વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૧/૮ પાન ૨૫
  • પ્રાણઘાતક જોડી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રાણઘાતક જોડી
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • જીત અને હાર
    સજાગ બનો!—૧૯૯૮
  • ફેફસાંના રોગ
    સજાગ બનો!—૧૯૯૯
  • ટ્યૂબરક્યુલોસીસ ફરીથી હુમલો કરે છે!
    સજાગ બનો!—૧૯૯૬
  • કરોડોનું જીવન લેનાર
    સજાગ બનો!—૧૯૯૮
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૧/૮ પાન ૨૫

પ્રાણઘાતક જોડી

વર્ષ ૧૯૫૯ના અંતમાં, યુનાઈટેડ સ્ટેટ્‌સના આરોગ્ય કાર્યકર્તાએ ભાખ્યું કે ટીબીને જલદી જ કાઢી નાખવામાં આવશે. ખરેખર, ત્યાર પછીના થોડાં વર્ષોમાં રોગ ઝડપથી ઓછો થતો ગયો જેથી ઘણા લોકોને લાગ્યું કે એ અંકુશમાં છે. પરંતુ ટીબી પાછો આવ્યો છે. રોગપ્રતિકારક શક્તિ નબળી બનાવીને સામાન્ય રીતે એઈડ્‌સમાં પરિણમે એવા એચઆઈવીના વાઈરસ સાથે મળી ટીબી વધારે જીવલેણ જોવા મળ્યો છે.

લગભગ બે અબજ—જગતની વસ્તીના લગભગ ત્રીજા ભાગ—ટીબીના કીટાણું ધરાવે છે છતાં, એ લોકોને ખરેખર ટીબી થવાની શક્યતા તેઓના જીવનકાળ દરમિયાન ફક્ત ૧૦ ટકા છે. રસપ્રદ બાબત છે કે એચઆઈવીની અસરવાળા લોકોને ટીબી થવાનું જોખમ વાર્ષિક ૮ ટકા છે. માટે, વધારે લોકો એચઆઈવીના સંપર્કમાં આવે છે તેમ, ટીબી થવાનું જોખમ વધી જાય છે.

હૂ (વિશ્વ આરોગ્ય સંસ્થા)ના ડૉ. રીચર્ડ જે. ઓબ્રાયન નોંધે છે કે તાજેતરનાં વર્ષોમાં યુનાઈટેડ સ્ટેટ્‌સમાં લગભગ ૧૫ ટકા ટીબીના કેસો વધી ગયા છે. તે કહે છે આ, “મોટા ભાગના કિસ્સામાં ટીબી અને એચઆઈવીની અસર સાથે હોય છે.” તેમ છતાં, વિકાસશીલ દેશોમાં એનું જોખમ વધારે છે. દર વર્ષે ૯૦ ટકામાંથી એંસી લાખ નવા કેસો સૌથી ગરીબ દેશોમાં જોવા મળે છે, અને એમાંના લગભગ ત્રીસ લાખ દરદીઓ મરી જાય છે.

જગતવ્યાપી, કંઈક ૪૪ લાખ લોકો આ બંને જીવલેણ રોગના વાયરસથી પીડાય છે. હૂ ભાખે છે કે નજીકના ભાવિમાં, ટીબી વાર્ષિક લાખો વ્યક્તિઓનાં જીવનો લઈ લેશે જેમાં એચઆઈવીના દરદીઓનો પણ સમાવેશ થાય છે. પીટર પીજો, એચઆઈવી/એઈડ્‌સ કાર્યક્રમના સંયુક્ત રાષ્ટ્ર વ્યવસ્થાપક નિર્દેશકે કહ્યું, “આ બંને રોગો જાહેર જનતાના આરોગ્ય માટે આ દાયકાનું સૌથી મોટું જોખમ છે.”

New Jersey Medical School

—National Tuberculosis Center

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો