વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૩/૮ પાન ૨૦
  • કૂથલી કરવામાં શું ખોટું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કૂથલી કરવામાં શું ખોટું છે?
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • શા માટે એ કરવી
  • નુકશાનકારક કૂથલીનો ફાંદો
  • ખરાબ કૂથલી બંધ કરવી
  • સાંભળવું—કૂથલીનું બીજું પાસું
  • લોકો મારા વિશે વાતો કરે તો શું?
    યુવાનો પૂછે છે
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૯
g99 ૩/૮ પાન ૨૦

યુવાનો પૂછે છે . . .

કૂથલી કરવામાં શું ખોટું છે?

“મારી ઉચ્ચ શાળામાં એ એક રોગચાળા જેવું છે. અમે કેફી પદાર્થ લેતા નથી, બંદૂક રાખતા નથી કે લડાઈ કરતા નથી —પરંતુ અમારી પાસે કૂથલી છે. એ બહુ મોટી સમસ્યા છે.”

—૧૬ વર્ષની પુષ્પા.a

a આ લેખમાંના અમુક નામો બદલવામાં આવ્યા છે.

કેટલાક કહે છે એ સ્વાદિષ્ટ છે. કેટલાક એને ઝેર જેવું કહે છે. સામયિક, સમાચારપત્ર અને ટેલિવિઝન કાર્યક્રમોમાં એ સતત જોવા મળે છે. એ વાતચીતમાં મસાલો ઊમેરે છે. એ શું છે? લોકોની અને તેઓની વ્યક્તિગત બાબતો વિષે અમથી વાત કરવાને કૂથલી કહેવામાં આવે છે.

“શું તમે છેલ્લા સમાચાર સાંભળ્યા છે?” એ શબ્દો બીજી કોઈ પણ બાબત કરતાં આપણું વધારે ઝડપથી ધ્યાન ખેંચે છે. આ શબ્દો હકીકત કે જૂઠાણું—અથવા બંને થોડું થોડું હોય શકે. બાબત ગમે તે હોય, કૂથલી કરવાની લાલચમાં ફસાવું શક્તિશાળી હોય શકે. એક ૧૭ વર્ષની કાજલ કહે છે, “બીજા લોકોની બાબતોમાં માથું ન મારવું એ ઘણું અઘરું છે. એ તમારું અને તમારા મિત્રો વચ્ચેનું આપ્યા વગરનું વચન છે કે તમને કંઈ પણ રસપ્રદ માહિતી જાણવા મળે ત્યારે, તમારે તેમને કહેવું જ પડે.”

શા માટે એ કરવી

શા માટે કૂથલી આટલી બધી રસપ્રદ હોય છે? એક બાબત કે, માનવી સામાજિક પ્રાણી છે. બીજા શબ્દોમાં, લોકો બીજી વ્યક્તિઓમાં રસ ધરાવે છે. તો પછી એ સ્વાભાવિક છે કે વહેલી મોડી આપણી વાતચીત, મિત્રો અને ઓળખીતાઓના જીવનમાં શું થઈ રહ્યું છે એ જાણવા તરફ ઢળશે.

શું એ ખરાબ છે? હંમેશા નહિ. ઘણી વાર, વાતચીત ઉપયોગી માહિતી પૂરી પાડે છે, જેમ કે કોના લગ્‍ન થવાના છે, કોને હમણાં જ બાળક થયું, અને કોણ બીમાર છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓ પણ સાથી વિશ્વાસીઓને અસર કરતી બાબતો ચર્ચતા હતા. (એફેસી ૬:૨૧, ૨૨; કોલોસી ૪:૮, ૯) વાસ્તવમાં, એકબીજાની વાતચીત આપણી વાતચીતના માર્ગનો સંપૂર્ણ ભાગ છે અને એ સારા સંબંધો જાળવી રાખે છે.

નુકશાનકારક કૂથલીનો ફાંદો

તેમ છતાં, ઘણી વાર બીજાઓના જીવન વિષેની ચર્ચા કરવાનો હેતુ કંઈક જુદો જ હોય છે. દાખલા તરીકે, ૧૮ વર્ષની અનીતા કહે છે: “લોકો પ્રસિદ્ધિ મેળવવા કૂથલી કરે છે. તેઓ એવું વિચારે છે કે જે વાત તેઓએ સાંભળી છે એના કરતા તાજેતરની વાતની જાણીને તેઓ [લોકપ્રિય] બનશે.” બીજાઓને પ્રભાવિત કરવાની ઇચ્છા કૂથલી કરનારને હકીકત ખોટી રીતે રજૂ કરવા પણ ઉત્તેજિત કરી શકે. સત્તર વર્ષની સોનલે સમજાવ્યું, “તમે બાબતો જાણતા હોવ તો, એનો કઈ રીતે ઉપયોગ કરવો એ અધિકાર તમારી પાસે છે. એ ચિત્રકળા જેવું છે અને તમે જેમ ઇચ્છો તેમ એને બતાવી શકો છો.”

ઘણી વખત, કૂથલીનો ઊપયોગ બદલો લેવાના સાધન તરીકે પણ કરવામાં આવે છે. બાર વર્ષની મીત્તલ કહે છે, “એક વખત મેં મારા મિત્ર વિષે ખોટી અફવા ફેલાવી હતી. તેણે મારા વિષે કંઈક કહ્યું હતું આથી મેં પણ એવું કર્યું.” પરિણામ? “પહેલા તો હું વિચારતી હતી, અરે, મેં તો તેને, પાઠ શીખવ્યો.” તેમ છતાં, મીત્તલ સમજાવવાનું ચાલુ રાખે છે: “પછી તો આ વાત હાથ બહાર નિકળી ગઈ અને તે ફેલાવવાનું મને ખૂબ જ દુઃખ થયુ, હવે થાય છે કે મેં મારું મોં બંધ રાખ્યું હોત તો કેવું સારું.”

એક માનસિક આરોગ્ય નિષ્ણાંતે કહ્યું, એ જોવું સહેલું છે કે કૂથલી કેવી રીતે “એક અગ્‍નિ” જેવી બની શકે છે કે જે ઝડપથી હાથમાંથી છટકી જાય છે. (સરખાવો યાકૂબ ૩:૫, ૬.) કૂથલી વિનાશક પરિણામો લાવી શકે. દાખલા તરીકે, ખાનગી રહેવી જોઈએ એવી બાબતને ફેલાવવામાં આવે તો શું? અથવા તમે જૂઠી કૂથલી જાહેર કરો જેનાથી કોઈકની સારી શાખ ખરાબ થાય તો શું? બાર વર્ષનો અમીત કહે છે, “મારા એક મિત્રએ એવી અફવા ફેલાવવાની શરૂ કરી કે હું કેફી પદાર્થ લઉં છું કે જે સાચુ નથી. એ ખરેખર દુઃખી છે.”

ખરાબ કૂથલી બંધ કરવી

સારા કારણોસર બાઇબલ કહે છે કે “મરણ તથા જીવન જીભની સત્તામાં છે.” (નીતિવચન ૧૮:૨૧) હા, આપણા શબ્દો ઉત્તેજન આપનાર ઓજાર જેવા અથવા વિનાશકારી હથિયાર જેવા બની શકે. દિલગીરીની બાબત છે કે, ઘણા આજે પોતાની જીભનો ઉપયોગ વિનાશકારી હથિયાર તરીકે કરે છે. તેઓ ગીતકર્તા દાઊદે વર્ણન કરેલા જેવા છે કે જેઓએ “તરવારની પેઠે તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે; કે તેઓ એકાંતમાં ઉત્તમ માણસને મારે.”—ગીતશાસ્ત્ર ૬૪:૨-૪.

દેવને પ્રસન્‍ન કરનારાઓએ અસત્ય બાબતોને ફેલાવવી જોઈએ નહિ કેમ કે બાઇબલ બતાવે છે કે “જૂઠા હોઠો યહોવાહને કંટાળારૂપ છે.” (નીતિવચન ૧૨:૨૨) જાણીજોઈને શરૂ કરેલી કે અફવા ફેલાવવી કે જે તમે જાણો છો કે અસત્ય છે કે જે જૂઠું બોલવા બરાબર છે અને બાઇબલ કહે છે કે ખ્રિસ્તીઓએ “અસત્ય દૂર કરીને” અને ‘પોતાના પડોશીની સાથે સાચું બોલવું.’—એફેસી ૪:૨૫.

બીજી વ્યક્તિ વિષે કંઈ પણ કહેતા પહેલાં, પોતાને પૂછો: ‘શું હું ખરેખર હકીકત જાણું છું? હું જે વ્યક્તિ વિષે વાત કરું છું તેને મારા સાંભળનાર ઓછું માન આપશે? એમ હોય તો, એ કહેવાનો મારો ઉદેશ્ય શું છે?’ આ યાદ રાખો: હકીકત કે જે સાચી છે એનો અર્થ નથી કે એને ફેલાવવી—ખાસ કરીને માહિતી કોઈકની શાખને નુકશાન પહોંચાડતી હોય.

બીજો પ્રશ્ન પૂછો, ‘મારી કૂથલી કરવાની ટેવ મારી શાખને કઈ રીતે અસર કરશે?’ હા, કૂથલી કરવાથી તમે તમારા પોતા વિષે પણ કંઈક કહો છો. દાખલા તરીકે, ક્રિસ્ટીના કહે છે: “તમે બીજા લોકો વિષે વાત કરવા ઘણો બધો સમય પસાર કરી શકતા હોવ તો, તમારું પોતાનું જીવન એટલું રસપ્રદ નહિ જ હોય.” લીસાને જોવા મળ્યું કે કૂથલી કરવાની તેની આદતથી તેણે પોતાની ગાઢ મિત્રનો ભરોસો ગુમાવ્યો. તે કહે છે, “તેને પોતા પર શંકા થઈ કે મારા પર ભરોસો મૂકવો જોઈએ કે નહિ. એ એકદમ ગભરાવનાર હતું—મારે સાબિત કરવાનું હતું કે તે મારા પર ભરોસો મૂકી શકે.”

તમે એક કૂથલી કરનાર તરીકે જાણીતા હોવ તો, લોકો તમને નુકશાન કરનાર તરીકે જોઈ શકે અને તેઓ તમારી સંગત પસંદ કરશે નહિ. બાઇબલ નીતિવચન કહે છે: “જે ચાડિયા તરીકે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે; માટે એવા હોઠ બહુ પહોળા કરનારના કામમાં હાથ ઘાલતો નહિ.” (નીતિવચન ૨૦:૧૯) પરંતુ શું તમે જાણો છો કે તમે એક પણ શબ્દ કહ્યા વગર નુકશાનકારક કૂથલીમાં ફાળો આપી શકો?

સાંભળવું—કૂથલીનું બીજું પાસું

કૂથલી કરવામાં ઓછામાં ઓછી બે વ્યક્તિઓ પરોવાય છે—એક બોલનાર અને બીજી સાંભળનાર. બોલનાર કરતાં સાંભળનાર ઓછી દોષપાત્ર લાગી શકે, બાઇબલ આ બાબતના વલણને અલગ રીતે રજૂ કરે છે. નીતિવચન ૧૭:૪માં આપણે વાંચીએ છીએ: “દુષ્કર્મી દુષ્ટ હોઠો પર લક્ષ આપે છે; અને જૂઠો નુકસાનકારક જીભ તરફ કાન ધરે છે.” તેથી કૂથલી સાંભળનારના માથે ભારે જવાબદારી હોય છે. લેખક સ્ટીફન એમ. વેલીન કહે છે, “કંઈક અંશે કૂથલી સાંભળવી એ કૂથલી કરનાર કરતાં વધારે ખરાબ છે.” એવું શા માટે? વેલીન કહેવાનું ચાલુ રાખે છે, “આતુરતાપૂર્વક સાંભળનાર તરીકે, તમે બોલનારને બોલવાનું ઉત્તેજન આપો છો.”

તો પછી, નુકશાનકારક કૂથલી તમારા કાનો સુધી પહોંચે ત્યારે તમારે શું કરવું જોઈએ? વધુ પડતા ન્યાયી બનવાને બદલે, તમે સરળ શબ્દોમાં કહી શકો: ‘આપણે બીજા વિષય પર વાત કરીએ’ અથવા ‘મને આ બાબત વિષે વાત કરવી ગમતી નથી. આખરે, તે વ્યક્તિ તો અહીં નથી.’

પરંતુ તમે તેઓની વાતચીતમાં સહભાગી થવાની ના પાડી એના કારણે લોકો તમારાથી દૂર જાય તો શું? એક અર્થમાં એ તમારું રક્ષણ કરી શકે. કઈ રીતે? વારુ, યાદ રાખો કે તમારી સમક્ષ બીજાઓની કૂથલી કરનાર વ્યક્તિ, સંભવિત તમારા વિષે બીજાઓ સાથે કૂથલી કરી શકે. એ કારણે, તમે બીજાઓનો વાંક ન કાઢનાર યુવાન અને પુખ્ત વ્યક્તિઓ નજીક રહીને તમારું ઘણું દુઃખ ઓછું કરી શકો. વેલીન કહે છે: “તમે કૂથલી નહિ કરીને જે કંઈ ગુમાવો છો એનાથી તમને જલદી જ જોવા મળશે કે તમે કંઈ ગુમાવ્યું નથી પરંતુ તમે પોતાને બચાવ્યા છે. અંતે તમે એમાંથી બહાર આવો છો કારણ કે તમે પોતે એક ભરોસાપાત્ર વ્યક્તિ તરીકેની શાખ મેળવશો.”

વધુ મહત્ત્વનું તો, તમે દેવ સાથે સારું નામ મેળવશો. આપણે બીજાઓ સાથે કઈ રીતે વાત કરીએ છીએ એમાં તેમને રસ છે, કેમ કે ઈસુ ખ્રિસ્તે ચેતવણી આપી: “માણસો જે હરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. કેમકે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે, અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે.”—માત્થી ૧૨:૩૬, ૩૭.

તો પછી પ્રેષિત પાઊલની સલાહ માનવી એ ડહાપણનો માર્ગ છે: “શાંત રહેવાને, પોતપોતાનાં જ કામ કરવાને . . . યત્ન કરો.” (૧ થેસ્સાલોનીકી ૪:૧૧) એમ કરવાથી બીજાઓ સાથે સારા સંબંધ જાળવી રાખવામાં અને દેવ સમક્ષ સારું સ્થાન મેળવવામાં તમને મદદ મળશે.

તમારી સમક્ષ બીજાઓની કૂથલી કરનાર વ્યક્તિ . . . દેખીતી રીતે જ બીજાઓ સમક્ષ તમારી કૂથલી કરશે

“દુનિયાનું સૌથી મોટું કૂથલી

કરનાર સાધન”

શું તમે તાજા સમાચાર સાંભળ્યા છે? ઇલેક્ટ્રોનિક ટપાલના આગમનથી, કૂથલી ઉચ્ચ ટેકનોલૉજી પ્રદેશમાં પ્રવેશ્યું છે. હકીકતમાં, શેથ ગોદીન લેખક ઈ-મેલને “દુનિયાનું સૌથી મોટું કૂથલી કરનાર સાધન” કહે છે. તેના લાભોને સ્વીકારતા તે ચેતવણી આપે છે: “કોઈક વ્યક્તિ સાચી કે જૂઠી હકીકત કહેવાનું ચાલુ કરે એને જોતજોતામાં હજારો વ્યક્તિઓ એ બાબતોને જાણી શકે છે.”

ઈ-મેલ વધુને વધુ લોકો પાસે સહેલાઈથી અને ઝડપથી પહોંચી શકે છે. ગોદીન કહે છે: “આ વાતચીત વ્યવહારનું એક નવું રૂપ છે, અને તેને લેખિત બાબતોના જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે અને એક ટેલિફોન કોલના જેટલું તરત જ ધ્યાન આપવામાં આવે.” પછી, ઈ-મેલ મોકલતી વખતે ડહાપણભરી રીતે, તમારા સંદેશાને સ્પષ્ટ કરવાની ખાતરી રાખો. સર્વ ઉપરાંત, બાબતો સ્પષ્ટ ન હોય તો તમારા મિત્રોમાં એને ફેલાવશો નહિ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો