વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૬/૮ પાન ૩૨
  • સજાગબનો!એ ૧૯૯૦માં એ જણાવ્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સજાગબનો!એ ૧૯૯૦માં એ જણાવ્યું
  • સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૧૯૯૭
g97 ૬/૮ પાન ૩૨

સજાગબનો!એ ૧૯૯૦માં એ જણાવ્યું

તાજેતરમાં, યુરોપમાં “પાગલ-ગાય રોગ”નો ફેલાવો મોટા ખળભળાટનું કારણ બન્યો છે. ઘણાને ભય લાગે છે કે બીમારી માનવોમાં પ્રસરી શકે છે. કેટલાક એવું પણ માને છે કે ચેપગ્રસ્ત પ્રાણીઓના માંસ ખાવાને અને ક્રુઝપીલ્ડ જેકોબ રોગના વિકાસ વચ્ચે કંઈક કડી છે, એ કેન્દ્રિય જ્ઞાનતંતુ વ્યવસ્થાનો પ્રગતિશીલ અને અનિવાર્ય ઘાતક રોગ છે. એમાં આશ્ચર્ય નથી કે પાગલ-ગાય રોગના સમાચાર ફેલાતા, ગાયના માંસની વપરાશ ઘટી ગઈ.

રસપ્રદપણે, સ્ટેફાનીયા ફેરારીએ ઇટાલિયન સામયિક ટુટોરાડજોના મે ૧૯૯૬ના અંકમાં લખ્યું: “અમે એક એવું સામયિક શોધી કાઢ્યું છે કે જેણે પહેલેથી જ ૧૯૯૦માં આ મહાઘાતક રોગ વિષે કહી રહ્યું હતું​—યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત સજાગ બનો!” તેણે જે લેખનો ઉલ્લેખ કર્યો તેનો વિષય “બ્રિટનની ‘પાગલ ગાયʼની દ્વિધા” છે અને એ નવેમ્બર ૮, ૧૯૯૦ (અંગ્રેજી)ના અંકમાં પ્રકાશિત થયો હતો. શરૂઆતના ચાર ફકરાઓનો ઉલ્લેખ કર્યા પછી, ફેરારીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે “આખી બાબત જગતવ્યાપી જનતાના ધ્યાન પર લાવ્યાના ૬ વર્ષ પહેલાં જ” આ લેખ છપાઈ ચુક્યો હતો. તેણે ચાલુ રાખ્યું: “૧૯૯૦નો આ લેખમાં માનવામાં ન આવે એવી અદ્યતન માહિતી જોતાં કેટલાકે કહ્યું: ‘યહોવાહના સાક્ષીઓ આવી ગંભીર અને મહત્ત્વની બાબત વિષે જાણતા હતા તો, શા માટે તેઓએ દરેકનું ધ્યાન ન દોર્યું, તેઓનું પણ જેઓ તેઓના મંડળના ભાગ નથી?’ સાચું કહીએ તો: ૧૯૯૦માં કોઈ યહોવાહના સાક્ષીએ બાઇબલ અને તેઓના સામયિકમાં પ્રકાશિત થયેલ લેખ બતાવતા આપણા ઘરનું બારણું ઠોક્યું હોત તો, આપણામાંના જેઓ બીજા ધર્મને અનુસરે છે તેઓએ એને કેટલું ગંભીર ગણ્યું હોત?”

ભૂતકાળ ૧૯૯૦માં, “બ્રિટનની ‘પાગલ ગાય’ દ્વિધા” લેખ પ્રકાશિત થયો હતો ત્યારે, સજાગ બનો!ની ૬૨ ભાષામાં સરેરાશ લગભગ ૧.૨ કરોડ પ્રતો છપાઈ હતી. યહોવાહના સાક્ષીઓ ૨૦૦ કરતાં વધુ દેશોમાં આ સમયસરના સામયિકનું વિતરણ કરવામાં વ્યસ્ત હતા. આજે સજાગ બનો!ની ૮૧ ભાષાઓમાં સરેરાશ ૧,૮૩,૫૦,૦૦૦ પ્રતો છપાય છે. આ સામયિક સતત માહિતીપ્રદ અને અદ્યતન લેખો બહાર પાડ્યા કરે છે. તમે સજાગ બનો!ના ભવિષ્યના અંકો મેળવવા માંગતા હોવ તો, સ્થાનિક યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા પાન ૫ પર આપેલા નજીકના સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો