દેવશાહી સેવા શાળા સમીક્ષા
મે ૩થી જૂન ૨૮, ૨૦૧૦ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. જૂન ૨૮થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.
૧. દાઊદે, આબ્નેર માટે શોક કર્યો, એમાંથી આપણે શું શીખી શકીએ? (૨ શમૂ. ૩:૩૧-૩૪) [w૦૫ ૫/૧૫ પાન ૧૭ ફકરો ૬; w૦૬ ૮/૧ પાન ૧૪ ફકરા ૯-૧૦]
૨. ઈસ્રાએલીઓ સાથેની લડાઈમાં કેટલા મોઆબીઓ માર્યા ગયા? (૨ શમૂ. ૮:૨) [w૦૫ ૫/૧૫ પાન ૧૭ ફકરો ૩]
૩. ઈશ-બોશેથને મારી નાખવામાં આવ્યો એના કેટલા સમય પછી દાઊદને આખા ઈસ્રાએલના રાજા બનાવવામાં આવ્યા? (૨ શમૂ. ૫:૧, ૨) [w૦૫ ૫/૧૫ પાન ૧૭ ફકરો ૨]
૪. દાઊદ, મફીબોશેથ સાથે જે રીતે વર્ત્યો, એમાં કઈ રીતે તેમનો પ્રેમ અને દયા જોવા મળે છે? (૨ શમૂ. ૯:૭) [w૦૨ ૫/૧૫ પાન ૧૯ ફકરો ૫]
૫. “મારો બાકી રહેલો અંગારો” એટલે શું? (૨ શમૂ. ૧૪:૭) [w૦૫ ૫/૧૫ પાન ૧૮ ફકરો ૧]
૬. આપણે શાસ્ત્રના આધારે કેવી રીતે કહી શકીએ કે સીબાએ મફીબોશેથ વિષે જે દાવો કર્યો હતો એ તદ્દન ખોટો હતો? (૨ શમૂ. ૧૬:૧-૪) [w૦૨ ૨/૧૫ પાન ૧૪-૧૫ ફકરો ૧૧, ફૂટનોટ]
૭. જ્યારે ૮૦ વર્ષના બાર્ઝિલ્લાયને દાઊદે રાજદરબારમાં આવવા માટે કહ્યું ત્યારે, શા માટે તેમણે કિમ્હામની ભલામણ કરી? (૨ શમૂ. ૧૯:૩૩-૩૭) [w૦૭ ૬/૧ પાન ૨૪ ફકરો ૧૩]
૮. દાઊદ કઈ રીતે યહોવાહની નમ્રતાને લીધે મોટા બન્યા? (૨ શમૂ. ૨૨:૩૬) [w૦૪ ૧૧/૧ પાન ૨૯]
૯. દાઊદ હજુ જીવતા હતા ત્યારે, અદોનીયાહ કેમ રાજ પચાવી પાડવા માંગતો હતો? (૧ રાજા. ૧:૫) [w૦૫ ૭/૧ પાન ૨૮ ફકરો ૫]
૧૦. જ્યારે સુલેમાને ડહાપણ તથા વિવેકબુદ્ધિ માટે પ્રાર્થના કરી, ત્યારે યહોવાહે શા માટે તેની પ્રાર્થના સાંભળી? (૧ રાજા. ૩:૯) [w૦૫ ૭/૧ પાન ૩૦ ફકરો ૩]