બ્રાઝિલીયા
—નવું,
અનોખું, અને ઝડપથી વિકસતું શહેર
બ્રાઝિલમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
તમારા દેશની રાજધાનીનો અસલ નકશો જેણે બનાવ્યો છે તેને તમે ફોન કરીને ક્યાં શોધી શકશો? રાજધાનીનાં પહેલાં સરકારી મકાનની યોજના ઘડનાર અને તેનાં બાંધકામની દેખરેખ રાખનારને તમે ક્યાં મળી શકો? અને તમે એ રાજધાનીમાં ક્યાંય પણ જશો ત્યારે તમને ખાતરી થશે કે જે ૪૦ વર્ષથી ઉપરના છે તેઓ ત્યાં જન્મ્યાં નથી? બ્રાઝિલીયા, બ્રાઝિલની રાજધાની જે—એક નવું અને, અજોડ શહેર છે, જેને ઝીણવટભરી રીતે તપાસવાની જરૂર છે.a
a આ લેખ તૈયાર કરવામાં આવ્યો એના ટૂંક સમય બાદ, જૂન ૧૯૯૮માં, ૯૬ વર્ષની વયે, લુસિયો કોસ્તા, રચનાકાર મરણ પામ્યા.
પ્રગતિમાં વિલંબ
સાઓ પાઊલોથી બ્રાઝિલીયા સુધી ઉડાન કરતાં, લગભગ અડધો કલાક લાગે છે. આરામદાયક બસમાં મુસાફરી કરતાં લગભગ ૧૨ કલાક લાગી શકે. મેં બસમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું. તેથી મને આ શહેરનો ઇતિહાસ વાંચવાનો ઘણો સમય મળ્યો.
પોર્ટુગલનાં શાસન વિરુદ્ધ ૧૮મી સદીનાં અંતમાં બળવો પોકાર્યો ત્યારથી, બ્રાઝિલમાં નવું રાજધાની શહેર બાંધવાની ઇચ્છા હંમેશા પ્રવર્તી હતી. બ્રાઝિલ ૧૮૮૨માં, સ્વતંત્ર થયું તેના થોડા સમય પછી જ, બ્રાઝિલના સરકારી વ્યક્તિ જોઝે બોનીફાસીઓ ડી આન્ડ્રાડા ઈ સીલ્વાએ સૂચન કર્યું કે આ ભાવિ રાજધાની શહેરનું નામ બ્રાઝિલીયા પાડવું જોઈએ, તેથી ૧૭મી સદીમાં નકશો બનાવનારાઓએ આખા દેશને એ નામ આપવાનું વિચાર્યું હતું.
દેશનો ૧૮૯૧માં નવો નિયમ, બહાર પડ્યો ત્યારે જણાવવામાં આવ્યું કે ૧૪,૦૦૦ ચોરસ કિલોમીટરના સારી જગ્યામાં ખૂંટા ખોડી નિશ્ચિત કરવામાં આવે. ત્યાં દરિયા કિનારેથી કંઈક ૧,૦૦૦ કિલોમીટર દૂર, નવું રાજધાની શહેર ઉભુ કરવાનું હતું. રાજકારણીઓએ દાવો કર્યો કે રાજધાનીને રીઓ ડી જાનેઈરોની મધ્યમાંથી ખસેડવાથી દેશની આંતરિક પ્રગતિમાં સુધારો થશે. તેમ છતાં, આ ફેરફાર વગર બીજા ૫૦ વર્ષો વીતી ગયાં. આખરે, ૧૯૫૫માં, બ્રાઝિલીયનની પ્રગતિના વિલંબનો લંબાવી રાખેલી પ્રસ્તાવનાનો અંત આવ્યો, અને પ્રવૃત્તિ–ભર્યા પહેલાં પાનની શરૂઆત થવાની તૈયારી હતી.
એક હરીફાઈ અને યોજના
તે વર્ષે, પ્રમુખપદના ઉમેદવાર જુસ્કેલીનો કુબીત્સ્ચેકે વચન આપ્યું કે તેને ચૂંટવામાં આવશે તો, પ્રમુખ તરીકેનાં તેનાં પાંચ-વર્ષ પૂરા થાય તે પહેલાં નવી રાજધાની હકીકત બની જશે. એપ્રિલ ૧૯૫૬માં, કુબીત્સ્ચેક ચૂંટાઈ આવ્યો.
થોડા મહિનાઓ અગાઉ, સરકારે એક હરીફાઈ યોજી હતી: બ્રાઝિલમાંના આર્કીટેક્ટ્સ, ઇજનેરો, અને શહેરનો નકશો તૈયાર કરનારાઓને નવી રાજધાની માટે યોજના ઘડવા આમંત્રવામાં આવ્યા હતા. થોડા જ મહિનાઓમાં, ૨૬ ઉમેદવારોએ આદર્શ રાજધાની માટેની પોતાની કૃતિઓ મોકલાવી હતી. માર્ચ ૧૯૫૭માં, આંતરરાષ્ટ્રીય જૂરીના સભ્યોએ વિજેતા જાહેર કર્યો: શહેરી યોજના ઘડનાર લુસિયો કોસ્તા.
બીજાઓ કરતાં ભિન્ન, કોસ્તાએ પોતાનું કાર્ય થોડાંક ચિત્ર દોરીને અને થોડાંક પાનાઓમાં લખાણ દ્વારા સમજાવીને—આખા શહેરનો નકશો એક ખાસ પ્રકારનાં દોરાથી ગૂંથાયેલા કાગળના પરબીડિયામાં મૂકીને મોકલાવ્યો હતો! તેણે જૂરીનાં સભ્યોને તે માટે માફી માંગતા કહ્યું: “તે યોગ્ય ન હોય તો, તેને નષ્ટ કરી નાંખી શકાય, અને તેમ મેં મારો કે તે સાથે બીજા કોઈનો સમય ન બગાડ્યો હોય.” જોકે, જૂરીનાં સભ્યોને તે નકશો પસંદ પડ્યો અને તેમણે તે “સ્પષ્ટ, સાદો અને સરળ રીતે સમજી શકાય તેવો છે” એમ જણાવ્યું. તેનાં નકશાએ શાની પ્રસ્તાવના કરી હતી, અને કઈ રીતે શહેર એક સીમેન્ટનું શહેર બની ઉઠ્યું.
ધૂળમાં “વિમાન”
વધારે જાણવા માટેની એક સારી રીત એ છે કે મ્યુઝ્યુ વીવા ડા મેમોરીઆ કાન્ડાન્ગા (કાન્ડાન્ગા યાદગીરીનું જીવંત સંગ્રહસ્થાન)ની મુલાકાત લેવી. જે જગ્યાએ શહેરનું પ્રથમ દવાખાનું હતું તે જગ્યાએ આ સંગ્રહસ્થાન હોવાથી તે હકીકતમાં, બ્રાઝિલીયા માટે એક ઘોડીયા સમાન હતું. બ્રાઝિલીયામાં ૪૦ વર્ષે અગાઉ જન્મેલાં બાળકોએ પોતાનાં જીવનની શરૂઆત અહીંયા કરી હતી. આજે, આ દવાખાનું બ્રાઝિલીયાના બાળજન્મ અને બાળઉછેર વિષેનો ઇતિહાસ જણાવે છે. એ એક ઇતિહાસ છે, જે એક પ્રદર્શનમાં જણાવવામાં આવ્યું છે, જે “ધૂળ, કપડાં અને સીમેન્ટ” વિષે જણાવે છે.
લોરેટી મશાડો, જે સંગ્રહસ્થાનમાં એક કામ કરનારી સભ્ય છે, તે મને પહેલાં “ધૂળ”નાં સમય વિષે જાણવા લઈ ગઈ. એક ચિત્ર જે ૧૯૫૭માં, લેવામાં આવ્યું હતું તેની સામે તે થોભી, જે લીલા ઘાસના મોટા વૃક્ષહીન પ્રદેશની મધ્યમાંથી નીકળતા બે ધૂળવાળા માર્ગ જે ક્યાંય દૂર જતાં હતાં તે હતું. તેમણે કહ્યું, “આ ચિત્ર શહેરનું બાંધકામ શરૂ થયું તે દર્શાવે છે.” પછી, કોસ્ટાનાં નકશાને જોતાં, અમે જોઈ શક્યા કે કઈ રીત આ શહેર ઘડનારે, આ માર્ગોમાંથી એકને એ રીતે વળાંક આપ્યો કે જેથી, જેને કાન્ડાંન્ગોb કહેવામાં આવ્યું, તેને એક ઘાસના વૃક્ષહીન પ્રદેશમાં બનાવેલાં એક કમાન સમાન આકાર આપવામાં આવ્યો, જે એમ લાગતું હતું કે જાણે ધૂળમાંથી વિમાન નીકળી આવી રહ્યું હોય.
b એંગોલન ઉદ્ભવમાંનો શબ્દ (જે અગાઉ અફ્રિકાવાસીઓ દ્વારા પોર્ટુગલવાસીઓ માટે વપરાતો તે) બ્રાઝિલીયાના બાંધકામ કરનારાઓ માટે પ્રિય નામ બની ગયો.
તે અજોડ આકાર બ્રાઝિલીયા માટે આયોજનરૂપ બની ગયું: વિમાન આકારનો આગળનો ભાગ પૂર્વને ચીંધતો હતો અને કમાન જેવી પાંખો ઉત્તર અને દક્ષિણમાં ફેલાતી હતી. સરકારની ત્રણ શાખાઓના મકાનોને આગળનો અણીદાર ભાગ રજૂ કરતા હતા, ધંધાકીય ભાગ વચોવચ હતો, અને વસાહત વિભાગ પાંખો દ્વારા રજૂ થતો હતો.
ટાટમાંથી સીમેન્ટ સુધી
સંગ્રહસ્થાનમાં “ટાટ” અને “સીમેન્ટ”ના વિભાગે દર્શાવ્યું કે કઈ રીતે આખા બ્રાઝિલમાંના કામ કરનારાઓએ બાંધકામ ખાતે મુસાફરી કરવા પોતાની માલિકીની બધી વસ્તુ વેચી દીધી. એક કામ કરનાર જે અહીં ૧૯૫૭માં આવ્યો હતો તે યાદ કરે છે કે ‘મારા પિતાએ એક ટ્રક ખરીદી હતી, તેમાં અમારા કુટુંબના—૨૦ કરતાં પણ વધુ વ્યક્તિઓ ભરીને—૧૯ દિવસ મુસાફરી કરીને અહીં આવ્યા હતાં. બીજાઓ બસ કે બળદગાડાં કે પછી પગપાળા આવ્યાં હતાં. બધું મળીને, ૬૦,૦૦૦ કારીગરો આવ્યાં હતાં.
આ બાંધકામ કરનારાઓ, ટાટના તંબુઓમાં વસ્યા હતાં તેઓની ખાસ જરૂર હતી, કારણ કે, શહેરનાં ઉદ્ઘાટનની તારીખ એપ્રિલ ૨૧, ૧૯૬૦ નક્કી કરવામાં આવી હતી. એનો એ અર્થ હતો કે, ઇજનેરોએ, ટેકનિશનોએ, અને બાંધકામના કારીગરોએ ૧,૦૦૦ દિવસની અંદર રાજધાની શહેરને તૈયાર કરવાનું હતું—કેવું ભવ્ય કામ! છતાં, ઉદ્ઘાટનનો દિવસ આવ્યો ત્યારે, કામ કરનારાઓએ સમય પહેલાં કામ પૂરું કરી નાખ્યું હતું. દુનિયાના સૌથી નવી રાજધાનીના શહેરને ધૂળવાળા ઘાસવાળા વૃક્ષહીન પ્રદેશમાંથી ઉભું કરવામાં આવ્યું હતું.
પહેલું અને એકમાત્ર
બ્રાઝિલીયામાંની, યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક, ઍન્ડ કલ્ચરલ ઓર્ગનાઈઝેશન (UNESCO)ની કચેરી, શહેર અને એને બાંધનારાઓની હજુ પણ પ્રસંશા કરે છે. “અહીંયા કોસ્ટાના નકશા જેવું બીજું કોઈ ઉદાહરણ નથી જે રીતે માર્ગદર્શન આપ્યું હતું તેવી જ રીતે બનાવવામાં આવ્યું છે,” યુનેસ્કોની સંસ્કૃતિને લગતા, ડૉ. બ્રાયન ઈ. બીકાએ મને જણાવ્યું. “બ્રાઝિલીયા જગતમાંનું પહેલું અને આખરી શહેર છે જે યુનેસ્કોના જગતનાં વારસામાં પ્રાપ્ય યાદીમાંનું એક છે.”c
c આ યાદી, જે યુનેસ્કો દ્વારા સંકલિત કરવામાં આવી છે તેમાં, જગત ફરતેની ૫૫૨ જગ્યાઓ જે તેનાં “અજોડ કુદરતી અથવા સાંસ્કૃતિક મહત્ત્વને કારણે” જાણીતી હોય તેને નોંધવામાં આવી છે.
બ્રાઝિલીયા એવું એકમાત્ર શહેર છે જે આ યાદીમાં છે અને હજુ પણ બંધાઈ રહ્યું છે. ડૉ. બીકા કહે છે કે તેથી એક પડકાર ઉભો થાય છે, “આ શહેર બદલાઈ રહ્યું છે ત્યારે આપણે કઈ રીતે તેનાં અસલ નકશાને સાચવી રાખી શકીએ?” આર્કીટેક્ટ લુસિયો કોસ્તા, હયાત હતા ત્યારે, ૯૦ના દાયકામાં હોવા છતાં, આ પડકારને ઝીલવા તૈયાર હતા. તે નવા બાંધકામ પર નજર રાખતા હતા જેથી, ખાતરી કરી શકે કે તેમનાં પોતાનાં અસલ નકશાની કોઈ ભાંગફોડ કરવામાં ન આવે. દાખલા તરીકે, કોસ્ટાએ સાંભળ્યું કે બ્રાઝિલીયામાં શહેરી રેલમાર્ગ બાંધવાની યોજના કરવામાં આવી રહી છે ત્યારે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તે રેલમાર્ગ જમીનની નીચેથી દોડાવવામાં આવે.
ભવ્ય દૃશ્ય
હવે શહેરનાં પર્યટનનો સમય થયો છે. તમે પહેલી જ વખત મુલાકાત કરી રહ્યા હોવ તોપણ, ફરવું અઘરું નથી. ત્યાં બે મોટાં માર્ગો છે, અને એ બે મોટા માર્ગો મળે છે ત્યાં, શહેરની બસો માટેનું બસસ્ટેશન છે. એક માર્ગ પશ્ચિમથી પૂર્વ તરફ (“વિમાન”ની પૂંછડીથી તે આગળના ભાગ તરફ) જાય છે અને તે હૉટલો, સિનેમાગૃહો, બૅન્કો, અને દુકાનો તરફ લઈ જાય છે. બીજો માર્ગ ઉત્તરથી દક્ષિણ તરફ (એક પાંખથી તે બીજી પાંખ સુધી) જાય છે અને તે નિવાસસ્થાન તરફ દોરી જાય છે.
બ્રાઝિલીયા કેવું દેખાય છે તે સૌથી સારી રીતે જોવા માટેનું એક સ્થળ ૨૨૪ મીટર ઊંચો ટેલિવીઝન ટાવર છે, જે ભાગ વિમાનના મધ્ય ભાગમાં આવેલો છે જે પાંખોની પાછળ જ છે. લીફ્ટની મફત સવારી તમને ૭૫ મીટર ભૂમિથી ઊંચા લઈ જાય છે જે શહેરનો મધ્ય ભાગ, જેને પ્લાનો પીલોટો કહેવાય છે ત્યાંથી ભવ્ય દૃશ્ય દેખાય છે. તમે શહેરનાં ઘાસની વિશાળતાને નિહાળો કે જે એટલી વિશાળ છે કે જાણે આકાશને અડકી જાય છે, તેથી તમે બ્રાઝિલીયાની વિશાળતાથી મુગ્ધ થઈ જાઓ. હકીકતમાં, ભૂરચના કરનાર રોબર્ટો બર્લ-માર્ક્સે બ્રાઝિલીયાના બગીચાઓ અને હરિયાળીને એવી રીતે તૈયાર કરી છે કે જેથી વસ્તી કરતાં વધુ હરિયાળી છે જે જગતમાંના બીજા કોઈ શહેર કરતાં વધારે હરવા ફરવાની જગ્યા છે.
પૂર્વ તરફ પહોળી અને લાંબી ઘાસની બોર્ડર આવેલી છે જેની બંને બાજુ રસ્તાઓની બંને બાજુએ છે. રસ્તાની હરોળમાં ૧૭ એક સરખા મકાનો આવેલાં છે. આ ડબ્બા જેવાં આકારના મકાનો જુદાજુદા સરકારી વિભાગોનો સમાવેશ કરે છે. ઘાસની બોર્ડરવાળા રસ્તાને અંતે બ્રાઝિલીયાની ખાસિયત રહેલી છે: બે એક સરખા દેખાતા ઘુમ્મટો, એક સીધો ઊભેલો અને બીજો ઊંધો, જે બે ૨૮–માળનાં મકાનમાં બ્રાઝિલની વિધાનસભાનાં, નૅશનલ કૉંગ્રેસ માટે છે, તેની હેઠળ આવેલાં છે.
આ નૅશનલ કૉંગ્રેસનો આકાર—કોઈ ખાસ કારણોસર નહિ પરંતુ, ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યમથકની યાદ અપાવે છે. યુએનનાં મકાનની રચના કરવામાં જે આર્કીટેકનો હાથ હતો તે ઓસ્કર નીમેયર હતા—તે એ જ વ્યક્તિ કે જેણે બ્રાઝિલીયામાંના મોટા ભાગના મકાનોની રચના કરવામાં ભાગ લીધો હતો. તેમની કેટલીક સરસ કૃતિઓમાંની એ છે કે, ફૉરેન મિનીસ્ટ્રી (પલાસીયો ઈટામારાટી) અને મિનીસ્ટ્રી ઑફ જસ્ટિસ (પલાસીયો ડા જસ્ટીકા), જે પેલા બે ઊંચા માળવાળા નૅશનલ કૉંગ્રેસના મકાન પાસે છે.
શા માટે તમે ખોવાઈ જઈ ન શકો
બ્રાઝિલીયા એ ફક્ત બાંધકામનું નગર જ નથી. તેમાં સારી રીતે ગોઠવાયેલા એવાં હજારો લોકો માટે ઘરો પણ છે. અમે શહેરનાં રહેવાસી વિસ્તારમાંથી પસાર થતાં હતાં ત્યારે, બ્રાઝિલીયામાં વસતા વકીલ, પાઊલોએ જણાવ્યું કે, “મોટા ભાગના લોકો જેઓ બ્રાઝિલીયામાં આવીને વસ્યા છે તેઓને તેઓ જે શહેરોમાં વસતા હતા તેનાં કરતાં અહીંની સુવ્યવસ્થા રાહતકારક લાગે છે.”
બ્રાઝિલીયાના વતનીઓ બહુમાળી મકાનોમાં રહે છે. આવા બહુમાળી મકાનો એવી રીતે ગોઠવાયેલા છે કે જે એક મોટો ચોરસ વિસ્તાર રચે છે. આવા વિસ્તારો શહેરની ઉત્તર અને દક્ષિણ પાંખોને ભરી દે છે. ઘરનાં સરનામાઓ સરળ રીતે દર્શાવેલાં છે. દાખલા તરીકે, “N-102-L,” જે તમને શહેરની ઉત્તર પાંખમાં, ૧૦૨ ચોરસ વિસ્તારમાં, વસાહત મકાન L માં મળી આવશે. અને જો તમે યાદ રાખો કે મકાનના નંબરો વધી રહ્યાં છે (૧૦૨-૧૧૬) તો તમે આ પાંખની ટોચ સુધી જતાં, ભાગ્યે જ ખોવાઈ જઈ શકો.
વ્યવસ્થા અને સગવડતા બંનેને ભેગી કરતાં, આ વસાહતોના મકાનો ફક્ત છ માળ જ ઊંચા હોય છે. તેથી, સેન્હોર કોસ્ટા કહે છે, બાળક આંગણાંમાં રમતું હોય છે ત્યારે તેની માતા તેને બારીમાંથી બૂમ પાડીને કહે કે “માનોએલ, વેમ કા!” (મનુએલ, અહીંયા આવ!) તો તે સાંભળી શકે.
વૃદ્ધિનું દુઃખ
જોકે બ્રાઝિલીયા તેનાં નકશા અનુસાર તૈયાર કરેલાં શહેર વિષે ગર્વ લે છે તે જ સમયે તે તેનાં અસલ નકશામાંથી તેનાં બાંધનારાઓનો ખ્યાલ કરવાનું ચૂકી જાય છે. તેઓએ એવી ધારણા કરી હતી કે તેનાં બાંધનારાઓ બાંધકામ પતી જતાં જ પોતાના ઓજારો લઈને જતા રહેશે, અને પોતે જ્યાંથી આવ્યા હતા ત્યાં રહેવા લાગશે. પરંતુ, એવા પ્રાંતમાં પાછું ફરવું કે જ્યાં કોઈ હૉસ્પિટલો, શાળાઓ, કે ખાસ કામ ન હોય તેવી જગ્યાએ પાછા ફરવાનું તેઓને ગમ્યું નહિ. તેઓએ બ્રાઝિલીયામાં રહેવાનું પસંદ કર્યું—પરંતુ ક્યાં?
તેઓએ જે બહુમાળી મકાનો બનાવ્યાં હતાં તેનું ભાડું તેઓ પોસી શકે તેમ ન હતાં તેથી તેઓએ જે હરિયાળી તૈયાર કરવામાં આવી હતી ત્યાં વસવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં, બ્રાઝિલીયા કરતાં પણ મોટાં, એવા કેટલાંક શહેરો ઊભા થઈ ગયાં. આજે, ફક્ત ૪,૦૦,૦૦૦ લોકો જ આ તૈયાર કરેલા શહેરમાં રહે છે, અને તેમાં કેટલાંય મકાનો ખાલી પડ્યાં છે; પરંતુ લગભગ ૨૦ લાખ લોકો આયોજન વગર તૈયાર થયેલા શહેરમાં રહે છે. શહેરનાં નકશાની તૈયારીમાં સારા ઇરાદાઓ હોવા છતાં, આજે જુદી જુદી આવકને કારણે વસ્તી એકદમ જુદા જુદા શહેરોનાં ભાગલામાં વહેંચાઈ ગઈ છે.
અણધારી રીતે વધી રહેલી વસ્તી અને કોમવાદ, જેને કારણે, બીજા શહેરોમાં જે સામાન્ય છે તેવી હિંસા અને બીજી સામાજિક સમસ્યાઓ અહીં પણ વધી રહી છે. બ્રાઝિલનું આ નવું રાજધાની શહેર વૃદ્ધિના દુઃખનો સામનો કરે છે. સારી રીતે ગોઠવેલી શેરીઓ અને સજાવટ સાથે કરેલાં બાંધકામ છતાં એ સ્પષ્ટ છે કે તે લોકોનાં હૃદયો અને વર્તણૂકને બદલવા માટે પૂરતું નથી.
“બ્રાઝિલનું હૃદય”?
બ્રાઝિલીયામાં પ્રવેશતા પ્રવાસીઓને તેની સરહદ પાસે આવેલી જાહેર સૂચના પરથી જાણવા મળે છે કે તેઓ “બ્રાઝિલના હૃદય” તરફ જઈ રહ્યાં છે. આ સૂત્રનો કંઈક ખાસ અર્થ છે: જોકે ભૌગોલિક દૃષ્ટિએ તે દેશની મધ્યમાં નથી છતાં, બ્રાઝિલીયા દેશનાં બધાં જ શહેરો કરતાં સરખા જ અંતરે આવેલું છે. તો પછી, આ સૂત્રનાં અર્થમાં શું છુપાયેલું છે? શું બ્રાઝિલીયા માટે બ્રાઝિલ ખરેખર તેનાં હૃદયમાં છે? મત જુદા જુદા છે. આ અજોડ શહેરની મુલાકાત જ તમારી માટે એનો જવાબ પૂરો પાડી શકે. છતાં, ધ્યાનમાં રાખો, કે તમારે બ્રાઝિલીયાનો ઉતાવળે ન્યાય કરી નાખવાનો નથી. શહેરને પોતાને ઓળખાવવા માટે થોડો સમય આપો કારણ કે, જેમ એક રહેવાસીએ જણાવ્યું તેમ, “બ્રાઝિલીયા સેડુઝ ગ્રેડ્યુઅલમેન્તે (બ્રાઝિલીયા ધીમે ધીમે નશો ચઢાવે છે).”
“ધૂળ, ટાટ, અને સીમેન્ટ”ની વાર્તા
“કાન્ડાન્ગોસ”ની હરોળ
Arquivo Público do Distrito Federal
Arquivo Público do Distrito Federal
૧
૧
૨
૩
૪
બ્રાઝિલીયાનું ભવ્ય દૃશ્ય
૧. સરકારી કચેરીઓ
૨. રાજકીય સભાનાં મકાન
૩. સર્વોચ્ચ અદાલત
૪. ત્રણેય કચેરીઓનું મેદાન
૫. કાર્યપાલકોની કચેરીઓ
૫
Secretaria de Turismo, Brasília
જગતની રાજધાનીઓ મધ્યે હરીયાળીમાં મોખરે