રશ્નોના જવાબ શોધે ને પોતાના શબ્દોમાં જવાબ આપે તો, તે સત્યમાં જલદી પ્રગતિ કરશે. તેથી, તમે નિયમિત બાઇબલ અભ્યાસ ચલાવતા હોવ ત્યારે, વ્યક્તિ સાથે એક પ્રકરણની તૈયારી કરો જેથી તે પણ તૈયારી કરતા શીખી શકે.
૨ જવાબ નીચે લીટી દોરવી અને નોંધ લખવી: વ્યક્તિને શીખવો કે ફકરામાંથી પ્રશ્નોના જવાબ કઈ રીતે શોધી શકાય. તેને તમારું પુસ્તક બતાવો. એમાંથી તે જોઈ શકશે કે ફક્ત મુખ્ય શબ્દો કે વિચારો નીચે જ લીટી છે. સમય જતા, તે પણ તમારી પાસેથી શીખીને ફક્ત મુખ્ય બાબતો નીચે જ લીટી દોરશે. (લુક ૬:૪૦) પછી તેને પોતાના શબ્દોમાં જવાબ આપવાનું ઉત્તેજન આપો. આમ તમે જોઈ શકશો કે તે માહિતીને સમજે છે કે કેમ.
૩ સ્ટડીને ઉત્તેજન આપો કે તે તૈયારી વખતે ટાંકેલી કલમોને પણ વાંચે. (પ્રે.કૃ. ૧૭:૧૧) તેને બતાવો કે કઈ રીતે ટાંકેલી કલમો ફકરાના મુખ્ય વિચારોની સાબિતી આપે છે. તેમ જ, ફકરાની આજુબાજુની ખાલી જગ્યાઓમાં ટૂંકી નોંધ લખવાનું પણ બતાવો. તેને વારંવાર જણાવો કે પોતે બાઇબલમાંથી શીખે છે. એટલું જ નહિ, અભ્યાસ દરમિયાન તેને બાઇબલમાંથી જવાબ આપવાનું ઉત્તેજન આપો.
૪ સ્ટડીની શરૂઆતમાં અને અંતે મુખ્ય વિચારો પર ટૂંકી ચર્ચા કરો: વ્યક્તિને ઉત્તેજન આપો કે તૈયારી કરતા પહેલાં તે પ્રકરણને ટૂંકમાં તપાસે. એ માટે તેણે પ્રકરણનું ટાઈટલ વાંચવું જોઈએ. પછી ઘાટા અક્ષરમાં છાપેલા નાના ટાઈટલ જોવા જોઈએ. તેમ જ ચિત્રો પર પણ ધ્યાન આપવું જોઈએ. તૈયારી થઈ ગયા પછી પણ તેને થોડી મિનિટો માટે પ્રકરણના મુખ્ય વિચારો પર ધ્યાન આપવા ઉત્તેજન આપો. વળી, એમાં બૉક્સ હોય તો એના જવાબ પર વિચાર કરો. આમ કરવાથી વ્યક્તિ વધારે યાદ રાખી શકશે.
૫ જો તમે વ્યક્તિને સારી રીતે તૈયારી કરતા શીખવશો તો, તે મિટિંગમાં પણ દિલથી જવાબો આપી શકશે. વધુમાં, અભ્યાસ કરવાની આવી સારી આદતો કેળવવાથી, તેને કાયમ માટે લાભ થશે.