વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૪/૮ પાન ૩૦
  • અમારા વાચકો તરફથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અમારા વાચકો તરફથી
  • સજાગ બનો!—૧૯૯૭
  • સરખી માહિતી
  • લાઇમ રોગ
    સજાગ બનો!—૧૯૯૬
  • કાર્નિવલની ઊજવણી કરવી
    સજાગ બનો!—૧૯૯૬
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૭
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૪/૮ પાન ૩૦

અમારા વાચકો તરફથી

ફોન પર રીતભાત  “ફોન પર તમારી રીતભાત કેવી છે?” એ સુંદર લેખ બદલ તમારો આભાર. (જુલાઈ ૮, ૧૯૯૬) હું કામ કરું છું એ બૅંકમાં ગ્રાહકોને ફોન દ્રારા સેવા આપવામાં આવે છે. મેં મારા સુપરવાઈઝરને એ લેખ આપ્યો, અને તેમણે મને કહ્યું કે તેમને આ લેખ લાભદાયી, સમયસરનો, અને વ્યવહારું લાગ્યો. તેમણે મને આ લેખ અમ ૩૨ ફોન ઑપરેટરોને વારાફરતી આપવા જણાવ્યું.

એન. જે. એસ., બ્રાઝિલ

ગુનાહિત હેતુથી અનાવશ્યક ફોન કરનારાઓથી ભૂતકાળમાં અમે મુશ્કેલી અનુભવી હોવાથી, અમે ટેલિફોન કંપનીની સૂચનાઓ લાંબા સમયથી અનુસરીએ છીએ કે ત્રણ વાર નમ્ર વિનંતી કર્યા છતાં ફોન કરનાર પોતાની ઓળખ આપવાની ના પાડે તો ફોન બાજુ પર મૂકી રાખવો. એનાથી કેટલીક વખત મનદુઃખ પરિણમ્યું છે જ્યારે મિત્ર ફોન કરે અને કોણ છે એ ધારવા માટે કહે—જે મજાકનો લેખમાં નિર્દેશ કરેલ છે. આવા લેખો આવી નાની નજીવી બાબતોમાં પણ સારો વ્યવહાર અને સમજણ વધારે છે.

જી. એ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

લાઇમ રોગ  “લાઇમ રોગ​—શું તમે જોખમ હેઠળ છો?” લેખ માટે તમારો આભાર. (જુલાઈ ૮, ૧૯૯૬) એક ચિકિત્સક તરીકે, મેં તાજેતરમાં આ રોગવાળા ઘણા દર્દીઓ જોયા, અને હું તમે જણાવેલ સાવચેતીના પગલાંને સમર્થન આપું છું. મોટા ભાગના કિસ્સાઓમાં દર્દીઓ એને ગંભીરતાપૂર્વક લેતા નથી અને એટલે લાંબા સમય સુધી વેઠે છે. સજાગ બનો!એ સંધિવા પ્રકારના રોગ તરફ ધ્યાન દોર્યું, જે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં સામાન્ય છે. યુરોપમાં અન્ય બે રોગકારક કીટાણું (પેથોજીન) શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાં પરંપરાગત પ્રયોગશાળા ચકાસણી કામ લાગી શકે નહિ. એન્ટિબાયોટિક્સ ફક્ત લાઈમ રોગના શરૂઆતના તબક્કામાં જ અસરકારક હોય છે અને પછીથી ઘણી વાર અસરહીન બને છે.

એલ. એસ., જર્મની

લાઈમ રોગથી પીડાતી વ્યક્તિ તરીકે, મને આ અદ્‍ભુત લેખ ઘણો ઉત્તેજનકારક લાગ્યો. હું આશા રાખું છું જે સર્વ એ વાંચે તે આ રોગને ગંભીરતાથી લેખે અને સર્વ જરૂરી સાવચેતીના પગલાં લે.

ડી. પી., યુનાઈટેડ સ્ટેટ્‌સ

શીખવાનો વિકાર  “યુવાન લોકો પૂછે છે . . . શા માટે હું શીખી શકતી નથી?” એ લેખની હું ખરેખર કદર કરું છું. (જુલાઈ ૮, ૧૯૯૬) લેખમાં ઉલ્લેખવામાં આવેલાં અમુક કારણોને લીધે હું શાળામાં સખત મહેનત કરી રહી છું. હું તમારા સૂચનોનો અમલ કરવાની છું. તમારો ખૂબ આભાર.

આર. સી., યુનાઈટેડ સ્ટેટ્‌સ

હું શીખવામાંથી સદંતર રસ ગુમાવી રહ્યો હતો અને શાળામાં એકાગ્રતા રાખતો ન હતો. લેખમાં આપવામાં આવેલાં સૂચનો અમલમાં મૂકવાથી, હું આશા રાખું છું કે મારી શીખવાની આદતો સુધારીશ.

એમ. ઈ. ઓ., યુગાન્ડા

મારામાં શીખવાનો કંઈ વિકાર નથી, પરંતુ બસ મને અભ્યાસ કરવાનું ગમતું જ નથી. મને ગણિતનાં સૂત્રો યાદ રાખવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. વારુ, આ લેખે પુનરાવર્તન વિષે ઉલ્લેખ કર્યો અને મોટેથી વાંચવું ટૂંકા-ગાળાની યાદશક્તિ માટેની સમસ્યા માટે મદદરૂપ છે. પહેલાં હું વિચારતો હતો કે મોટેથી વાંચવું કેવું મૂર્ખામીભરેલું લાગશે, પરંતુ એમ કર્યું ત્યારે, એ આનંદમય હતું!

એન. એલ., જાપાન

બહારવટિયો  ફ્રેન્ક મનિનોનો અનુભવ પ્રકાશિત કરવા બદલ આભાર, જેનું શીર્ષક હતું “હું બહારવટિયો હતો.” (જુલાઈ ૮, ૧૯૯૬) એ મને સ્પર્શી ગયો અને મને સમજણ આપી કે આપણા ઉત્પન્‍નકર્તા યહોવાહ, કેટલા શક્તિશાળી અને પ્રેમાળ છે. હું ૩૦ વર્ષથી તેમની સેવા કરી રહી છું, અને આ અનુભવે મને ઉત્તેજન આપ્યું કે હું સ્વતંત્ર છું ત્યારે મારે પ્રચાર કાર્યમાં મારાથી બનતું બધું જ કરવું જોઈએ.

ઈ. બી., ઇટાલી

આ લેખે મને ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપવાના લહાવાની કદર કરવા મદદ કરી. મારામાં વ્યક્તિગત પૂર્વતૈયારીની ઊણપને કારણે સભાઓમાં મોડા જવાની આદત પડી ગઈ હતી. જેલમાં ફ્રેન્ક મનિનોને થોડીક જ સ્વતંત્રતા હતી, પરંતુ તેમનું જીવન ખૂબ જ ફળદ્રુપ હતું.

ડી. ડબલ્યુ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

ફ્રેન્ક મનિનો જેલમાં કેદ હતા છતાં, તેમણે દેખાડેલ અદમ્ય ઉત્સાહથી હું ઉત્તેજીત થઈ ગઈ. જોકે તેમના જીવનની શરૂઆત સારી ન હતી છતાં, હવે તે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

સી. આર., યુનાઈટેડ સ્ટેટ્‌સ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો