વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૯/૮ પાન ૧૨
  • રબર ભેગું કરવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રબર ભેગું કરવું
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • હજારો પેદાશો
  • વૃક્ષમાંથી રબર ભેગું કરવું
  • ટાયર પરની તમારી મુસાફરી!
    સજાગ બનો!—૨૦૦૪
સજાગ બનો!—૧૯૯૬
g96 ૯/૮ પાન ૧૨

રબર ભેગું કરવું

એવું કામ જે તમારા જીવનને સ્પર્શે છે

સજાગ બનો!ના નાઇજીરિયામાંના ખબરપત્રી તરફથી

સવારે પાંચ વાગે, નાઇજીરિયાના વર્ષા જંગલમાં અંધારું અને ઠંડક હોય છે. જોન જંગલ મધ્યેના એના માટીના ઘરમાં જાગે છે અને પોતાનાં કપડાં પહેરે છે. પછી તે પોતાની સાથે ફાનસ, એક પ્લાસ્ટિકની ડોલ, અને દાતરડું લઈને અંધારામાં નીકળી પડે છે. ત્યાર પછીના ચાર કલાક, તે એક વૃક્ષથી બીજે વૃક્ષ જઈ દરેક વૃક્ષની છાલમાં વાંકા કાપા પાડે છે.

છેવટે તમારા જીવનને સ્પર્શી શકે એવા બનાવોની લાંબી શૃંખલામાં આ પ્રથમ બનાવ છે. એમ કઈ રીતે? એ કારણથી કે જોન જે વૃક્ષો પર કાપા પાડે છે એ રબરનાં વૃક્ષો છે. અને રબર, જે અંગ્રેજી નામ પેન્સિલના ડાઘા ભૂંસવાની (અંગ્રેજી, રબ) એની શક્તિ પરથી આવે છે, એ આપણી સૌથી વધુ મૂલ્યવાન અને વિસ્તૃતપણે વપરાતી સંપત્તિમાંની એક છે.

હજારો પેદાશો

રબર તમારા જીવનમાં જે ભાગ ભજવે છે એનો જરા વિચાર કરો. તમારા જોડાનું તળિયું અને એડી રબરના બનેલા હોય શકે. તમારી જાજમની નીચેનો ભાગ અને રાચરચીલું રબરની વાદળી ધરાવી શકે. તમારા કપડાંમાંનું ઈલાસ્ટિક શક્યપણે જ રબરનું બનેલું હશે. વરસાદ પડતો હોય ત્યારે, તમે રેઇનકોટ અને ગમબૂટ પહેરી શકો જે રબરના બનેલા હોય છે. તમે તરવા જાઓ છો? તરવાનાં કપડાં, ગોગલ્સ, અને ફિન્સમાં રબર હોય છે. તમારે તરવું નથી? કદાચ તમે રબરની સાદડી પર ફક્ત તરવાનું અથવા દરિયાકાંઠે દડો રમવાનું પસંદ કરશો. તમારા ઘરમાં શક્યપણે રબર બેન્ડ્‌સ, ભૂંસવાના રબર, અને રબરનો ગુંદર હશે. આજે રાતે તમે સૂઈ જશો ત્યારે, તમે રબરની પેદાશમાંથી બનાવેલાં ગાદલાં અને ઓશીકા પર સૂઈ જઈ શકો. તમને ઠંડી લાગે તો, તમે રબરની બનેલી ગરમ પાણીની કોથળી લેશો.

એ બધી વસ્તુઓ ઉપરાંત, એવી ઘણી પેદાશો છે જે રબરના પાટ્‌ર્સ—વાઈસર, પટ્ટા, ગાસ્કેટ, પાણીની પાઈપ, રોલર, અથવા વાલ્વ—વિના નિશ્ચે બરાબર કામ નહિ કરે. દાખલા તરીકે, કારમાં રબરના સરેરાશ ૬૦૦ પાટ્‌ર્સ હોય છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા અનુસાર, બધું મળી રબરની ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ પેદાશોનું ઉત્પાદન કરવામાં આવે છે.

કઈ બાબત રબરને આટલું ઉપયોગી બનાવે છે? એ ટકાઉ, ઉષ્મા-પ્રતિકારી, સ્થિતિસ્થાપક, જળ-પ્રતિકારી, ચુસ્ત, અને આઘાતગ્રાહ્ય હોય છે. ટાયરનો વિચાર કરો, પછી એ સાયકલનું હોય, મોટરગાડીનું હોય, કે વિમાનનું હોય. ટાયર રબરનું બનેલું હોવાથી, રસ્તા સાથે સતત સંપર્કને લીધે ઝડપથી ઘસાય જતું નથી, તેમ જ એ સતત ઘસારાને લીધે સળગી પણ જતું નથી. તમે ખાબોચિયામાંથી ગાડી લઈ જાઓ ત્યારે, તમારે ડરવાની જરૂર રહેતી નથી કે ટાયરનો લોચો થઈ જશે અને સડી જશે; એને કાટ પણ નહિ લાગે. રબર પાણીને ટાયરની અંદર જતાં અટકાવે છે એટલું જ નહિ પરંતુ એ અંદરની ભારે દબાણવાળી હવાને બહાર નીકળી જતાં પણ અટકાવે છે. તદુપરાંત, તમે આગળ વધો તેમ, તમારા ટાયરમાંનો આઘાતગ્રાહ્યતાનો ગુણ રસ્તામાંના ખાડા-ટેકરાની અસર ઓછી કરવા મદદ કરે છે. ખરેખર, રબર વિના, ઉત્પાદકો માટે ટાયર પેદા કરવું અતિમુશ્કેલ બની જાય.

તેથી કદાચ તમે સહમત થશો કે જોન જેવા રબર ભેગું કરનારાઓ મૂલ્યવાન સેવા પૂરી પાડે છે જે આપણાં જીવનને હકારાત્મક રીતે સ્પર્શે છે. અલબત્ત, બધું રબર વૃક્ષમાંથી આવતું નથી. રબર ઉદ્યોગનો એક મોટો હિસ્સો રસાયણોમાંથી પેદા કરવામાં આવેલા કૃત્રિમ રબરનો બનેલો હોય છે. બંને પ્રકારના રબરમાં મજબૂતાઈ અને નબળાઈ રહેલી હોય છે. ઘણી પેદાશો બંનેનો ઉપયોગ કરી શકે છે, અને ઘણીવાર પસંદગી પ્રવર્તતા ખર્ચ પરથી નક્કી થાય છે. બીજી પેદાશો કૃત્રિમ અને કુદરતી રબરને મિશ્રિત કરી એનો ઉપયોગ કરે છે. મોટા ભાગના વાહનોના ટાયરમાં કુદરતી રબર કરતા કૃત્રિમ રબર વધારે હોય છે. જોકે, કૃત્રિમ રબર વધી રહેલી ગરમીનો ઓછો પ્રતિકાર કરતું હોવાથી, હરીફાઈની કારો, ટ્રકો, બસો, અને વિમાનોમાં કુદરતી રબરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

વૃક્ષમાંથી રબર ભેગું કરવું

સામાન્ય રીતે રબરના વૃક્ષો વિષુવવૃત્ત નજીકની ગરમ, ભેજવાળી આબોહવામાં ઉગે છે. જગતનું મોટા ભાગનું રબર એશિયાના અગ્‍નિખૂણે આવેલા વાવેતરમાંથી, ખાસ કરીને મલેશિયા અને ઇંડોનેશિયામાંથી, આવે છે. બાકીનું દક્ષિણ અમેરિકા, તેમ જ પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાંથી આવે છે.

વૃક્ષ છ વર્ષનું થાય ત્યાં સુધી જોન એમાંથી રબર ભેગું કરતા નથી. ત્યાર પછી વૃક્ષ ૨૫થી ૩૦ વર્ષ સુધી રબર પેદા કરશે અને વધીને ૨૦ મીટર ઊંચું થશે. રબરનું વૃક્ષ રબર પેદા કરવામાંથી “નિવૃત્ત” થાય પછી, એ વધવાનું ચાલુ રાખીને ૪૦ મીટર ઊંચું થઈ શકે, અને એ ૧૦૦ કે તેથી વધુ વર્ષની પાકટ ઉંમર સુધી જીવી શકે.

વૃક્ષમાંથી સીધેસીધું મેળવેલું રબર કારના ટાયર જેવું નહિ પણ દૂધ જેવું દેખાય છે. લેટેક્ષ કહેવાતો એ દૂધ જેવો પદાર્થ રબરના નાનાં કણ ધરાવતો હોય છે. લેટેક્ષનો લગભગ ૩૫ ટકા ભાગ રબર હોય છે. બાકીનો મોટો ભાગ પાણી હોય છે.

લેટેક્ષ ભેગું કરવા માટે, જોન વૃક્ષની છાલમાં બે ખૂણાવાળો કાપો પાડે છે. એ કાપો વૃક્ષ ફરતે અડધે સુધી જાય છે. તે કાપો બહુ ઊંડો ન પાડવાની કાળજી રાખે છે, જેથી વૃક્ષને નુકસાન ન થાય. કાપો પાડ્યા પછી તરત જ લેટેક્ષ વહેવા લાગે છે; એ કાપાના ખાડામાં ઝરપે છે અને જોને વૃક્ષ પર લગાડેલા વાંસના કપમાં ભેગું થાય છે. એ બે કે ત્રણ કલાક વહેવાનું ચાલુ રાખે છે, અને પછી બંધ થાય છે.

એક કે બે દિવસ પછી, જોન ફરીથી રબર ભેગું કરવા જશે ત્યારે પહેલા કાપાની સહેજ નીચે બીજો કાપો પાડશે. તે પછીની વખત એની નીચે કાપો પાડશે. છેવટે, વૃક્ષની છાલમાંથી એક પટ્ટો કાપી કાઢવામાં આવે છે. હવે જોન વૃક્ષના બીજા ભાગમાં કાપા પાડવાનું શરૂ કરશે, જેથી ભવિષ્યમાં રબર ભેગું કરવા માટે એ પટ્ટો પૂરેપૂરો રૂઝાય શકે.

જોન શાંત જંગલમાં ફરી લેટેક્ષ વહેવડાવવા માટે વૃક્ષ પર કાપા પાડી ઝડપથી કામ કરે છે. પછીથી, તે દરેક વૃક્ષની ફરીથી મુલાકાત લઈ જમા થયેલું રબર પોતાની ડોલમાં ભેગું કરે છે. પછી, જોન લેટેક્ષમાં ફોર્મિક એસિડ અને પાણી ઉમેરે છે. એ સરકો દૂધમાંથી દહી બનાવે છે તેમ લેટેક્ષને જાડું અને ઘટ્ટ બનાવે છે. પછી જોન લેટેક્ષની ડોલ માથે ઉપાડી મુખ્ય રસ્તા સુધી લઈ જાય છે, જ્યાંથી નજીકમાં આવેલા રબર બનાવતા પ્લાંટની ટ્રક એ લઈ જાય છે.

હવે જોન નહાવા, ખાવા, અને આરામ કરવા ઘરે પાછા આવે છે. સાંજે તે ઘરેથી પાછા નીકળે છે ત્યારે, તેમણે સુઘડ કપડાં પહેર્યાં છે અને તેમના હાથમાં પુસ્તકોની બેગ છે. આ વખતે તે એક વૃક્ષથી બીજા વૃક્ષે નહિ પરતું ઘેરઘેર જશે. એક નિયમિત પાયોનિયર સેવક તરીકે, જોન રાજ્ય પ્રચારના અને શિષ્યો બનાવવાના કાર્યમાં પૂરેપૂરો ભાગ લે છે.

જોન તે દિવસનો તેમનો પહેલો બાઇબલ અભ્યાસ ચલાવે છે તેમ, તેમણે ભેગું કરેલું રબર રબરના પ્લાંટમાં પહોંચ્યું હશે. ત્યાં રબરને પાણીથી છૂટું પાડવામાં આવશે, એને સૂકવવામાં આવશે, અને બહાર મોકલવા માટે કસીને ગાંસડીમાં બાંધવામાં આવશે. થોડા જ વખતમાં એ ઇંગ્લેન્ડ, જાપાન, કે યુનાઈટેડ સ્ટેટ્‌સ જવા રવાના થશે. જગતવ્યાપી રબરનો ઉદ્યોગ દર વર્ષે પચાસ લાખ ટન રબર પેદા કરે છે. સંભવિત ન હોવા છતાં, શક્ય છે કે હવે પછીના તમારા જોડાનું તળિયું જોને ભેગા કરેલા રબરમાંથી બન્યું હોય.

(g96 8/22)

વૃક્ષમાંથી રબર ભેગું કરતા જોન

જોન ખ્રિસ્તી સેવાકાર્યમાં ભાગ લે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો