વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૬/૮ પાન ૪
  • અસ્તવ્યસ્ત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અસ્તવ્યસ્ત
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • અનિશ્ચિતતાઓ વિવાદ લાવે છે
  • શું કરવામાં આવી રહ્યું છે?
  • પરિવર્તનની કીમત
  • 1. સૂર્ય—ગરમી અને પ્રકાશનો ઉદ્‍ભવ
  • 2. વાતાવરણ
  • 3. પાણીની વરાળ
  • 4. કાર્બન ડાયોક્સાઈડ—જીવન માટે અનિવાર્ય
  • પરિબળોની જટિલ ગોઠવણ
  • શું આપણું જીવન જોખમમાં છે?
    સજાગ બનો!—૨૦૦૮
  • પરવાળાના ખડકોને બચાવવા શું થઈ શકે?
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૮
g98 ૬/૮ પાન ૪

અસ્તવ્યસ્ત

હવામાન

વિવિધ રીતોએ, આપણામાંના મોટા ભાગનાઓ કાર્બનયુક્ત બળતણ પર નિર્ભર છીએ. આપણે કાર અને અન્ય વાહનો ચલાવીએ છીએ જે પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે. આપણે વિદ્યુત યંત્રો દ્વારા ઉત્પન્‍ન થયેલ વીજળીનો ઉપયોગ કરીએ છીએ જે કોલસા, ગૅસ કે તેલથી ચાલે છે. આપણે રસોઈ બનાવવા કે તાપવા માટે લાકડાં, લાકડાંના કોલસા, કુદરતી ગૅસ અને કોલસા બાળીએ છીએ. આ સઘળું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનો ઉમેરો કરે છે. આ ગૅસ સૂર્યમાંથી આવતી ગરમીને રોકે છે.

આપણે પણ વાતાવરણમાં અન્ય ગરમી વધારતા ગૅસોનો ઉમેરો કરીએ છીએ. ખેતીમાં ખાતર તરીકે નાઇટ્રોજન નાખવાથી નાઇટ્રસ ઓક્સાઈડ નીકળે છે. ડાંગરનાં ખેતરો અને ઢોરઢાંખર-ઉછેર સ્થળોમાંથી મિથેન ગૅસ નીકળે છે. પ્લાસ્ટિક ફોમ ઉત્પાદન અને અન્ય ઔદ્યોગિક પ્રક્રિયાઓથી ક્લોરોફ્લૂરોકાર્બન (સીએફસી) નીકળે છે. સીએફસી ફક્ત ગરમી પકડી રાખે છે એટલું જ નહિ, પરંતુ પૃથ્વીના ઓઝોન પડનો પણ નાશ કરે છે.

સીએફસીના અપવાદ સિવાય, જેનું હવે નિયમન કરવામાં આવ્યું છે, એ ગરમી-રોકતા ગૅસનું પ્રમાણ વાતાવરણમાં વધી રહ્યુ છે. એનું કારણ પૃથ્વી પર લોકોની સંખ્યામાં વધારો, સાથોસાથ ઈંધણનો વધુ ઉપયોગ, તેમ જ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને ખેતીમાં વૃદ્ધિ છે. વૉશિંગ્ટનમાંની પર્યાવરણ સંરક્ષણ કચેરી મુજબ, માનવીઓ આજે દર વર્ષે છ અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ગરમી વધારનારા ગૅસ વાતાવરણમાં છોડી રહ્યા છે. આ ગૅસ કંઈ લોપ થઈ જતા નથી; એ દાયકાઓ સુધી વાતાવરણમાં રહી શકે.

સામાન્ય રીતે વૈજ્ઞાનિકો બે બાબતો વિષે નિશ્ચિત છે. પ્રથમ, તાજેતરના દાયકાઓ અને સદીઓમાં, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ગરમી વધારનારા ગૅસ વધ્યા છે. બીજું, છેલ્લા સો વર્ષોમાં, પૃથ્વીની સપાટી પરનું સરેરાશ તાપમાન ૦.૩થી ૦.૬ ડીગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે.

પ્રશ્ન એ છે કે, શું ગોળાવ્યાપી ગરમી અને ગરમી પકડી રાખતા ગૅસની માનવ-પ્રેરિત વૃદ્ધિ વચ્ચે કોઈ સંબંધ છે? અમુક વૈજ્ઞાનિક કહે છે કે શક્યપણે કોઈ સંબંધ નથી, તેમનું કહેવું છે કે તાપમાનમાં વધારો સહજ ભિન્‍નતાની હદની અંદર છે અને એ માટે સૂર્ય જવાબદાર હોય શકે. છતાં પણ, અનેક આબોહવા નિષ્ણાતો આંતર-સરકારી આબોહવા પરિવર્તન સમિતિના અહેવાલના શબ્દો સાથે સહમત છે. એમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં વધારો “કુદરતી કારણોસર જ હોય એ અશક્ય છે. . . . પુરાવા સૂચવે છે કે ગોળાવ્યાપી આબોહવા પર માનવીઓની અસર થઈ છે.” છતાં, હવામાન વિષે અનિશ્ચિતતા રહે જ છે કે માનવીઓની પ્રવૃત્તિઓ આપણા ગ્રહને વધુ ગરમ બનાવી રહી છે કે નહિ—ખાસ કરીને ૨૧મી સદીમાં જગત કેટલું જલદી વધુ ગરમ બની જશે, અને વાસ્તવમાં એનાં પરિણામો શું હશે.

અનિશ્ચિતતાઓ વિવાદ લાવે છે

આબોહવાશાસ્ત્રી ભાવિ ગરમી વધારાની અસરની આગાહી કરે છે ત્યારે, એ આબોહવા નમૂના પર આધાર રાખે છે જે જગતના સૌથી ઝડપી અને સૌથી શક્તિશાળી કૉમ્પ્યુટર પર ચલાવવામાં આવે છે. છતાં પણ, પૃથ્વીની આબોહવા પૃથ્વીના પરિભ્રમણ, વાતાવરણ, મહાસાગરો, બરફ, ભૂઆકૃતિઓ અને સૂર્યની અત્યંત ગૂંચવણભરી પારસ્પરિક અસર પર આધારિત હોય છે. આબોહવા મોટા પ્રમાણમાં એટલા બધા ઘટકોથી અસર પામે છે કે, કોઈ પણ કૉમ્પ્યુટર માટે આજથી ૫૦ કે ૧૦૦ વર્ષ પછી શું થશે એની નિશ્ચિત આગાહી કરવી અશક્ય છે. તાજેતરમાં જ સાયન્સ સામયિકે નોંધ્યું: “અનેક આબોહવા નિષ્ણાતો ચેતવણી આપે છે કે અત્યાર સુધી એ કદાપિ સ્પષ્ટ નથી થયું કે માનવ પ્રવૃત્તિઓએ આપણા ગ્રહને કેટલી હાનિ પહોંચાડી છે—અથવા વનસ્પતિગૃહ જેવી ઉષ્ણતા આવશે ત્યારે એ કેટલું ગંભીર હશે.”

અનિશ્ચિતતાઓને કારણે એ કહેવું સહેલું થઈ જાય છે કે કોઈ ભય નથી. જે વૈજ્ઞાનિકોને ગોળાવ્યાપી ઉષ્ણતાની શંકા છે, તેમ જ એવા શક્તિશાળી ઉદ્યોગો જેને હાલનો મોભો જાળવી રાખવામાં આર્થિક રસ છે, તેઓ દલીલ કરે છે કે હાલનું જ્ઞાન એવા કોઈ સુધારનાર પગલાં ભરવા વાજબી નથી, જે મોંઘું પડી શકે. છેવટે, તેઓ કહે છે, ભાવિ અમુક લોકો વિચારે છે એટલું ખરાબ નથી.

પર્યાવરણવાદીઓ એના વિરોધમાં કહે છે કે વૈજ્ઞાનિક અનિશ્ચિતતાઓને કારણે કાર્યનીતિ બનાવનારાઓએ શાંત રહેવું જોઈએ નહિ. એ સાચું છે કે કેટલાક ડરે છે તેમ ભાવિ આબોહવા એટલી ખરાબ હોય શકે નહિ, એ પણ શક્ય છે કે પરિસ્થિતિ એનાથી પણ ખરાબ હોય શકે! વધુમાં, તેઓની દલીલ છે કે ભાવિમાં શું બનશે એ નિશ્ચિત ન હોવાનો એ અર્થ નથી થતો કે જોખમને ઓછું કરવા માટે કંઈ કરવામાં ન આવે. ઉદાહરણ તરીકે, જે લોકો ધૂમ્રપાન કરવાનું છોડે છે તેઓ પહેલા વૈજ્ઞાનિક સાબિતીઓની માંગ કરતા નથી કે જો તેઓ ધૂમ્રપાન કરતા રહેશે તો ૩૦ કે ૪૦ વર્ષ પછી તેઓને ફેફસાંનું કૅન્સર થશે જ. તેઓ એને બંધ કરે છે કારણ કે તેઓ જોખમ જાણે છે અને એને ઓછું કરવા અથવા દૂર કરવા માંગે છે.

શું કરવામાં આવી રહ્યું છે?

ગોળાવ્યાપી ઉષ્ણતાની સમસ્યાની વ્યાપ્તિ વિષે—અને એ વિષે કે સમસ્યા છે કે નહિ—ખૂબ જ વિવાદ થઈ રહ્યો હોવાથી એમાં આશ્ચર્ય નથી કે એના વિષે શું કરી શકાય એ પર લોકોની ભિન્‍ન દૃષ્ટિઓ છે. વર્ષોથી પર્યાવરણ વૃંદોએ પ્રદૂષણ-મુક્ત ઊર્જાનો ઉપયોગ વધુ કરવા ઉત્તેજન આપ્યું છે. સૂર્ય, પવન, નદીઓ અને વરાળ તથા ગરમ પાણીના ભૂગર્ભીય સંચયસ્થાનથી ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે.

પર્યાવરણવાદીઓએ સરકારોને પણ વિનંતી કરી છે કે ગરમી-રોકતા ગૅસને બહાર કાઢવાનું ઘટાડવા માટે કાયદા પસાર કરે. સરકારોએ કાગળ પર સહી કરીને એમ કર્યું. ઉદાહરણ તરીકે, ૧૯૯૨માં, રીઓ ડી જાનેરો, બ્રાઝિલમાં થયેલા પૃથ્વી શિખર-સંમેલનમાં લગભગ ૧૫૦ દેશોના પ્રતિનિધિઓએ એક કોલકરાર પર સહી કરી અને પોતાના એ વચનની જવાબદારી લીધી કે ગરમી વધારતા-ગૅસ, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઈડ ઘટાડશે. ધ્યેય એ હતો કે વર્ષ ૨,૦૦૦ સુધીમાં, ઔદ્યોગિક રાષ્ટ્રો એવા ગૅસોનું પ્રમાણ ૧૯૯૦ના સ્તર સુધી ઘટાડી દેશે. જોકે અમુક દેશોએ એ બાબતે પ્રગતિ કરી છે, પરંતુ મોટા ભાગના ધનાઢ્ય દેશોએ તો વાતોનાં વડા જ કર્યા. ગરમી વધારતા ગૅસો ઘટાડવાની વાત તો બાજુએ જ રહી, પરંતુ મોટા ભાગનાં રાષ્ટ્રો એમાં પહેલાં કરતાં પણ ખૂબ જ વધારો કરી રહ્યા છે! દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્‌સમાં, એમ માનવામાં આવે છે કે વર્ષ ૨૦૦૦ સુધી, કાર્બન ડાયોક્સાઈડ ૧૯૯૦ કરતાં શક્યપણે ૧૧ ટકા વધશે.

તાજેતરમાં જ, પગલાં ભરવામાં આવ્યા છે કે આંતરરાષ્ટ્રીય કરારોને પીઠબળ આપવામાં આવે. વર્ષ ૧૯૯૨ની સંધિ મુજબ સ્વૈચ્છિક કાપકૂપની રાહ જોવાને બદલે, હવે ગરમી વધારતા ગૅસોનો ઘટાડો કરવાનો ફરજિયાત આદેશ આપવામાં આવે એવી માંગ છે.

પરિવર્તનની કીમત

રાજનેતાઓ પોતાને પૃથ્વીના મિત્રો તરીકે જોવામાં આવે એવી આકાંક્ષા રાખે છે. તેમ છતાં, તેઓ એના પર પણ નજર રાખે છે કે પરિવર્તનની અર્થતંત્ર પર શું અસર થઈ શકે. ધ ઇકોનોમિસ્ટ સામયિક અનુસાર, જગતના ૯૦ ટકા ઊર્જાશક્તિ માટે કાર્બનયુક્ત ઈંધણ પર નિર્ભર હોવાથી, એનો ઉપયોગ છોડી દેવો મોટા પરિવર્તનો લાવશે; અને પરિવર્તનની કીમત પર ગરમાગરમ વિવાદ ચાલી રહ્યો છે.

વર્ષ ૨૦૧૦ સુધીમાં ગરમી વધારતા ગૅસો ૧૯૯૦ના સ્તરથી ૧૦ ટકા નીચે ઘટાડવાની શું કીમત થશે? જવાબ તમે કોને પૂછો છો એના પર આધારિત છે. યુનાઈટેડ સ્ટેટ્‌સનો વિચાર કરો, જ્યાં દેશો કરતાં વધારે ગરમી વધારતા ગૅસો વાતાવરણમાં છોડવામાં આવે છે. ઉદ્યોગ જગતના નિષ્ણાત ચેતવે છે કે એવી કાપકૂપથી યુ.એસ. અર્થતંત્રને દર વર્ષે અબજો ડૉલરનું નુક્શાન થશે અને ૬,૦૦,૦૦૦ લોકો બેકાર બનશે. સરખામણીમાં ભિન્‍ન, પર્યાવરણવાદીઓ કહે છે કે આ ધ્યેય સુધી પહોંચવાથી અર્થતંત્રમાં દર વર્ષે અબજો ડૉલરની બચત થઈ શકે અને ૭,૭૩,૦૦૦ નવી નોકરીઓ ઊભી કરી શકે.

પર્યાવરણવાદી વૃંદોની ત્વરિત પગલાં ભરવાની માંગો છતાં, શક્તિશાળી ઉદ્યોગો—મોટરગાડી બનાવનારાઓ, તેલિયાઓ, કોલસા ઉત્પાદકો વગેરે—ગોળાવ્યાપી ઉષ્ણતાના ભયને ઓછો આંકવા માટે અને અશ્મિ બળતણનો ઉપયોગ છોડવાથી થનાર આર્થિક અસરને મીઠું-મરચું ભભરાવીને બતાવવા માટે પોતાના પુષ્કળ પૈસા અને પ્રભાવનો ઉપયોગ કરે છે.

વિવાદ ચાલુ છે. છતાં પણ, માનવીઓ આબોહવામાં દખલગીરી કરી રહ્યા છે અને એના વિષે ફક્ત વાતો સિવાય બીજું કંઈ નહિ કરે તો, બધા હવામાન વિષે વાતો તો કરે છે, પરંતુ એ વિષે કોઈ કંઈ કરતું નથી, એ કહેવત વિનાશક રૂપ ધારણ કરશે.

ગરમી વધારાની

અસર સચિત્ર

ગરમી વધારાની અસર: વનસ્પતિ ઉછેરગૃહમાંની કાચની દીવાલોની જેમ, પૃથ્વીનું વાતાવરણ, સૂર્યની ગરમી રોકે છે. સૂર્યપ્રકાશ પૃથ્વીને હૂંફાળી બનાવે છે, પરંતુ જે ગરમી પેદા થાય છે—જે અવરક્ત વિકિરણ દ્વારા આવે છે—જે વાતાવરણથી સહેલાઈથી છટકી શકતું નથી. એને બદલે, ગરમી વધારતા ગૅસો વિકિરણને રોકે છે અને એમાંનાં અમુકને ફરી પાછા પૃથ્વી તરફ મોકલે છે, આમ પૃથ્વીના પૃષ્ઠ પરની ઉષ્ણતા વધે છે.

1. સૂર્ય

2. ન છટકી શકતાં અવરક્ત કિરણો

3. ગરમી વધારતા ગૅસો

4. છટકી જતાં કિરણો

1

2

3

4

સૂર્ય

વાતાવરણ

પાણીની વરાળ (H20)

કાર્બન ડાયોક્સાઈડ (CO2)

આબોહવાને અંકુશમાં

રાખતાં પરિબળો

આપણે તાજેતરમાં ચાલી રહેલ ગોળાવ્યાપી ઉષ્ણતાનો વિવાદ સમજવો હોય તો, આપણે અમુક ભયાવહ પરિબળોની સમજણ મેળવવી જરૂરી છે જે આપણી આબોહવાને સ્વરૂપ આપે છે. ચાલો આપણે અમુક પાયારૂપ બાબતોનો વિચાર કરીએ.

1. સૂર્ય—ગરમી અને પ્રકાશનો ઉદ્‍ભવ

પૃથ્વી પર જીવન એ કદાવર નાભિકીય ભઠ્ઠી પર આધારિત છે જેને આપણે સૂર્ય કહીએ છીએ. પૃથ્વી કરતાં દશ લાખ ગણો મોટો સૂર્ય, ગરમી અને પ્રકાશનો પુરવઠો સદા-ભરોસાપાત્ર રીતે પૂરો પાડે છે. સૂર્યની ગરમીમાં ઘટાડો થવાથી આપણો ગ્રહ બરફીલો બની જશે; એમાં વધારો થવાથી પૃથ્વી ધગધગતો તવો બનશે. પૃથ્વી સૂર્યથી ૧૫ કરોડ કિલોમીટરના અંતરે ભ્રમણ કરતી હોવાથી, એ સૂર્યની બહિર્ગામી ઊર્જાશક્તિના ફક્ત સો અબજના એકમાંથી અડધું જ પ્રમાણ પ્રાપ્ત કરે છે. તથાપિ, એ માત્રા એવી આબોહવા ઉત્પન્‍ન કરવા માટે એકદમ યોગ્ય છે જેમાં જીવન ફૂલીફાલી શકે.

2. વાતાવરણ

—પૃથ્વીનો હૂંફાળો ધાબળો

ફક્ત સૂર્ય એકલો જ પૃથ્વીનું તાપમાન નક્કી કરતો નથી; આપણું વાતાવરણ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પૃથ્વી અને ચંદ્ર સૂર્યથી સમાન અંતરે આવેલા છે, એથી બંને સૂર્યમાંથી નીકળતી ગરમી લગભગ પૂરતા પ્રમાણમાં મેળવે છે. છતાં પણ, પૃથ્વીનું સરેરાશ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે ચંદ્રની સરેરાશ ઠંડક શૂન્યથી ૧૮ ડિગ્રી સેલ્સિયસ ઓછી છે. શા માટે આ તફાવત? કારણ કે પૃથ્વી પર વાતાવરણ છે; જ્યારે ચંદ્ર પર નથી.

આપણું વાતાવરણ—પૃથ્વી પર ઓક્સિજન, નાઇટ્રોજન અને અન્ય ગૅસોનું વાદળ—સૂર્યની અમુક ગરમીને રોકે છે અને બાકીને બહાર નીકળવા દે છે. આ પ્રક્રિયાને ઘણી વાર વનસ્પતિગૃહ સાથે સરખાવવામાં આવે છે. સંભવત, તમે જાણો છો તેમ, વનસ્પતિગૃહની દીવાલો અને છત કાચ કે પ્લાસ્ટિકની હોય છે. એમાં સૂર્યપ્રકાશ સહેલાઈથી જાય છે અને એને ગરમ કરે છે. એ જ સમયે, છત અને દીવાલો ગરમીને ધીરે ધીરે બહાર નીકળવા દે છે.

એ જ રીતે, આપણું વાતાવરણ સૂર્યપ્રકાશને આવવા દઈ પૃથ્વીના પૃષ્ઠને હૂંફાળુ થવા દે છે. બદલામાં, પૃથ્વી ગરમ ઊર્જાશક્તિને અવરક્ત કિરણ તરીકે વાતાવરણમાં પાછી મોકલે છે. આ કિરણોમાંના મોટા ભાગના સીધા અવકાશમાં જતા નથી કારણ કે વાતાવરણમાંના અમુક ગૅસ એને શોષી લે છે અને પાછા પૃથ્વી પર મોકલી દે છે, જે પૃથ્વીની ઉષ્મામાં વધારો કરે છે. ઉષ્ણતાની આ પ્રક્રિયાને વનસ્પતિગૃહ જેવી ગરમી વધારાની અસર કહેવામાં આવે છે. આપણું વાતાવરણ આ રીતે સૂર્યની ગરમીને ન રોકે તો, પૃથ્વી પણ ચંદ્રની જેમ નિર્જિવ થઈ જાય.

3. પાણીની વરાળ

—સૌથી અનિવાર્ય ગરમી વધારતો ગૅસ

આપણું નવ્વાણું ટકા વાતાવરણ બે ગૅસોથી બનેલું છે: નાઈટ્રોજન અને ઓક્સિજન. એઓથી પૃથ્વી પરના જીવન ટકાવી રાખનાર જટિલ ચક્રોમાં આ ગૅસ મહત્ત્વની ભૂમિકા ભજવે છે છતાં, એ આબોહવાનું નિયમન કરવામાં લગભગ કોઈ સીધી ભૂમિકા ભજવતું નથી. આબોહવા નિયમનનું કામ બાકીના ૧ ટકા વાતાવરણ પર છે, ગરમી-રોકી ગરમી વધારતો ગૅસ, જેમાં પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રસ ઓક્સાઈડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન અને ઓઝોનનો સમાવેશ થાય છે.

સૌથી અનિવાર્ય ગરમી વધારતો ગૅસને—પાણીની વરાળને— સામાન્ય રીતે ગૅસ માનવામાં આવતો નથી, કારણ કે આપણે પાણીને પ્રવાહીરૂપે જ વિચારીએ છે. છતાં, વાતાવરણમાંના પાણીની વરાળનો દરેક પરમાણુ ઊર્જાશક્તિથી ભરેલો હોય છે. ઉદાહરણ તરીકે, વાદળમાં વરાળ ઠંડી થઈને ઘટ્ટ બને છે ત્યારે, ગરમી છૂટી થાય છે, જે શક્તિશાળી વહેતા પ્રવાહમાં પરિણમે છે. આપણા વાતાવરણમાંની પાણીની વરાળનું ગતિવિજ્ઞાન હવામાન અને આબોહવા નક્કી કરવામાં અતિ મહત્ત્વની અને જટિલ ભૂમિકા ભજવે છે.

4. કાર્બન ડાયોક્સાઈડ—જીવન માટે અનિવાર્ય

ગોળાવ્યાપી ઉષ્ણતાની ચર્ચા કરવામાં આવે ત્યારે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઈડ વિષે વાત થાય છે. કાર્બન ડાયોક્સાઈડને માત્ર પ્રદૂષક કહીને નકામુ ઠરાવવું છેતરામણું છે. કાર્બન ડાયોક્સાઈડ પ્રકાશ સંશ્લેષણનો મહત્ત્વનો ભાગ છે, જે પ્રક્રિયાથી લીલા છોડ પોતાનો ખોરાક બનાવે છે. માણસો અને પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે. છોડ કાર્બન ડાયોક્સાઈડ અંદર લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. હકીકતમાં, આ ઉત્પન્‍નકર્તાએ કરેલી જોગવાઈઓમાંની એક છે જે પૃથ્વી પર જીવન શક્ય બનાવે છે.a છતાં પણ, વાતાવરણમાં વધારે પડતો કાર્બન ડાયોક્સાઈડ હોવો દેખીતી રીતે પથારીમાં એક વધારે ધાબળો નાખવા જેવું થઈ શકે. એ બાબતો વધુ ગરમ કરી શકે.

a પૃથ્વી પરનું લગભગ સર્વ જીવન એ સેન્દ્રિય ઉદ્‍ભવથી શક્તિ મેળવે છે, આમ તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે. છતાં પણ, એવી જીવરચના પણ છે જે મહાસાગરના પેટાળમાં અંધકારમાં ઉછરે છે અને અસેન્દ્રિય રસાયણોથી શક્તિ મેળવે છે. પ્રકાશ સંશ્લેષણને બદલે, આ જીવરચના રસાયણ સંશ્લેષણ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે.

પરિબળોની જટિલ ગોઠવણ

ફક્ત સૂર્ય અને વાતાવરણ જ આબોહવાને નક્કી કરતા નથી. એમાં મહાસાગરો અને હિમશિખરો, સપાટી પરના ખનિજો અને વનસ્પતિ, પૃથ્વી પર પરિસ્થિતિ વ્યવસ્થા, અનેક જીવરસાયણિક પ્રક્રિયાઓ અને પૃથ્વીના ભ્રમણ-પરિબળોનો પણ સમાવેશ થાય છે. આબોહવાના અભ્યાસમાં પૃથ્વીના લગભગ સમગ્ર વિજ્ઞાનનો સમાવેશ થાય છે.

કીઓટો કરાર

ડિસેમ્બર ૧૯૯૭માં, ૧૬૧ દેશોમાંના ૨,૨૦૦ કરતાં વધુ પ્રતિનિધિઓ કીઓટો, જાપાનમાં મળ્યા, જેથી ગોળાવ્યાપી ઉષ્ણતાના ભય વિષે કંઈક કરવા માટે, કાયદેસર સંધિ કે કરાર કરી શકે. એક સપ્તાહ કરતાં વધુ સમય ચર્ચાઓ કર્યા પછી, પ્રતિનિધિઓએ નિર્ણય કર્યો કે વર્ષ ૨૦૧૨ સુધી વિકસિત દેશોએ ગરમી વધારતા ગૅસો ઘટાડીને ૧૯૯૦ના સપાટીથી સરેરાશ ૫.૨ ટકા ઓછા કરવા જોઈએ. આ કરારનો ભંગ કરનારાઓ માટે પછીથી સજા નક્કી કરવામાં આવશે. બધાં રાષ્ટ્રો આ કોલકરારને વળગી રહે છે એમ ધારી લેવામાં આવે તો, ૫.૨ ટકાનો ઘટાડાથી શું ફેર પડશે? દેખીતી રીતે જ, સમુદ્રમાં એક બુંદ જેટલો. ટાઈમ સામયિકે અહેવાલ આપ્યો: “ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી માંડીને વાતાવરણમાં જે ગરમી વધારનારા ગૅસ એકઠા થઈ રહ્યા છે એમાં જરા સરખી પણ અસર પાડવા ૬૦% ઘટાડો કરવો પડશે.”

કીઓટો કરાર

ડિસેમ્બર ૧૯૯૭માં, ૧૬૧ દેશોમાંના ૨,૨૦૦ કરતાં વધુ પ્રતિનિધિઓ કીઓટો, જાપાનમાં મળ્યા, જેથી ગોળાવ્યાપી ઉષ્ણતાના ભય વિષે કંઈક કરવા માટે, કાયદેસર સંધિ કે કરાર કરી શકે. એક સપ્તાહ કરતાં વધુ સમય ચર્ચાઓ કર્યા પછી, પ્રતિનિધિઓએ નિર્ણય કર્યો કે વર્ષ ૨૦૧૨ સુધી વિકસિત દેશોએ ગરમી વધારતા ગૅસો ઘટાડીને ૧૯૯૦ના સપાટીથી સરેરાશ ૫.૨ ટકા ઓછા કરવા જોઈએ. આ કરારનો ભંગ કરનારાઓ માટે પછીથી સજા નક્કી કરવામાં આવશે. બધાં રાષ્ટ્રો આ કોલકરારને વળગી રહે છે એમ ધારી લેવામાં આવે તો, ૫.૨ ટકાનો ઘટાડાથી શું ફેર પડશે? દેખીતી રીતે જ, સમુદ્રમાં એક બુંદ જેટલો. ટાઈમ સામયિકે અહેવાલ આપ્યો: “ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી માંડીને વાતાવરણમાં જે ગરમી વધારનારા ગૅસ એકઠા થઈ રહ્યા છે એમાં જરા સરખી પણ અસર પાડવા ૬૦% ઘટાડો કરવો પડશે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો