અમારા વાચકો તરફથી
જકડી રાખતો પ્રેમ વહાલાં ભાઈઓ “બાઇબલનું દૃષ્ટિબિંદુ: જકડી રાખતો પ્રેમ” લેખ છાપવા બદલ, હું તમારો આભાર માનું છું. (નવેમ્બર ૮, ૧૯૯૬) મેં મારા માબાપના અચાનક મૃત્યુ સહિત, વર્ષોથી ઘણી વિશ્વાસની કસોટીઓનો સામનો કર્યો છે. પરંતુ મંડળના કોઈ પાસેથી આવતી કસોટી સૌથી આકરી છે. આ લેખે મને સામર્થ્ય અને દિલાસો આપ્યો છે, મેં જોયું કે, યહોવાહ મારા આંસુઓ અને મેં હૃદયમાં અનુભવેલું દુઃખ અને પીડા જાણે છે અને સમજે છે. હું શીખી કે પ્રેષિત પાઊલે પણ એવી જ પીડા સહન કરી હતી. મને ભરોસો છે કે યહોવાહ સમય આવ્યે મારા ઘા ભરી દેશે.
એસ. બી., કૅનેડા
આ દુષ્ટ વસ્તુવ્યવસ્થામાં, વ્યક્તિ આત્મિક બાબતો પરથી સહેલાયથી પોતાનું ધ્યાન ગુમાવી દે છે. આ લેખે મને ઘણું ઉત્તેજન અને પ્રેરણા આપી. થોડા વખત પહેલાં, હું દરરોજના જીવનની ચિંતાઓથી દબાઈ ગઈ હતી. આ લેખે મને આપણી અપૂર્ણ લાગણી કરતાં, ઈસુના પ્રેમ પર ભરોસો રાખવાના મહત્ત્વની કદર કરવા મદદ કરી.
એ. એમ., યુનાઇટેડ સ્ટેટ્સ
હું રાસાયણિક અસમતુલાના કારણે ઉદાસીનતાથી પીડાઈ રહી હતી. લેખે મને મારી ઉદાસીનતા ઠીક કરવા મદદ કરી હતી.
બી. યુ., યુનાઇટેડ સ્ટેટ્સ
રેડિયો “રેડિયો—એક શોધ જેણે જગતને બદલ્યું” સૌથી ઉત્તમ લેખ માટે તમારો પુષ્કળ આભાર. (નવેમ્બર ૮, ૧૯૯૬) હું ૧૮ વર્ષનો છું અને મને રેડિયો સાંભળવાનું ઘણું જ ગમે છે. મને રેડિયાના વિકાસ વિષેની ચર્ચા ઘણી રસપ્રદ લાગી. ખાસ કરીને એ જાણવું રસપ્રદ છે કે ભૂતકાળમાં યહોવાહના સાક્ષીઓ રાજ્યના સુસમાચાર ફેલાવવા રેડિયાનો ઉપયોગ કરતા હતા.
એફ. બી., ઇટાલી
પતંગિયું હું એકલો ખેતી વિસ્તારમાં પ્રચાર કરતો હતો અને “એક નાજુક પરંતુ સાહસિક મુસાફર” લેખને ચમકાવવાનું નક્કી કર્યું. (નવેમ્બર ૮, ૧૯૯૬) હું એક ખડતલ ખેડૂતને મળ્યો—એ એવી વ્યક્તિ ન હતી કે જેની સાથે હું સામાન્ય રીતે પતંગિયા વિષે વાત કરી શકું! તેમ છતાં, તે ચિત્રોની ઝલક જોયા પછી, તેણે સામયિકો લીધાં અને કહ્યું કે ખેતરમાં બહુ જ ઓછી પ્રકારના પતંગિયાઓ જોવા મળે છે. હું મૂકી ગયો ત્યાર પછી, તેની પત્ની સામયિક વાંચવામાં તલ્લીન થઈ ગઈ હતી. તેથી, પતંગિયાની માફક, હું પાછો ફરીશ—અને તેઓને દેવના રાજ્ય વિષે વધારે બતાવીશ!
બી. બી., ઇંગ્લૅંડ
મને આ એક સૌથી વધારે આનંદદાયક લેખ લાગ્યો હતો. સામયિક આવ્યાને થોડા જ દિવસો પછી, મેં જોયુ કે અમારું ઝાડ શહેનશાહ [મોનાર્ક]થી ભરેલું હતું! હું દેવનો તેમના અદ્ભુત ઉત્પત્તિ કાર્ય માટે આભાર માનું છું.
એસ. એમ., યુનાઇટેડ સ્ટેટ્સ
ખરાબ બાબતો થવા દે છે “યુવાન લોકો પૂછે છે . . . શા માટે દેવ ખરાબ બાબતો થવા દે છે?” લેખ માટે તમારો આભાર. (નવેમ્બર ૮, ૧૯૯૬) અવિશ્વાસી પતિ કે જે સ્ત્રીઓને માન આપતો નથી જેની સાથે લગ્નના ૧૮ વર્ષ દરમિયાન એકલવાયાપણું, માનહાનિ, અને ઊંડી ગમગીનતા પછી, યહોવાહ પ્રેમાળ દેવ છે જે આપણી કાળજી રાખે છે એ વાંચવું દરદ મટાડનાર મલમ જેવું હતું. એ યહોવાહ પોતે મને દિલાસો આપે છે એના જેવું હતું.
એચ. ટી., યુનાઇટેડ સ્ટેટ્સ
સિગારેટ મને “સિગારેટ—શું તમે એને તરછોડો છો?” લેખ પર ટીકા આપવાનું ગમશે. (નવેમ્બર ૮, ૧૯૯૬) કેવા દુઃખની વાત કે હું વર્ષો પહેલાં એ જાણતી ન હતી! આ વર્ષે મારા પતિ ફેફસાંના કૅન્સરથી મરણ પામ્યા. તે ૫૦ વર્ષથી ભારે ધૂમ્રપાન કરતા હતા. હું પોતે પણ જાણતી ન હતી કે સિગારેટની આવી વિનાશક અસર હતી.
એચ. જી., જર્મની