આ ચોપડી કેવી રીતે વાપરીશું
હવે પછીનાં પાનાઓમાં તમને દરરોજની બાઇબલ કલમ અને એની સમજણ જોવા મળશે. એ કલમ અને એની સમજણ દિવસના કોઈ પણ સમયે વાંચી શકાય, તોય ઘણાને દિવસની શરૂઆતમાં એ વાંચવું વધારે ઉપયોગી લાગે છે. તેઓ આખા દિવસ દરમિયાન એ વિચારો પર મનન કરી શકે છે. કુટુંબ સાથે મળીને આ શાસ્ત્રવચનો તપાસવાથી ઘણો લાભ થાય છે. દુનિયા ફરતે આવેલાં બેથેલ કુટુંબો સવારના નાસ્તાના સમયે શાસ્ત્રવચનો તપાસે છે.
દરરોજની કલમ અને એની સમજણ એપ્રિલ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ના ચોકીબુરજના (w) અંકોમાંથી છે. કલમ અને સમજણ પછી છેલ્લે ચોકીબુરજની તારીખ છે. એ પછી પાન નંબર આપેલો છે. એ પછી ફકરા નંબર છે, જે કલમ માટેની સમજણ ક્યાંથી લીધી છે એ બતાવે છે. (નીચેનું ઉદાહરણ જુઓ.) એ વિષય પર વધારે માહિતી તમને એ જ લેખમાં મળી રહેશે.