વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૦ પાન ૧
  • “બીતો ના”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “બીતો ના”
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યહોવાના પ્રેમથી ડર પર જીત મેળવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવા તમને શક્તિ આપશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • ડર લાગે ત્યારે યહોવા પર ભરોસો રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૦ પાન ૧

“બીતો ના”

૧. યિર્મેયાહની જેમ આપણને પણ શું થઈ શકે?

૧ જ્યારે યિર્મેયાહને પ્રબોધક તરીકેની સોંપણી મળી ત્યારે તેમને લાગ્યું કે એ કામ પોતે નહિ કરી શકે. ત્યારે યહોવાહે તેમને હિંમત આપતા કહ્યું: “બીતો ના.” પછી તેમને સોંપેલું કામ પૂરું કરવા મદદ પૂરી પાડી. (યિર્મે. ૧:૬-૧૦) શરમાળ હોવાને લીધે અથવા આત્મવિશ્વાસની કમીને લીધે આપણે પ્રચારમાં જતાં ડરતા હોઈએ. લોકો આપણી સાથે કેવી રીતે વર્તશે અથવા સારી નજરથી નહિ જુએ એવી બીકને લીધે પણ આપણે પાછા પડતા હોઈએ. મનમાંથી એવો ડર કાઢવા શું કરવું જોઈએ? એ કરવાથી આપણને કેવા આશીર્વાદો મળશે?

૨. પ્રચારમાં જતા પહેલા કેવી રીતે તૈયારી કરવાથી આપણે મનમાંથી ડર કાઢી શકીએ?

૨ પહેલેથી તૈયારી કરો: સારી તૈયારી કરવાથી આપણે મનમાંથી ડર દૂર કરી શકીએ છીએ. દાખલા તરીકે પહેલેથી વિચાર કરો કે વાતચીત અટકાવવા ઘરમાલિક કેવા બહાના કાઢી શકે છે અને એના જવાબ કઈ રીતે આપી શકાય. એમ કરવાથી પ્રચારમાં એવું કંઈ થાય તો એના જવાબો સહેલાઈથી આપી શકીશું. (નીતિ. ૧૫:૨૮) કુટુંબ તરીકે ભક્તિની એક સાંજે ભેગા મળીએ ત્યારે સ્કૂલમાં અને પ્રચારમાં કેવા અઘરા સવાલો ઊભા થાય છે એનો વિચાર કરો. પછી કેવી રીતે એના જવાબ આપી શકો એની પ્રૅક્ટિસ કરો.—૧ પીત. ૩:૧૫.

૩. યહોવાહ પર ભરોસો રાખવાથી કેવી રીતે મનમાંથી ડર કાઢી શકીશું?

૩ યહોવાહ પર ભરોસો રાખો: યહોવાહ પર પૂરો ભરોસો રાખવાથી આપણે મનમાંથી ડરને કાઢી શકીશું. યહોવાહ આપણને ખાતરી આપે છે કે તે આપણને જરૂર મદદ કરશે. (યશા. ૪૧:૧૦-૧૩) ખરેખર એ જાણવાથી આપણને રાહત મળે છે. ઈસુએ પણ કહ્યું હતું કે અચાનક કોઈ મુસીબત સામે આવી જાય તો ઈશ્વરની શક્તિ આપણને સમજી-વિચારીને સંદેશો આપવા મદદ કરશે. (માર્ક ૧૩:૧૧) એટલા માટે જરૂરી છે કે હંમેશાં પ્રાર્થનામાં યહોવાહની મદદ માગતા રહીએ.—લુક ૧૧:૧૩.

૪. પડકારો છતાં પ્રચારમાં લાગુ રહેવાથી કેવા આશીર્વાદો મળશે?

૪ આશીર્વાદો: પડકાર છતાં જો આપણે પ્રચારમાં લાગુ રહીશું તો આવનાર મુસીબતોનો સારી રીતે સામનો કરી શકીશું. આપણે ઈશ્વરની શક્તિની મદદથી હિંમત મેળવી શકીશું અને ડર્યા વગર સંદેશો જણાવી શકીશું. (પ્રે.કૃ. ૪:૩૧) આપણે યહોવાહની મદદથી બીકને મનમાંથી કાઢતા રહીએ, તેમ આપણો ભરોસો વધશે કે તે જરૂર આપણને બચાવશે. (યશા. ૩૩:૨) પ્રચારમાં બનતું બધું કરીશું તો આપણને સંતોષ મળશે કે એનાથી યહોવાહ ખુશ થાય છે. (૧ પીત. ૪:૧૩, ૧૪) ચાલો આપણે યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખીએ અને હિંમતથી લોકોને રાજ્યનો સંદેશો જણાવતા રહીએ!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો