સોનું
અને તેનું રહસ્ય
સોનું—પ્રાચીન સમયથી આ નરમ, ચળકતા-પીળા રંગની ધાતુને તેની ગુણવત્તાને કારણે મૂલ્યવાન ગણવામાં આવ્યું છે. તેનો રંગ, ઝગઝગાટ, ઘડી શકાય એવું, અને કાટ ન લાગે તેવું હોવાથી તે બીજા ધાતુઓથી તદ્દન જુદું જ તરી આવે છે. શોધનારાઓનાં મનમાં તેનું મૂલ્ય હોવાનાં કારણે, સોનાનો ઇતિહાસ બીજી ધાતુઓ કરતાં તદ્દન અલગ છે.
“સોનું! સાચે જ, એ સોનું જ છે! હા સોનું!” સોનું મળવાથી હૃદયમાં હલચલ મચી ગઈ. તેનાથી હૃદયના ધબકારા બદલાઈ જાય છે અને મોટી મોટી કલ્પનાઓ શરૂ થઈ જાય છે. તેની શોધ ભૂમિમાં, નદીઓમાં, વહેણોમાં, વળી પૃથ્વીની સપાટીથી હજારો મીટર ઊંડે સુધી કરવામાં આવી છે.
મૂલ્યવાન ઝવેરાતની માફક, સોનું રાજાઓ અને રાણીઓને શણગારવામાં વપરાયું છે. તેનાથી રાજગાદીઓ અને મહેલની દિવાલોને શણગારવામાં આવી છે. માછલી, પક્ષીઓ, પ્રાણીઓ, અને ભિન્ન ભિન્ન આકારોની સોનાની મૂર્તિઓ બનાવીને દેવ તરીકે પૂજવામાં પણ આવી છે. સોનાની તલપે સંસ્કૃતિ પર ઊંડી અસર પાડી છે.
સોનું અને ઇતિહાસ
પ્રાચીન મિસર ફારૂનો (રાજાઓ) તેઓના વેપારીઓ અને લશ્કરને સોનાની શોધમાં દૂર સુધી મોકલતાં હતાં, જે ફક્ત મિસરનાં દેવો અને ફારૂન એકલાની જ માલિકીનું ગણાતું હતું. વર્ષ ૧૯૨૨માં ટુટનકામનની કબર મળી આવી હતી, જે કિંમતી સોનાના ખજાનાથી ભરેલી હતી. વળી તેની કબરપેટી પણ આખી સોનાની બનેલી હતી.
અમુક ઇતિહાસકારોના જણાવ્યાં પ્રમાણે, મહાન સિકંદરે “પ્રથમ સાંભળ્યું હતું કે ઇરાનમાં પુષ્કળ સોનું છે તેથી તે આકર્ષાઈને એશિયા તરફ આવ્યો.” એવું કહેવામાં આવ્યું છે કે તેણે ઇરાનમાંથી જે સોનું મેળવ્યું તે ગ્રીસ લઈ જવા સારુ તેનાં લશ્કરે હજારો પ્રાણીઓનો ઉપયોગ કર્યો હતો. તેથી, ગ્રીસ સોનાથી મઢાઈ ગયું.
એક ઇતિહાસકારે અહેવાલ આપ્યો કે રોમનાં “શાસકોએ તેઓનાં કર્મચારીઓની વફાદારી માટે અને બીજા દેશમાંની ઉચ્ચ પદવી ધરાવતી વ્યક્તિઓને પ્રભાવિત કરવા સોનાનો પાણીની જેમ ઉપયોગ કર્યો. તેઓએ સોનાની પોતાની સમૃદ્ધિથી, જે ખાસ કરીને સોનાના ઘરેણાંઓનાં દેખાવાથી લોકોને આશ્ચર્યચકિત કરી અને નીચા પાડતા.” રૂમીઓએ મોટા ભાગનું સોનું સ્પેન પર જીત મેળવીને અને તેઓએ સોનાની ખાણો મેળવી લઈને પ્રાપ્ત કર્યું હતું, તેમ એક સાહિત્યમાંથી જાણવા મળે છે.
છતાં, સોનાની વાર્તા એટલેથી જ પૂરી નથી થઈ જતી. તેના ઇતિહાસમાં ઊંડા જવાની જરૂર છે, જેથી જોઈ શકાય કે તેની પાછળ કેટલું લોહી વહેવડાવવામાં આવ્યું છે. એ તો જીત, નિર્દયતા, દાસત્વપણું, અને મરણની કહાની છે.
લોહી ભરેલો ઇતિહાસ
સંસ્કૃતિમાં પ્રગતિ થતી ગઈ તેમ, મોટા મોટા વહાણો દ્વારા નવા દેશોની શોધ, નવી વસાહતની, અને સોનાની શોધ ચાલુ રહી. સોનાની શોધ પાછળ લોકો ગાંડા થઈ ગયા, જેમાં સાહસી દરિયાખેડુ ક્રીસ્ટોફર કોલંબસનો પણ સમાવેશ થાય છે (૧૪૫૧-૧૫૦૬).
કોલંબસ સોનાની શોધમાં હતો ત્યારે સ્થાનિક લોકોનાં જીવનની તેને કંઈ પડી ન હતી. સ્પેનના એક ટાપુ પરનાં રાજા અને રાણી જેઓએ એનો ખર્ચ પૂરો પાડ્યો જેથી તે શોધ કરી શકે, ત્યારે એણે તેના અનુભવ વિષે પુસ્તકમાં લખ્યું: “અહીંયા રાજ કરવા માટે, વ્યક્તિને ફક્ત સ્થાયી થઈ અને સ્થાનિક લોકોને જાહેર કરવાથી કે હવેથી હું અહીં સત્તા ચલાવીશ. તેઓને તમે જેમ હુકમ કરો એમ કરવા તેઓ તૈયાર હોય છે. . . . આદિવાસીઓ નગ્ન અને નિઃસહાય લોકો છે, તેથી તેઓને જે કંઈ હુકમો કરવામાં આવે તે પ્રમાણે કરે છે અને કામે લાગી જાય છે.” કોલંબસ માનતો હતો કે તેની પર દેવનો આશીર્વાદ છે. સોનાનો ખજાનો સ્પેનના ધર્મ યુદ્ધમાં કામ આવશે. ‘આશા છે કે દેવ તેમની દયાથી મને સોનાની શોધ કરવામાં સહાય કરશે,’ એમને એક વખત સોનાનું મુખાવરણ આપવામાં આવ્યું ત્યારે તેણે એમ કહ્યું હતું.
સ્પેનના વિજેતાઓ, જેઓએ સોનાની શોધમાં કોલંબસનું અનુકરણ કર્યું, તેઓને સ્પેનના રાજા ફર્ડીનાન્ડ દ્વારા કહેવામાં આવ્યું: “મને સોનું લાવી આપો! અશક્ય હોય તોપણ લાવી આપો. ગમે તેમ કરીને પણ મને સોનું લાવી આપો.” ઘાતકી શોધખોળ કરનારાઓએ મૅક્સિકો અને મધ્ય અને દક્ષિણ અમેરિકામાંના કેટલાંક હજારો સ્થાનિક લોકોની તેઓએ ભયંકર કતલ કરી. અમુક અર્થમાં કહી શકાય કે વિજેતાઓ સોનું સ્પેનમાં લાવ્યા ત્યારે તે લોહીથી ટપકતું હતું.
ત્યાર પછી દરિયાઈ લુંટારાઓ આવ્યા, જેઓ કોઈ દેશના નાગરિકો ન હતા. મધદરિયે તેઓ સ્પેનના વહાણો કે જે સોના અને બીજા કિંમતી ખજાનાથી ભર્યાં હોય તે લૂંટી લેતા. આ વહાણોમાં મોટે ભાગે પૂરતાં શસ્ત્રો કે માણસો ન હોવાને કારણે, તેઓ આ લૂંટારાની સામે થવા શક્તિમાન ન હતાં. એ ૧૭ અને ૧૮મી સદી દરમિયાન, દરિયાઈ લૂંટ ખાસ કરીને વેસ્ટ ઈન્ડીઝ અને બીજા અમેરિકી ભાગો માટે, પ્રચલિત બની ગઈ હતી.
૧૯મી-સદીમાં સોનાની શોધની દોડ
વર્ષ ૧૮૪૮માં સાક્રામેન્ટો વેલી કેલિફોર્નિયામાં સૌથી મોટું સોનાનું સ્થળ મળી આવ્યું. સમાચાર ફેલાતા ગયાં, અને ધીરે ધીરે લોકો રહેવા આવ્યા જેથી તેઓ પણ તેના પર હક જમાવી શકે. બીજા વર્ષ સુધીમાં જ, કેલિફોર્નિયા શહેર હજારોની સંખ્યાથી ભરાઈ ગયું જેઓને “ઓગણપચાસવાળા” કહેવામાં આવતા—જેઓ ધનવાન થવા બધી જ બાજુથી ત્યાં આવ્યાં હતાં. કેલિફોર્નિયાની વસ્તી ૧૮૪૮માં લગભગ ૨૬,૦૦૦થી વધીને ૧૮૬૦માં લગભગ ૩૮,૦૦,૦૦ સુધી વધી ગઈ હતી. ખેડૂતોએ પોતાનાં ખેતરોને પડતાં મૂક્યાં, નાવિકોએ વહાણો પડતાં મૂક્યા, સૈનિકોએ લશ્કરીય દળ છોડી દીધું—ફક્ત એટલાં માટે કે તેઓ સોનું મેળવી શકે. કેટલાક હવે “લોહી તરસ્યા બદમાશો” તરીકે ઓળખાતા હતા. તેથી માનવસમાજમાં ગુના અને હિંસાનો વધારો થયો. જેઓ સોનાની લાલચમાં ફસાઈ ગયાં અને તેની માટે મહેનત કરવી ન હતી, તેઓ ઘોડાગાડી અને ટ્રેનોની લૂંટફાટ કરવા લાગ્યા.
કેલિફોર્નિયામાંના સોનાની શોધ પાછળ મંડ્યા હતા ત્યારે, ૧૮૫૧માં, સમાચાર મળ્યા કે ઑસ્ટ્રેલિયામાં સોનાનો મોટો જથ્થો મળી આવ્યો છે. “એ શોધ સાચે જ ભવ્ય હતી,” તેમ એક અહેવાલે જણાવ્યું. થોડા સમય માટે, ઑસ્ટ્રેલિયા એ દુનિયામાંનું સૌથી વધુ સોનું ઉપજાવનાર હતું. જેઓ કેલિફોર્નિયામાં રહેતા હતા તેમાંના ઘણા તરત જ પોતાનો સામાન ભેગો કરી ઑસ્ટ્રેલિયા જવા માટે તૈયાર થઈ ગયા. ઑસ્ટ્રેલિયાની વસ્તી આસમાને ચઢી ગઈ—૧૮૫૦માં, ૪૦,૦૦,૦૦થી ૧૮૬૦માં, ૧,૧૦,૦૦,૦૦ થઈ ગઈ. ઘણાં લોકો સોનાની શોધમાં પડી ગયા હોવાથી, ખેતીવાડીનું કામકાજ અને બીજા બધા કામો સાવ જ થંભી ગયા.
ઓગણીસમી સદીના અંતના ભાગમાં, યુકોન તરફ સોનાની શોધ પાછળ ગાંડી દોડ મચી ગઈ. અને અલાસ્કા તરફ પણ એમ જ થયું કારણ કે તે ભાગોમાં સોનું મળ્યું છે એવી ખબર પડી. હજારો લોકો દૂર ઉત્તરીય પ્રદેશ, ક્લોન્ડીક પ્રાંત અને અલાસ્કા, જ્યાં તેઓ સખત ઠંડી સહન કરવા તૈયાર હતા જેથી સોનું નીકળતી જમીન પર તેઓ હક જમાવી શકે.
ડૂબી ગયેલો ખજાનો
વીસમી સદીમાં, દરિયામાં ઊંડી ડૂબકી મારવાની પદ્ધતિની શરૂઆત થઈ ત્યારથી, સોનું શોધનારાઓ દરિયાની સપાટી પર શોધ કરવા તરફ નજર કરી. ત્યાં તેઓએ ડૂબી ગયેલા વહાણોની શોધ કરી જેથી કેટલીક મૂલ્યવાન ચીજો પાછી મેળવે—સોનાની અથવા બીજી કોઈ વસ્તુઓ જે સદીઓ અગાઉ ડૂબી ગઈ હતી.
સપ્ટેમ્બર ૨૦, ૧૬૩૮માં, કોન્સેપકીઓન નામનું સ્પેનિશ વહાણ ખરાબ હવામાનને કારણે ખડકોમાં અથડાઈને પ્રશાંત મહાસાગરમાં સાઇપાન નામના કિનારા પાસે ડૂબી ગયું. તેનું વહાણ સોનું અને બીજો ખજાનો જેની કિંમત આજે કરોડો ડૉલર જેટલી થાય છે તે લઈને જતું હતું. તે વહાણમાં મુસાફરી કરનારા ૪૦૦ માણસોમાંના લગભગ બધા જ મરણ પામ્યાં હતાં. દરિયામાં ડૂબકી મારનારાંઓએ આ તૂટી ગયેલાં વહાણના ભંગારમાંથી ૩૨ સોનાની સાંકળો મેળવી હતી, જેમાંની દરેકનું માપ આશરે દોઢ મીટર લાંબી અને તેનું વજન લગભગ દોઢ કિલોગ્રામ જેટલું હતું. બધું મળીને, ડૂબકી મારનારાઓને સોનાના ઝવેરાતના ૧,૩૦૦ નંગ મળી આવ્યા, જેમાં—સાંકળો, ક્રોસ, બટણો, પીનો, વીંટીઓ, અને બક્કલો મેળવ્યાં.
બીજા ભંગારો પણ શોધવામાં આવ્યાં છે. વર્ષ ૧૯૮૦માં, યુનાઈટેડ સ્ટેટ્સમાંનાં, ફ્લોરીડાના દરિયા કાંઠામાં ડૂબકી મારતાં, ૧૭મીસદીનું સ્પેનિશ સાન્ટા માર્ગારીટા નામનું વહાણ મળી આવ્યું. બીજા વર્ષનાં અંત દરમિયાન, ડૂબકી મારનારાઓએ લગભગ ૪૪ કિલોગ્રામ કરતાં પણ વધુ લગડીઓ, અને બીજી સોનાની વસ્તુઓ મેળવી હતી.
યુદ્ધ સમયનું સોનું
જર્મનીની સરકારે ૧૯૪૫માં શરણાગતી કરી પછી, સામેના સૈનિકોને જર્મનીના થુરીંન્જીયામાંની મીઠાની ખાણોમાંથી અદ્ભુત બાબત મળી આવી. ધી એટલાન્ટા જર્નલના અનુસાર, “માની ન શકાય એ પ્રમાણમાં ૨.૧ અબજ ડૉલરની લગડીઓ, કળાકૃતિઓ, નાણું અને દસ્તાવેજ મળી આવ્યા.” વળી તેમાં સોનાના અને ચાંદીના બનાવેલાં દાંતનાં ચોકઠાં પણ મળી આવ્યાં, જર્મનીમાં કેટલાંકને સળગાવીને મારી નાખવામાં આવ્યાં હતા તેઓના દાંત કાઢીને ઓગાળી નાખ્યા હતા. આ મોટાં સોનાના જથ્થાએ નાઝી યુદ્ધ સેનાનીઓને લંબાઈ રહેલા યુદ્ધનો ખર્ચ પૂરો પાડવામાં મદદ મળી. લગભગ દશ દેશોને આશરે ૨.૫ અબજ ડૉલરનુ સોનું પાછું મોકલવામાં આવ્યું જે હિટલરની સત્તા હેઠળ હતા, તેમ જર્નલ અહેવાલ આપે છે. સામાન્ય માન્યતા એવી છે કે નાઝીએ જે સોનું સંતાડ્યું હતું તે બધું જ હજી પ્રાપ્ત થયું નથી, તેથી હજુ પણ તેની શોધ ચાલુ છે.
સાચે જ, સોનું ઘણું કિંમતી છે. છતાં, બાઇબલ મુજબ, બીજી કિંમતી વસ્તુઓની માફક, સોનું જીવન આપી શકતું નથી. (ગીતશાસ્ત્ર ૪૯:૬-૮; સફાન્યાહ ૧:૧૮) બાઇબલનું નીતિવચન કહે છે: “સોના કરતાં જ્ઞાન [‘ડહાપણ’ NW] મેળવવું એ કેટલું ઉત્તમ છે!” (નીતિવચનો ૧૬:૧૬) સાચું ડહાપણ ઉત્પન્નકર્તા, યહોવાહ દેવ પાસેથી આવે છે, અને તે તેમનાં શબ્દ બાઇબલમાંથી, મળી આવે છે. દેવનાં શબ્દનો અભ્યાસ કરવાથી, આવા ડહાપણની શોધ કરનાર દેવનાં નિયમો, સિદ્ધાંતો, અને સલાહો શીખી શકે છે, જેથી તે તેનાં જીવનમાં લાગુ પાડી શકે. આમ કરવાથી જે ડહાપણ પ્રાપ્ત થાય છે તે માણસો દ્વારા શોધાયેલા કોઈ પણ સોના કરતાં વધુ ઇચ્છનીય છે. આવા ડહાપણનો અર્થ હમણાં સારું જીવન અને ભાવિમાં અનંતજીવન થાય છે.—નીતિવચનો ૩:૧૩-૧૮.
સોના વિષેની અમુક હકીકતો
• સોનું એ સૌથી નરમ અને સહેલાઈથી ઘડી શકાય એવી ધાતુ છે. તેને ટીપીને વાળ જેટલું પાતળું ઘડી શકાય છે. અઠ્ઠાવીશ ગ્રામ સોનું બે રુમનું ભોયતળિયું ઢાંકી શકે છે. અઠ્ઠાવીશ ગ્રામ સોનું ખેંચીને તાર બનાવવામાં આવે તો તે ૭૦ કિલોમીટર જેટલો લાંબો બની શકે.
• સોનું પુષ્કળ નરમ હોવાને કારણે ઝવેરાત અને સોનાની બીજી વસ્તુઓ બનાવવા સારૂ તેને બીજી ધાતુઓ સાથે મિશ્રણ કરવામાં આવે છે. સોનાના મિશ્રણને ૨૪ ભાગમાં વ્યક્ત કરવામાં આવે છે, જેને કેરેટ કહેવામાં આવે છે; તેથી, ૧૨-કેરેટ મિશ્રણવાળું સોનું એટલે કે તેમાં ૫૦ ટકા હલકુ સોનું છે, ૧૮-કેરેટ મિશ્રણવાળું સોનું એટલે કે તેમાં ૭૫ ટકા શુદ્ધ સોનું છે, અને ૨૪-કેરેટ સોનું તદ્દન શુદ્ધ સોનું કહેવાય છે.
• સોનું ઉપજાવતા મુખ્ય દેશોમાં દક્ષિણ આફ્રિકા અને યુનાઈટેડ સ્ટેટ્સ છે.
Alexander the Great: The Walters Art Gallery, Baltimore
સોનાના ખજાનાની શોધમાં ૧૪૯૨માં ક્રીસ્ટોફર
કોલંબસ બહામા આવ્યો,
એને આ ચિત્ર રજૂ કરે છે
Courtesy of the Museo Naval, Madrid (Spain), and with the kind permission of Don Manuel González López