ભાગ ૩ • પ્રેરિતોનાં કાર્યો ૧૦:૧–૧૨:૨૫
‘બીજી પ્રજાના લોકોએ ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો’
શું ઈસુના યહૂદી શિષ્યો સુન્નત ન થયેલા લોકોને ખુશખબર જણાવશે? આ ભાગમાં આપણે જોઈશું કે પવિત્ર શક્તિની મદદથી કઈ રીતે ઈશ્વરભક્તો પોતાનાં દિલમાંથી ભેદભાવ દૂર કરી શક્યા અને બધાને એકસમાન ગણી શક્યા. એના લીધે બધી પ્રજાઓમાં ઈશ્વરનો સંદેશો જોરશોરથી ફેલાતો ગયો.