વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૫/૮ પાન ૮-૧૦
  • પારાદેશ પાછા ફરવાનો માર્ગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પારાદેશ પાછા ફરવાનો માર્ગ
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • પારાદેશ—આકાશમાં કે પૃથ્વી પર?
  • પારાદેશ પુનઃસ્થાપિત
  • શા માટે કેટલાક આકાશમાં જાય છે
  • આત્મિક પારાદેશ તૈયાર થઈ રહ્યો છે
  • જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • ફિરદોસ
    સજાગ બનો!—૨૦૧૩
  • “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
સજાગ બનો!—૧૯૯૭
g97 ૫/૮ પાન ૮-૧૦

પારાદેશ પાછા ફરવાનો માર્ગ

માનવીની પારાદેશ માટેની ઝંખના અને એનું પુનર્નિમાણ કરવાના નાના મોટા બધા પ્રયત્નોની દૃષ્ટિએ, એવું લાગવું જોઈએ કે અત્યાર સુધીમાં તો પૃથ્વી એક સાચો પારાદેશ બનવી જોઈએ. પરંતુ એ નથી.

એને બદલે, માણસજાતે લોભને અગ્રીમતા આપી છે, જે સામાન્યપણે પર્યાવરણ અને એના વૈવિધ્યવાળા પ્રાણી જગતના ભોગે જોર પકડે છે. ભૌતિક સંપત્તિ જીતી જશે એવું માનીને, ઘણા લોકોએ આ પૃથ્વી કદી પણ એદનમય પારાદેશ બનશે એવી બધી આશા ગુમાવી દીધી છે. એને બદલે, તેઓ પારાદેશ માટે પોતાની એકમાત્ર આશા તરીકે જીવન પછી સ્વર્ગમાંના સમય પર જ મીટ માંડે છે. આ દૃષ્ટિનો પ્રથમ ગર્ભિતાર્થ એ થાય છે કે એદન માટે આપણી માનવી ઝંખના હંમેશ માટે હતાશામાં પરિણમશે અને, બીજું, દેવે આ ગ્રહને માનવી મૂર્ખતા અને લોભને આશરે ત્યજી દીધો છે. શું બાબત એમ છે? ભાવિમાં શું રહેલું છે? અને એ ભાવિ ક્યારે આવશે?

પારાદેશ—આકાશમાં કે પૃથ્વી પર?

આશરે ૨,૦૦૦ વર્ષ અગાઉ, પોતાની બાજુમાં વધસ્થંભે જડેલા પશ્ચાત્તાપી ચોર સાથે વાત કરતા ઈસુ ખ્રિસ્તે કહ્યું: “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.” (લુક ૨૩:૪૩) શું ઈસુના કહેવાનો અર્થ એવો હતો કે આ ચોર તેમની સાથે આકાશમાં જશે? ના.

એ દુષ્કર્મીને તો એનો ખયાલ સુદ્ધાં આવ્યો નહિ હોય. શા માટે નહિ? કારણ કે તે સંભવત: હેબ્રી શાસ્ત્રવચનોમાંના ફકરાઓથી વાકેફગાર હશે, જે તેના સમયમાં વિદ્યમાન હતા, જેમ કે ગીતશાસ્ત્ર ૩૭:૨૯ (NW)નો પ્રથમ ભાગ: “ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) ઈસુએ એ જ સત્ય શીખવ્યું, જ્યારે તેમણે જાહેર કર્યું: “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (માત્થી ૫:૫) આ શાસ્ત્રવચન સામાન્યપણે જેને પ્રભુની પ્રાર્થના કહે છે એની સાથે સુમેળમાં છે, જે જણાવે છે: “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”​—⁠માત્થી ૬:​૯, ૧૦.

બાઇબલ શીખવે છે કે દેવે માનવ કુટુંબ માટે ઘર તરીકે, આકાશ નહિ, પરંતુ પૃથ્વી બનાવી હતી. તેમનો શબ્દ જણાવે છે કે તેમણે “ઉજ્જડ રહેવા સારૂં [પૃથ્વીને] ઉત્પન્‍ન કરી નથી,” પરંતુ “વસ્તીને સારૂં તેને બનાવી.” (યશાયાહ ૪૫:૧૮) કેટલા સમય માટે? “કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેણે નાખ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) હા, “પૃથ્વી સદા ટકી રહે છે.”​—⁠સભાશિક્ષક ૧:૪.

દેવની સેવા કરનાર વિશાળ બહુમતી માટે તેમનો હેતુ આ પૃથ્વીને હંમેશ માટે તેઓનું ઘર બનાવવાનો છે. દેવનો શબ્દ બાઇબલ આ વિષે કેવું વિવેચન કરે છે એ પર ધ્યાન આપો. ગીતશાસ્ત્ર ૩૭:૧૧ અગાઉથી જણાવે છે: “નમ્ર લોકો દેશનું (“પૃથ્વીનું,” NW) વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” કેટલા સમય માટે? ગીતશાસ્ત્ર ૩૭:૨૯ કહે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (અક્ષરો અને ત્રાંસા કર્યા છે.) એ સમયે શાસ્ત્રવચન અનુભવાશે જે જાહેર કરે છે: “તું [દેવ] તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે,” અર્થાત્‌, જે ઇચ્છાઓ દેવની ઇચ્છાના સુમેળમાં છે.​—⁠ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

જેઓને દેવની ઇચ્છા પૂરી કરવાની ઇચ્છા ન હોય તેઓ વિષે શું? નીતિવચન ૨:​૨૧, ૨૨ જાહેર કરે છે: “સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઊખેડી નાખવામાં આવશે.”

પારાદેશ પુનઃસ્થાપિત

હવે જલદી જ, આ દુષ્ટ જગત પર દેવનાં ન્યાયકરણોનો અમલ થશે. (માત્થી ૨૪:​૩-​૧૪; ૨ તીમોથી ૩:૧-૫, ૧૩) પરંતુ દેવ “એક મોટી સભા”ના લોકોને આવી રહેલા એ વિનાશમાંથી બચાવી તેમણે બનાવેલી નવી દુનિયામાં લઈ જશે.​—⁠પ્રકટીકરણ ૭:​૯-​૧૭.

પછી, દેવ સમગ્ર પૃથ્વીને માણસજાત માટે પારાદેશ ઘરમાં રૂપાંતર કરવાના આનંદી કાર્યને નિર્દેશન આપશે જે તેમના માનવી પ્રજાજનોએ કરવાનું હશે. બાઇબલ વચન આપે છે: “અરણ્ય તથા સૂકી ભૂમી હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. . . . કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.”​—⁠યશાયાહ ૩૫:​૧, ૬.

એ વિસ્તરનાર પારાદેશમાં, ભૂખ, ગરીબી, ઝૂપડપટ્ટી, બેઘર લોકો, કે ગુનાઈત વિસ્તારો નહિ હોય. “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) “ખેતરમાંનાં ઝાડોને ફળ આવશે, પૃથ્વી પોતાની ઊપજ આપશે.” (હઝકીએલ ૩૪:૨૭) “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ.” (યશાયાહ ૬૫:૨૧, ૨૨) “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.”​—⁠મીખાહ ૪:૪.

શા માટે કેટલાક આકાશમાં જાય છે

મોટા ભાગના લોકો સંભવત: સ્વીકારશે કે પોતે પાર્થિવ પારાદેશની ઝંખના સેવે છે. એ સ્વાભાવિક છે, કેમ કે દેવે કદી તેઓમાં આકાશ માટેની ઝંખના મૂકી નથી; તેઓ તો આકાશમાં કયા પ્રકારનું જીવન છે એની કલ્પના પણ કરી શકતા નથી. દાખલા તરીકે, પેટે, ચર્ચની એક સભ્ય હોવા છતાં, ચર્ચ ઓફ ઇંગ્લૅંડના પોતાના સેવક સાથે વાતચીતમાં કહ્યું: “આકાશમાં જવાનો મેં કદી વિચાર સુદ્ધાં કર્યો નથી. મારે જવું પણ નથી, અને વળી ત્યાં જઈને હું કરીશ પણ શું?”​—⁠સરખાવો ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬.

સાચું, બાઇબલ શીખવે છે કે માનવીઓની એક મર્યાદિત સંખ્યા, ૧,૪૪,૦૦૦ જરૂર આકાશમાં જાય છે. (પ્રકટીકરણ ૧૪:​૧, ૪) એ એનું કારણ પણ જણાવે છે: “અમારા દેવને સારૂ તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રકટીકરણ ૫:૯, ૧૦) તેઓના રાજા ઈસુ ખ્રિસ્ત સાથે, તેઓ “રાજ્ય” બનાવે છે, અર્થાત્‌ પૃથ્વીની નવી આકાશી સરકાર, જે માટે ખ્રિસ્તીઓ પ્રાર્થના કરે છે. આ સરકાર પૃથ્વી અને માણસજાતના સમગ્ર પુનર્વસવાટનું નિરીક્ષણ કરશે.​—⁠દાનીયેલ ૨:​૪૪; ૨ પીતર ૩:​૧૩.

તેમ છતાં, આકાશમાં રહેવાની કુદરતી ઇચ્છા માનવીઓમાં ન હોવાથી, દેવના આત્માની એક અજોડ કાર્યવાહી ૧,૪૪,૦૦૦ને “સાક્ષી આપે છે” જેથી તેઓ આ ખાસ “સ્વર્ગીય આમંત્રણ”ની લાગણી અનુભવે છે. (રૂમી ૮:૧૬, ૧૭; ફિલિપી ૩:૧૪) જો કે, દેખીતી રીતે જ, સામાન્ય માણસજાત માટે પવિત્ર આત્માની આવી કોઈ કાર્યવાહીની જરૂર નથી કારણ કે તેઓનું અનંતકાળનું ઘર તો પારાદેશ પૃથ્વી થવાનું છે.

આત્મિક પારાદેશ તૈયાર થઈ રહ્યો છે

વ્યક્તિ પૃથ્વી પર પારાદેશમાં અનંતજીવન માટે કઈ રીતે લાયક બની શકે? “અનંતજીવન એ છે,” ઈસુએ કહ્યું, “કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) શાંતિપૂર્ણ માનવી સંબંધોને દેવના જ્ઞાન સાથે સાંકળી, યશાયાહ ૧૧:૯ જણાવે છે: “મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમકે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.”​—⁠સરખાવો યશાયાહ ૪૮:૧૮.

અલબત્ત, આ જ્ઞાન માત્ર મસ્તક જ્ઞાન નથી. એ વ્યક્તિના વ્યક્તિત્વને અસર કરે છે અને દૈવી ગુણો પેદા કરે છે, જેમ કે “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” (ગલાતી ૫:૨૨, ૨૩) યહોવાહના સાક્ષીઓ આ ગુણો કેળવવાની ખંત રાખે છે, અને એમ, હમણાં પણ, તેઓ હિતકર આત્મિક પારાદેશથી આશીર્વાદિત છે.​—⁠યશાયાહ ૬૫:૧૩, ૧૪.

તેઓની આત્મિક પરિસ્થિતિ, જગતની વધુને વધુ અદૈવીપણા અને ભ્રષ્ટાચારમાં ગરક થઈ રહેલી પરિસ્થિતિથી કેટલી ભિન્‍ન છે! તેમ છતાં, જલદી જ, દેવ આ દુષ્ટ જગતનો નાશ કરશે. તે દરમિયાન, યહોવાહના સાક્ષીઓ પોતે જે આત્મિક પારાદેશનો આનંદ માણે છે એની મુલાકાત લેવા​—⁠હા, તપાસી જોવા​—⁠તમને આમંત્રણ આપે છે. તમે પોતે જુઓ કે હમણાં જ, અદૃશ્ય આકાશી રાજા, ઈસુ નવી દુનિયાના ભાવિ રહેવાસીઓને કોઈ પણ ઘોંઘાટ વિના પાર્થિવ પારાદેશ અને અનંત જીવનના સાંકડા માર્ગ પર દોરી રહ્યા છે!​—⁠માત્થી ૭:​૧૩, ૧૪; પ્રકટીકરણ ૭:​૧૭; ૨૧:​૩, ૪.

[Caption on page ૮]

આ જગતના અંતમાંથી બચી જનારાઓ પૃથ્વીને પારાદેશમાં રૂપાંતર કરવામાં ભાગ લેવાનો આનંદ માણશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો