વિ શ્વ નિ હા ળ તા
નકલી દવાઓથી સાવધાન રહો
નકલી દવાઓના વેપારમાં ૧૬ અબજ ડૉલરના વાર્ષિક વેચાણ સાથે તેજી આવતી જાય છે. પૅરિસ સમાચારપત્ર લે મોન્ડે અનુસાર “જગત સ્વાસ્થ્ય સંસ્થા (હુ) અંદાજે છે કે દર વર્ષે જગતમાં વેચાયેલી ૭ ટકા દવાઓ નકલી હોય છે.” બ્રાઝિલમાં એની ટકાવારી ૩૦ ટકાથી વધુ, અને આફ્રિકામાં, ૬૦ ટકાથી વધુ હોઈ શકે. અસલી ઉત્પાદનના નબળા અનુકરણથી માંડીને પૂરેપૂરા બિનઉપયોગી અથવા ઝેરી પદાર્થો સુધી નકલી દવાઓ હોઈ શકે છે. લે મોન્ડે, નાઇજીરમાં મસ્તિષ્કાવરણ શોથના રોગના ઉદાહરણનો ઉલ્લેખ કરે છે, જ્યાં હજારોને રોગ અવરોધક રસી મૂકવામાં આવી હતી જે માત્ર પાણી જ હતું. અને નાઈજીરિયામાં, તેઓએ હિમનિરોધી સીરપ આપ્યું ત્યારે, ૧૦૯ બાળકો મરી ગયા. સમાચારપત્ર જણાવે છે, “હૉસ્પિટલ પોતે વારંવાર કાળા બજારમાંથી દવાઓ ખરીદે છે કારણ કે એ આ ઉત્પાદનોને બહુ જ સસ્તા દરે આપે છે.” ઘણા દેશોમાં સ્વાસ્થ્ય સત્તાઓને બિનઅસરકારક અથવા દૂષિત કાયદાની વ્યવસ્થાને કારણે સમસ્યાઓનો હલ મેળવવો મુશ્કેલ બને છે.
હાડકાના વેપારીઓ
“યુદ્ધથી તારાજ પામેલ કાબુલના નિરાશ રહેવાસીઓ વેચવા માટે માનવીનાં હાડકાં ખોદી કાઢે છે, જેનો ઉપયોગ મરઘીના ખોરાક તરીકે કરવામાં આવે છે, રેઉટર સમાચાર સેવા અહેવાલ આપે છે. હાડકાં, જે કેલ્સિયમ, ફોસ્ફેટ, અને કારબોનેટથી ભરપૂર હોય છે, એનો ઉપયોગ પ્રાણીના ખોરાક, સાબુ, અને રાંધવાનું તેલ બનાવવામાં થયો છે. લગભગ ૬ કિલોગ્રામ વજનનું હાડપિંજરનું મૂલ્ય ૫૦ સેન્ટ્ મળી શકે, એ આ ઘણા ગરીબ દેશની તુલનામાં પૈસાની બહુ મોટી રકમ છે. “એ નફાકારક વેપાર છે,” ૧૪ વર્ષનો ફાઝડેન કહે છે. હું મોટે ભાગે પ્રાણીનાં હાડકાં ભેગાં કરું છું, માનવીનાં હાડકાં શોધવાં અહીં વધુ સહેલું છે.” દુઃખદપણે, અફઘાનિસ્તાનમાં વર્ષોના નાગરિક યુદ્ધે આ ખનીજથી ભરપૂર પદાર્થને સહેલાઈથી પ્રાપ્ય બનાવ્યો છે.
ઘડિયાળો કે જે સમય કરતાં વધુ જણાવે છે
રીઓ ડી જાનેરોમાં, ૭૭ વિદ્યાર્થીઓ વિશ્વવિદ્યાલયની પરીક્ષામાં ડીજીટલ ઘડિયાળોનો ઉપયોગ કરતા પકડાઈ ગયા ત્યારે, તેઓને ગેરલાયક ઠરાવ્યા, સમાચારપત્ર ઓ ગ્લોબો અહેવાલ આપે છે. ઘડિયાળો ટેલિફોન પેજરની જેમ કામ કરતી હતી; પરંતુ ટેલિફોન નંબર આપવાને બદલે, એઓ પરીક્ષાના પ્રશ્નોના સાચા જવાબો પૂરા પાડતી હતી. સમાચારપત્ર કહે છે કે દરેક વિદ્યાર્થીઓએ એ ઘડિયાળો માટે ૧૪૦૦૦ ડૉલરથી વધુ ખર્ચ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, ઇંગ્લૅંડ અને વૅલિસના શાળા તપાસ બોર્ડે ૧૯૮૭માં જ, શિક્ષકોને ચેતવ્યા હતા કે એ છેતરનારાઓ પર નજર રાખો જે કૉમ્પ્યુટરયુક્ત કાંડા ઘડિયાળોનો ઉપયોગ કરે છે.
વિકૃત દૃષ્ટિ
મોટા ભાગના લોકો અરીસામાં પાછું પડતું—પોતાનું પ્રતિબિંબ—જુએ છે અને એ પ્રતિબિંબને સ્વીકારે છે. પરંતુ જે લોકો મનોવિકારની અવસ્થાથી પિડાય છે જેને શારીરિક ક્ષતિપૂર્ણ-રચનાનો રોગ કહેવામાં આવે છે, તેઓ અરીસામાં જુએ છે ત્યારે પોતાનું વિકૃત પ્રતિબિંબ જુએ છે. બ્રિટીશ કોલમ્બિયા કૅનેડા પ્રોવિંસ કહે છે, “એ એવી અવસ્થા છે જેમાં લોકો કોઈ એક ભાગ પર વિશેષ ધ્યાન આપે છે, એ કલ્પના કરીને કે તેઓ ઘણા જ કદરૂપા છે, જ્યારે કે હકીકતમાં એ સામાન્ય હોય છે. ન્યૂયૉર્કના માનસિક રોગ ચિકિત્સક એરિક હોલૅન્ડર કહે છે કે કલ્પના કરેલી વેદના એટલી તીવ્ર હોઈ શકે છે કે એ અસ્વસ્થતાથી પીડાતા લગભગ ૨૫ ટકા લોકો આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે.
ઐતિહાસિક કાપણી
“દેશના ઇતિહાસમાં પહેલી વખત યંત્રોએ ચીનના ઘઉંનાં ખેતરોમાં મનુષ્યથી વધુ કાર્ય કર્યું હતું,” રાઈટ્ર્સ સમાચાર સેવાએ અહેવાલ આપ્યો. એણે કહ્યું કે લગભગ ૮,૦૦,૦૦૦ કાપણી કરનારાં યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૩૦૦ બી.સી.ઈ.ના થોડા સમય પહેલાં ચીનમાં પહેલી વખત ઘઉંની શરૂઆત થઈ હતી, અને એ સમયથી, નાનાં કુટુંબોનાં ખેતરોમાં તેની કાપણી સફળતાપૂર્વક કરવામાં આવી રહી હતી—મોટે ભાગે હાથથી. પરંતુ ચીન જે જગતની ૨૦ ટકાથી વધુ વસતી ધરાવે છે, પણ માત્ર ૭ ટકા જ ખેતીલાયક જમીન પર કબજો ધરાવે છે, “કૃષિ અધિકારીઓ દેશના ખેતરોમાં યાંત્રિકરણને આગળ ધપાવવા માટે ઉત્સુક છે,” અહેવાલે જણાવ્યું.
સિંગાપોરના વિદ્યાર્થીઓ આગળ નીકળ્યા
જગત ફરતે શિક્ષણનાં ધોરણોની સરખામણી કરવા ૪૧ અલગ અલગ દેશોમાંથી પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓની ૯૦ મિનિટની પરીક્ષા લેવામાં આવી. પરિણામ? પરીક્ષાના ગુણાંક સૂચવે છે કે ગણિત અને વિજ્ઞાન બંનેમાં જગતના સૌથી સારા વિદ્યાર્થીઓ સિંગાપોરમાં છે. સિંગાપોર પછી, ગણિતના ગુણાંકમાં બાકીના દશ શ્રેષ્ઠ દેશોમાં દક્ષિણ કોરિયા, જાપાન, હૉંગકૉંગ, બેલ્જિયમ, ચેક પ્રજાસત્તાક, સ્લોવાક પ્રજાસત્તાક, સ્વિટ્ઝર્લૅડ, નેધરલૅંડ, અને સ્લોવેનિયા આગળ બતાવે છે. વિજ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ ગુણાંક સિંગાપોર, ચેક પ્રજાસત્તાક, જાપાન, દક્ષિણ કોરિયા, બલગેરિયા, નેધરલૅંડ, સ્લોવેનિયા, ઑસ્ટ્રિયા, હંગેરી, અને ઇંગ્લૅંડમાં મળી આવ્યા. કઈ રીતે ફક્ત લગભગ ૩૪,૦૦,૦૦૦ લોકોનો દેશ, જગતના બાકીના લોકોથી દેખીતી રીતે આગળ નીકળી ગયો? કદાચ તેઓના ખંતીલા પરિશ્રમને કારણે. સિંગાપોરના વિદ્યાર્થીઓ દરરોજના સરેરાશ ૪.૬ કલાકો ઘરકામમાં આપે છે, જ્યારે કે આંતરરાષ્ટ્રીય સરેરાશ ૨ કે ૩ કલાકો છે, એશિયાવીક અહેવાલ આપે છે.
શસ્ત્રક્રિયા દરમિયાન દરદીઓને હુંફાળા રાખવામાં આવ્યા.
કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના નિશ્ચેતક ડેનિયલ સેસ્લરનો નવો અભ્યાસ દાવો કરે છે કે હવામાંના જીવાણુંઓના વિકાસને રોકવા માટે હૉસ્પિટલના ઑપરેશન ઓરડાઓને ઠંડા રાખવામાં આવે છે, એનાથી ચેપનું જોખમ ત્રણગણું વધી જાય છે. ડૉ સેસલર કહે છે, “ઘાના ચેપનું કારણ હવામાં ચારેબાજુ તરતા બેક્ટેરિયા નથી, પરંતુ દરદીની ચામડી પર કે શરીરની અંદરના બેક્ટેરિયાનો સામનો કરવાની શક્તિમાં ઘટાડો થાય છે એ છે.” ઑપરેશનના ઠંડા ઓરડાઓ દરદીના શરીરના તાપમાનને અઢી ડિગ્રી સેલ્સિયસથી ઓછું કરી શકે છે. અને શરીરનું ઓછું તાપમાન ઑક્સિજનયુક્ત લોહીના પ્રવાહને ઓછો કરે છે, જે ચેપ સામે લડવા જરૂરી હોય છે. સેસ્લર કહે છે કે “પ્રતિરક્ષા માટે જવાબદાર કોશિકાઓ અને ઉત્સેચક (enzymes), શરીર ઠંડું હોય છે ત્યારે, સારી રીતે કામ કરતા નથી.” સેસ્લર અને તેના સહકાર્યકરે શોધ્યું કે ચેપનો દર ઓછો હોવા ઉપરાંત, જે દરદીઓના શરીરનું તાપમાન શસ્ત્રક્રિયા દરમિયાન સામાન્ય રાખવામાં આવ્યું હતુ તે ઠંડા તાપમાનમાં રહેલા દરદીની સરખામણીમાં લગભગ ત્રણ દિવસ ઓછા રહ્યાં.