વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૦ પાન ૨
  • બાઇબલ સ્ટડી ઑફર કરતા રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સ્ટડી ઑફર કરતા રહીએ
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સાચો માર્ગ પત્રિકા દરેક પ્રસંગે વાપરો
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • શિષ્ય બનાવવાના કામ પર ધ્યાન આપતા રહીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૬/૧૦ પાન ૨

બાઇબલ સ્ટડી ઑફર કરતા રહીએ

૧. માત્થી ૨૮:૧૯, ૨૦માં ઈસુએ આપેલી આજ્ઞા પૂરી કરવા શું કરવું જોઈએ?

૧ ઈસુએ આપણને ‘શિષ્યો બનાવવાની અને શીખવવાની’ આજ્ઞા આપી છે. (માથ. ૨૮:૧૯, ૨૦) એટલા માટે બાઇબલ અભ્યાસ શરૂ કરવા દરેક તકે કોશિશ કરવી જોઈએ. નીચે આપેલા સૂચનો એવું કરવા તમને મદદ કરશે.

૨. આપણે કોને-કોને બાઇબલ સ્ટડી ઑફર કરી શકીએ?

૨ બાઇબલ સ્ટડી ઑફર કરો: આપણે બાઇબલ સ્ટડી મેળવવા માટે જેટલો વધારે પ્રયત્ન કરીશું એટલી સ્ટડી મળવાની વધારે શક્યતા છે. (સભા. ૧૧:૬) શું થોડો પણ રસ બતાવે એવા લોકોને તમે સ્ટડી ઑફર કરો છો? એક મંડળે આખા મહિના દરમિયાન બાઇબલ અભ્યાસ મેળવવા માટે ખાસ પ્રયત્નો કર્યા. કેટલી ખુશીની વાત છે કે એ મહિને ૪૨ વ્યક્તિઓએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું! આપણે એમ ન માની લેવું જોઈએ કે રસ ધરાવનારી વ્યક્તિને ખબર છે કે આપણે નિયમિત રીતે બાઇબલમાંથી શીખવવા માટે આવીએ છીએ. એવું માનવાને બદલે કેમ નહિ કે ફરી મળો ત્યારે બાઇબલ સ્ટડી ઑફર કરો? જો કદાચ તેઓ હમણાં ના સ્વીકારે, તો કોઈ વાંધો નહિ. તમે તેમને રસ કેળવવા મદદ કરતા રહો. શું તમે પાડોશીઓને, સગાંઓને અને સાથે કામ કરનારાં કે ભણતા લોકોને બાઇબલમાંથી શીખવવા વિષે પૂછ્યું છે? હાલમાં તમારી સાથે શીખતા હોય તેમને પણ પૂછી શકો કે, તેઓના કોઈ મિત્ર કે સગાં છે જેઓને બાઇબલમાંથી શીખવાનું ગમશે.

૩. બાઇબલ સ્ટડી શરૂ કરવા માટે આપણી પાસે કઈ પત્રિકા છે? કયા સંજોગોમાં એનો ઉપયોગ કરવો જોઈએ?

૩ ઉપયોગી પત્રિકા: સ્ટડી ઑફર કરવા માટે સાચો માર્ગ કયો છે? પત્રિકા ઘણી ઉપયોગી છે. જેઓ રાજ્યના સંદેશામાં રસ ધરાવે છે તેઓને જ એ આપો. તમે કદાચ ફરી મુલાકાતમાં પણ આ પત્રિકા વાપરીને સ્ટડી શરૂ કરી શકો. તમે પ્રચારમાં, કદાચ મુસાફરીમાં, ખરીદી કરતી વખતે અને કામના સ્થળે પણ પત્રિકા સાથે રાખી શકો. પત્રિકાના છેલ્લાં પાને બાઇબલમાંથી વધારે શીખવાની ગોઠવણ વિષે જણાવે છે. અને બાઇબલ શીખવે છે પુસ્તક વિષે પણ જણાવે છે.

૪. બાઇબલ સ્ટડી શરૂ કરવા સાચો માર્ગ પત્રિકાનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?

૪ રસ ધરાવનારને પત્રિકા આપ્યા બાદ, તમે શરૂઆતમાં આપેલા સવાલો બતાવી શકો. પછી પૂછી શકો કે ‘આ સવાલોમાંથી તમને કયા સવાલનો જવાબ જાણવો ગમશે? તેમના સવાલનો જવાબ પત્રિકામાંથી બતાવો. અને છેલ્લા પાન પર બાઇબલમાંથી શીખવાની ગોઠવણ વિષે વાંચી શકો અથવા તેનો સાર કહી શકો. બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી એ વિષયને લગતી માહિતી બતાવો. આ પુસ્તક ઑફર કરો અને ફરી મળીને ચર્ચા કરવાની જોગવાઈ કરો.

૫. શા માટે આપણે બાઇબલ સ્ટડી ઑફર કરવા દરેક તકે કોશિશ કરવી જોઈએ?

૫ આપણા પ્રચાર વિસ્તારમાં હજુ પણ ઘણા એવા લોકો છે જેઓ બાઇબલ સત્ય શીખવા માગે છે. લોકોની લાગણીઓને ઠેસ ના પહોંચે અને ધર્મના લીધે ઉશ્કેરાટ ઊભો ના થાય એ માટે આપણે સૂઝ-બૂઝથી કામ લેવું જોઈએ. ચાલો આપણે બાઇબલ અભ્યાસ શરૂ કરવા દરેક તકે કોશિશ કરીએ. આ રીતે આપણે લોકોને જીવનની રાહ પર ચાલવા મદદ કરીએ. એનાથી આપણને ઘણી ખુશી મળશે.—માથ. ૭:૧૩, ૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો