તોતડાપણાંમાંથી મુક્તિ!
લગભગ આઠ દાયકાઓથી, સજાગ બનો!એ તેનાં વાચકોને રોજિંદી સમસ્યાઓનો સામનો કરવા મદદ કરી છે. કેટલી વખત, લોકોને તબીબી જગતમાંના નવાં ફેરફારો અને વિચારો જે જીવનને અસર કરી શકે, એ જણાવ્યા છે, જેમ નીચેનો અનુભવ વર્ણવે છે.
મેથ્યુ, ઉત્તર ઇંગ્લૅંન્ડમાં ૧૯૮૯માં જન્મ્યો હતો. બે વર્ષની વય સુધી તે સામાન્ય બાળકનાં જેવો જ હતો. તેઓ રજાઓ ગાળવા ગયા હતાં ત્યારે, અચાનક જ તે તોતડાવા લાગ્યો.
“મેં અને મારાં પતિએ સ્થાનિક વાણી ઉપચાર કેન્દ્રનો સંપર્ક સાધ્યો.” તેની માતા માર્ગરેટ, જણાવે છે, “અને તેઓને કહેવામાં આવ્યું કે તે સાત વર્ષની ઉંમરનો થાય ત્યાં સુધી તેઓ કંઈ કરી શકશે નહિ, કારણ કે ત્યાં સુધી તે તેનાં અવાજની નળીને કાબૂ કરી શકતાં નથી. પરંતુ મેથ્યુ શાળામાં ગયો ત્યારે, તેને બીજા બાળકો તરફથી હાંસી ઉડાવવાને કારણે ઘણું સહન કરવું પડ્યું, અને તેનું તોતડાપણું વધતું ગયું. તેને ટોળાનો ભાગ બનવાનું જરાય ગમ્યું નહિ, તેથી તે એકદમ એકલવાયો બનવા લાગ્યો. વળી રાજ્યગૃહમાં સભામાં જવાનું પણ પડકારરૂપ થવા લાગ્યું.
“પછી અમે, એપ્રિલ ૮, ૧૯૯૫નાં, સજાગ બનો! (અંગ્રેજી)નાં અંકમાં ‘વિશ્વ નિહાળતાʼમાં ‘તોતડાપણાં માટે આશા’ લેખ જોયો. એમાં ટૂંકમાં દર્શાવવામાં આવ્યું હતું કે કઈ રીતે સિડની, ઑસ્ટ્રેલિયામાં, એક વાણી ઉપચારની ટુકડી કામ કરી રહી હતી, જે નાનાં બાળકોમાંના તોતડાપણાંને સફળતાપૂર્વક સારવાર કરી રહ્યાં હતાં.
“અમે સિડનીની યુનિવર્સીટીને પત્ર લખ્યો અને ડૉ. માર્ક ઓંસ્લો પાસેથી સારો પ્રત્યુત્તર મેળવ્યો કે અમે તેમનો ટેલિફોન દ્વારા સંપર્ક કરીએ. અમે, તેઓથી જગતનાં બીજા છેડે રહેતાં હતાં, તેથી વાણી ઉપચાર ટુકડીએ ‘દૂર રહીને’ ઉપચાર કરવાનો નિર્ણય કર્યો. મેથ્યુના માતાપિતા તરીકે, અમને ટુકડીની રીતો ટેલિફોન, ફેક્સ, અને ઑડીયોકૅસેટથી જણાવી. ઉપચારને મેથ્યુની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો હતો. હું તેની સાથે આરામથી બેસીને આડકતરી રીતે તેને જે શબ્દો બોલવામાં તકલીફ પડતી એ માટે મદદ કરતી હતી. તે ‘સ્પષ્ટપણે’ બોલવાનો કોશિશ કરતો ત્યારે હું તેની ઘણી પ્રશંસા કરતી અને નાની ભેટો આપતી.
“છ મહિના પછી મેથ્યુ મૂંઝવણભર્યો કે ફક્ત પોતાનામાં જ ખોવાઈ રહ્યો ન હતો, પરંતુ તે સામાન્ય, આનંદી, મળતાવડું બાળક બન્યો. તે હવે ખ્રિસ્તી સભામાં જવાબો આપે છે અને રાજ્યગૃહમાં બાઇબલ વાંચનનો આનંદ લે છે. તે ઘર-ઘરનાં પ્રચારકાર્યમાં અર્થપૂર્ણ ભાગ લે છે. તેની વાણી હવે બરાબર થઈ ગઈ છે!
“સજાગ બનો! (અંગ્રેજી)નાં નાનાં લેખના અમે કેટલાં આભારી છીએ, કે જેણે અમારાં દીકરાના જીવનને બદલી નાખ્યું!”—સ્વેચ્છાથી આપેલો લેખ.