ભાગ ૧ • પ્રેરિતોનાં કાર્યો ૧:૧–૬:૭
“તમે આખા યરૂશાલેમને તમારા શિક્ષણથી ગજવી મૂક્યું છે”
સાલ ૩૩ના પચાસમા દિવસે ઈસુના શિષ્યો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી. એ સમયથી તેઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવા લાગ્યા. આ ભાગમાં જોઈશું કે કઈ અદ્ભુત ઘટનાથી ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ, કઈ રીતે આખા યરૂશાલેમમાં જોરશોરથી ખુશખબર ફેલાવવામાં આવી અને કઈ રીતે સખત વિરોધ છતાં પ્રેરિતોએ હિંમતથી પ્રચાર કર્યો.