વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૮/૮ પાન ૨૮-૨૯
  • વિશ્વ નિહાળતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ નિહાળતા
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • ભવિષ્ય વિષેના અભિપ્રાયો
  • “પ્રમાણિક” છેતરપિંડી
  • મૃત સમુદ્ર
  • અક્સીર ઇલાજ મળ્યો?
  • જાપાનમાં માણસોના ઉપયોગનું પુનરાગમન
  • ધૂમ્રપાન કરનારા યુરોપિયનો
  • અવાજથી કંટાળેલા?
  • જંતુનાશક વિનાશ
  • લોહી વિનાની દવા
  • દુનિયાના સૌથી મોટા જેલર
  • પુનઃપ્રક્રિયા કરવામાં બુદ્ધિ છે
  • સ્વાસ્થ્યપ્રદ ખોરાક પસંદ કરવો
    સજાગ બનો!—૧૯૯૭
  • તમારા સ્વાસ્થ્યનું
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૭
g97 ૮/૮ પાન ૨૮-૨૯

વિશ્વ નિહાળતા

ભવિષ્ય વિષેના અભિપ્રાયો

૨૧મી સદી નજીક આવે છે તેમ, ભવિષ્ય વિષેના અભિપ્રાયો વધી રહ્યાં છે. યુનાઇટેડ સ્ટેટ્‌સના ન્યૂઝવીકની ગણતરી અનુસાર, નજીકની સદી વિષે લોકો પોતાની અપેક્ષાઓ રાખતા હતા. લગભગ ૬૪ ટકા અવલોકને ભાખ્યું કે અવકાશવીરો મંગળગ્રહ પર ચાલશે. લગભગ ૫૫ ટકા આશા રાખે છે કે છેવટે માણસજાત વિશ્વમાં બીજી જગ્યાઓએ વસશે. સિત્તેર ટકા લોકો વિચારે છે કે વૈજ્ઞાનિકો એઇડ્‌સનો ઇલાજ શોધશે અને ૭૨ ટકા ભાખે છે કે કૅન્સરના ઇલાજમાં પ્રગતિ થશે. એક નિરાશાત્મક નોંધ બતાવે છે કે, ઇન્ટર્વ્યૂ લેવામાં આવેલા ૭૩ ટકા લોકોએ શ્રીમંત અને ગરીબ વચ્ચેનું વ્યાપક અંતર અગાઉથી જોયું, અને ૪૮ ટકા લોકો ગત ૧૦૦ વર્ષ કરતાં વધારે યુદ્ધોની અપેક્ષા રાખે છે. લગભગ ૭૦ ટકા વિચારે છે કે માણસ જગતની ભૂખ કાઢી નાખી શકશે નહિ.

“પ્રમાણિક” છેતરપિંડી

આર્જેન્ટિનામાં વીમા કંપની દર વર્ષે પોતાના ઘરાકના વિશ્વાસઘાતના કારણે લગભગ ૨૦ કરોડ ડૉલરની ખોટ સહન કરે છે. પરિણામે, બીજા દેશોના કરતાં વાહન વીમાની કિંમત લગભગ ૩૦ ટકા વધી છે. વર્તમાનપત્ર એમ્બીટો ફીનાસાયરો અનુસાર, “લગભગ અડધા ભાગના છેતરપિંડી કરનારાઓને ‘પ્રમાણિક નાગરિક’ કહેવામાં આવતા હતા.” લગભગ ૪૦ કરતાં વધારે વીમા ધારકો કહે છે કે એક કે બીજી રીતે પોતાના વીમાનો દુરુપયોગ કરવામાં આવે છે. વર્તમાનપત્ર સમાપ્તિ કરે છે કે આ છેતરપિંડી કરનારી પ્રવૃત્તિ એ એક અસંતોષી ઉપભોક્તાઓના વેરનું એક રૂપ છે જેઓને લાગે છે કે તેઓની વીમા કંપનીઓએ તેઓ સાથે છેતરપિંડી કરી છે.

મૃત સમુદ્ર

મૃત સમુદ્ર સુકાઈ રહ્યો છે. યુ.એસ.ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટ કહે છે “પહેલેથી જ પૃથ્વીના પાણીનું સૌથી નીચેનું સ્તર, (દુનિયાના સમુદ્રનું સ્તર ૪૧૦ મીટર નીચું છે) મૃત સમુદ્રની સપાટી સતત ઘટી રહી છે. શા માટે? મૃત સમુદ્ર પાણીના મુખ્ય ઉદ્‍ભવમાંની યર્દન નદીમાંથી બાષ્પીભવનની અસર સિવાય, સિંચાઈ પદ્ધતિ અને બંધથી પાણી અન્ય દિશામાં વાળવામાં આવે છે. વળી, “આવા રાસાયણિક કારખાનાઓ કે જે મૃત સમુદ્રના પાણીમાંથી ખનીજ શોધી કાઢવા માટે બાષ્પીભવન તળાવોમાં જાય છે, આ સંકોચન કરવામાં વધારો કરી રહ્યાં છે.” વર્ષ ૧૯૫૦ના મધ્ય દાયકાથી, મૃત સમુદ્રની સપાટી લગભગ ૨૦ મીટર ઘટી ગઈ છે. એક અંદાજે સુધાર્યું કે તાજેતરની એક ચર્ચામાં જણાવવામાં આવ્યું કે ૧૯૦ કિલોમીટરની નહેર બાંધવામાં આવી છે કે જે રાતા સમુદ્રમાંથી પાણી લાવશે. આ પાણીને ૧૨૦ શિરોલંબ મીટર ઊંચું ચઢાવવામાં આવશે અને ત્યાર પછી ૫૩૦ શિરોલંબ મીટરેથી મૃત સમુદ્રમાં પાડવામાં આવશે.

અક્સીર ઇલાજ મળ્યો?

એક અભ્યાસ અનુસાર, “ઓછી ચરબીવાળો તેમજ ફળો અને શાકભાજીનો ખોરાક લોહીનું દબાણ ઓછું કરે છે અને દવા જેટલું જ અસરકારક છે એ પહેલી વખત જોવામાં આવ્યું છે,” ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે. રાષ્ટ્રીય હૃદય, ફેફસાં અને લોહી સંસ્થાના, અટકાવ વૈજ્ઞાનિક સંશોધન વૃંદના આગેવાન ડૉ. ડેનિશ સીમોન-મોર્ટોન, કહે છે કે અભ્યાસ સૂચવે છે કે “ફળો અને શાકભાજીનો ખોરાક ઘણી સમસ્યાઓ અટકાવવા મદદ કરી શકે છે”​—⁠હૃદયના રોગ, લોહીનું ઊંચું દબાણ, અને ઘણાં કૅન્સર. આ અભ્યાસે સમગ્ર દેશના છ તબીબી કેન્દ્રોમાં, હજારો વયોવૃદ્ધોના ખોરાક સંબંધી ફેરફારોએ અસર જોઈ. ભાગ લેનારાઓને ત્રણ વૃંદમાં અલગ કરવામાં આવ્યાં હતા. એક વૃંદને અમેરિકન ખોરાકની જેમ “સરેરાશ” ખોરાક આપવામાં આવ્યો હતો. બીજા વૃંદને વધારે ફળો અને શાકભાજીનો ખોરાક આપવામાં આવ્યો હતો પરંતુ બીજી બધી વસ્તુઓ સરખી જ રહી હતી. ત્રીજા વૃંદને વધારે પ્રમાણમાં ફળો, શાકભાજી અને ઓછી-ચરબીવાળી દૂધની બનાવટ ખોરાક તરીકે આપવામાં આવી કે જે કુલ ચરબી, કોલેસ્ટ્રોલ, અને સંતૃપ્ત ચરબીના ઓછા પ્રમાણમાં હતી. બંને બીજા અને ત્રીજા વૃંદનામાં લોહીના દબાણમાં ઘટાડો હતો કે જે તબીબી રીતે નોંધપાત્ર હતું, પરંતુ ત્રીજા વૃંદના ખોરાકના પરિણામે સૌથી સારું પરિણામ બતાવ્યું. લોહીના ઉંચા દબાણવાળા ભાગ લેનારાઓ માટે, દવાનો ઉપયોગ કરવાથી મેળવવામાં આવતા પરિણામ કરતાં વધારે સારું હતું. આ બે ખોરાકો દરરોજના નવથી દશ વખત શાકભાજી અને ફળોનો સમાવેશ કરે છે.

જાપાનમાં માણસોના ઉપયોગનું પુનરાગમન

“જાપાની ઉદ્યોગોમાં બહુ મોટા પાયા પર ફેરફારો થઈ રહ્યાં છે,” ફાર ઈસ્ટર્ન ઈકોનોમીક રીવ્યુ સમાચાર સામયિક નોંધે છે. “બે દાયકાઓથી, જાપાની કારખાનાઓ માણસના બદલે યંત્રો મૂકી કાર્યકુશળતા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હવે માણસોનું પુનરાગમન થઈ રહ્યું છે. થોડાંએક મોટા-મોટા ઉત્પાદકો વાસ્તવમાં યંત્રમાનવ કાઢીને એઓના બદલે માનવનો ઉપયોગ કરી રહ્યા છે.” શા માટે? કારણ કે માણસ પાસે જે છે એ યંત્રમાનવ પાસે નથી​—⁠લવચીકતા. મૉડલ બદલવાનો સમય આવે છે ત્યારે, માનવ ઝડપથી એને અનુકૂળ બની શકે છે, જ્યારે કે યંત્રમાનવનો કાર્યક્રમ બદલવા મહિનાઓ લાગી શકે છે. “પરિણામ એ આવ્યું કે અમે યંત્રમાનવની જેમ છેવટે લોકોનો ઉપયોગ કરવા લાગ્યા,” એનઈસીના એક કારખાનાના પ્રમુખ ટોમીકી મીઝુકામી કહે છે. “પરંતુ હવે તેઓની બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે. યંત્રમાનવનો ઉપયોગ કરવો સારું હતું, પરંતુ અમે હવે શોધી કાઢ્યું છે કે વાસ્તવમાં લોકોનો ઉપયોગ કરવાથી કામ વધારે ઝડપથી થાય છે.” દાખલા તરીકે, એ શોધી કાઢવામાં આવ્યું કે એનઈસીના કારીગરો યંત્રમાનવના કરતાં ૪૫ ટકા વધારે કાર્યકુશળતાથી ફોન ભેગા કરી શકે છે. લોકો યંત્ર કરતાં ઓછી જગ્યા પણ રોકે છે, અને યંત્રમાનવ કરતાં યંત્રો ઓછા જટિલ હોય છે પરિણામે ઓછા કારીગરો અને ઓછો નિભાવ ખર્ચ છે. સામયિકે કહે છે કે, “ઓછા સ્વયંસંચાલિત યંત્રોના બે કે ત્રણ વર્ષ ઓછા ઉપયોગ પછી, ઉત્પાદકો દાવો કરે છે કે સારી એવી બચત થાય છે અને ઉત્પાદનમાં વધારો થયો છે.”

ધૂમ્રપાન કરનારા યુરોપિયનો

ફ્રેંકફર્ટ જર્મનીના નાસાઉઈશ નોઈ પ્રેસ અહેવાલ આપે છે કે યુરોપિય અને ચાની નાગરિકો દુનિયાના સૌથી વધારે તમાકુનું સેવન કરનારા છે. યુરોપિય સંઘમાં, ૪૨ ટકા માણસો અને ૨૮ ટકા સ્ત્રીઓ ધૂમ્રપાન કરે છે. તેમ છતાં, આ ટકા ૨૫થી ૩૯ વર્ષની વયના વૃંદમાં વધારે પ્રમાણમાં છે. દર વર્ષે ધૂમ્રપાન જર્મનીમાં ૧,૦૦,૦૦૦ વ્યક્તિઓને અને બીજા ૧,૦૦,૦૦૦ બ્રિટનમાં મૃત્યુ પામે છે. તાજેતરમાં, ચેક પ્રજાસત્તાકના પ્રમુખ વાટસ્લેફ હાવેલના ફેફસાંના કૅન્સરની સારવાર કરવામાં આવી, તે ઘણાં વર્ષોથી વધુ પડતું ધૂમ્રપાન કરતા હતા. સુઈતદોઈશી ત્સીતંગુ અહેવાલ આપે છે કે પ્રમુખે ધૂમ્રપાન કે સ્વાસ્થ્ય નામની યુરોપિય ચળવળને લખ્યું કે એ ધૂમ્રપાનની ટેવ છોડી દેવામાં સફળ થતા લોકોના વખાણ કરે છે.

અવાજથી કંટાળેલા?

બ્રિટનના ન્યુ સાયન્ટિસ્ટ સામયિકમાં આપવામાં આવેલ અહેવાલના અભ્યાસ અનુસાર અવાજ તરફ તમારું ધ્યાન, પછી ભલેને એ ઓછો હોય, તમને કંટાળો આપી શકે. આ પ્રકારની શોધ ધ્યાનમાં રાખીને, વિશ્વ આરોગ્ય સંસ્થાએ રાત્રીના સુરક્ષિત અવાજ સ્તર વિષે પોતાના માર્ગદર્શનને બદલ્યું છે. આ પુરાવો ખાસ ચિંતાનો વિષય બતાવે છે કે બાળકો સવિશેષ જોખમમાં હોઈ શકે. એક અભ્યાસે શોધી કાઢ્યું કે મ્યૂનિક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક રહેતાં બાળકોને લોહીનું ઊંચું દબાણ અને ઉશ્કેરાટનું ઊંચું સ્તર બંને હતું. સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું કે બાળકો પોતાની વાંચવાની ક્ષમતાઓ અને પોતાની યાદ રાખવાની શક્તિમાં ઘટાડાને પણ સહન કરે છે. અવાજ નિષ્ણાત એલન બ્રોનસોફ્ટે કહે છે, એવા લોકો જેઓ અવાજથી ટેવાઈ ગયા હોય એવા દેખાય છે તેઓ “હંમેશા પોતાના નિયમિત કાર્યને નુકશાન” પહોંચાડી એમ કરે છે. “અવાજ એક તણાવ કરે છે અને છેવટે એ શારીરિક નુકશાન પહોંચાડે છે.”

જંતુનાશક વિનાશ

ફિલિપાઇન્સની આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા અનુસાર, જો ખેડૂતો જંતુનાશક દવાનો જરાય ઉપયોગ ન કરે તો ચોખાનું ઉત્પાદન સરખું જ રહેશે. એક જંતુશાસ્ત્રીએ ફિલિપાઇન્સમાં રાખવામાં આવેલી વર્લ્ડ ફૂડ શૂમ્મીટ ચોખાની સંસ્થાને જણાવ્યું કે પાક પર વિશાળ પ્રમાણમાં છાંટવું દુર્વ્યય કરનારું અને બિનજરૂરી બંને છે. નવા વૈજ્ઞાનિક (અંગ્રેજી) સામયિક અહેવાલ આપે છે કે ખેડૂતો વર્ષના ખોટા સમયે છાંટે છે એટલું જ નહિ, પરંતુ વાસ્તવમાં તેઓ ખોટા જંતુનો નાશ કરે છે. વધુમાં, ઘણા ખેડૂતો રસાયણોનો ઉપયોગ કરે છે ત્યારે સાવચેતીની સલાહની અવગણના કરે છે, અને એનો વધારે ઉપયોગ કરે છે, કે જે સહેલાયથી શ્વાસમાં લેવાય છે, અથવા જમીનમાં વનસ્પતિનાશક સાથે ભળી અને હાથથી ફેલાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અહેવાલ આપે છે કે તાજેતરમાં દર વર્ષે જગતવ્યાપી ૨,૨૦,૦૦૦ જંતુનાશકના કારણે અને ૩૦ લાખ ઝેરથી મરણ પામે છે.

લોહી વિનાની દવા

ધ ગ્લોબ ઍન્ડ મેલ વર્તમાનપત્ર અહેવાલ આપે છે કે, “લોહીથી ફેલાતા રોગો અને લાંબા સમયથી દાન કરેલા લોહીની ઉણપના ડરે શક્ય હોય ત્યાં રક્તદાન રોકવા માટે વિશેષ પ્રયત્ન કર્યો છે.” લોહી વિનાની દવા અને શસ્ત્રક્રિયા, લોહીના સ્ત્રાવની ખૂબ સાવધાનીથી કરવામાં આવેલા નિયંત્રણ પર આધારિત છે, અને “યહોવાહના સાક્ષીઓની સારવાર કરવા માટે ઘણી નવી ટેકનિકો શરૂઆતમાં જ વિકસિત કરવામાં આવી હતી.” ડૉ. જેમ્સ એ. રોબેલી, ઓટ્ટાવા હૃદય સંસ્થા વિશ્વવિદ્યાલયના નિશ્ચેતક, ઘણી હૉસ્પિટલોમાંની એકે લોહી વિનાની શસ્ત્રક્રિયા કાર્યક્રમને અમલમાં મૂકી, કબૂલ્યું: “હું ખરેખર માનું છું કે તેઓ [યહોવાહના સાક્ષી]એ આ વિષય પર અમારી સૂધબૂધ વધારી છે.”

દુનિયાના સૌથી મોટા જેલર

યુ.એસ. ન્યાય વિભાગ કહે છે, વર્ષ ૧૯૯૫માં અમેરિકાના દરેક ૧,૦૦,૦૦૦ રહેવાસીઓમાંથી ૬૧૫ લોકો કેદમાં હતા. ધ વોલ સ્ટ્રીટ જરનલ અહેવાલ આપે છે કે, આ ૧૯૯૫ના દર કરતાં વધારે છે, જે એને દુનિયામાં પ્રથમ સ્થાને આવે છે. રશિયા બીજા સ્થાને આવે છે, લગભગ તાજેતરમાં પ્રાપ્ય આંકડા (૧૯૯૪)ના આધારે, ૧,૦૦,૦૦૦ દીઠ ૫૯૦ વ્યક્તિઓ જેલમાં છે.

પુનઃપ્રક્રિયા કરવામાં બુદ્ધિ છે

કારાકાસ, વેનેઝુએલાના વર્તમાનપત્ર એલ યૂનિવર્સલ અનુસાર, ઍલ્યુમિનિયમ કૅનની પુનઃપ્રકિયા કરી નવા કૅન બનાવવા ઉપયોગમાં લેવામાં આવતી શક્તિમાં ૯૦ ટકા બચત થાય છે. કાગળની પણ પુનઃપ્રક્રિયા કરવી પર્યાવરણ બુદ્ધિની બાબત છે. કાગળની પુનઃપ્રક્રિયા કરવાથી, નવા કાગળને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી શક્તિથી પચાસ ટકા ઓછી શક્તિનો ઉપયોગ થાય છે, પાણીનું પ્રદૂષણ ૫૮ ટકા ઘટી ગયું છે, અને હવાના પ્રદૂષણમાં ૭૪ ટકા ઘટાડો થયો છે. કાચમાં પણ સારો લાભ થયો છે કારણ કે એને પૂરી રીતે, વારંવાર પુનઃપ્રક્રિયા કરવામાં આવી શકે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો