વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૮/૮ પાન ૨૬
  • યુએફઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુએફઓ
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • એલીયને કરેલી બચાવ માટેની યોજના
  • દેવનો માણસજાત સાથેનો સંચાર
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૧૯૯૬
g96 ૮/૮ પાન ૨૬

બાઇબલનું દૃષ્ટિબિંદુ

યુએફઓ

દેવ તરફથી સંદેશવાહકો?

વીસમી સદી એના અંત તરફ જાય છે અને પૃથ્વી પરની પરિસ્થિતિ એકધારી રીતે વણસતી જાય છે તેમ, અપરિચિત ઉડતા પદાર્થો (unidentified flying objects, UFO’s) અને એના મુસાફરો, અતિલૌકિકજનો (extraterrestrial beings)માંની માન્યતા પ્રસરવાની ચાલુ રહે છે. શું UFO (યુએફઓ) નવલકથા, છેતરપિંડી, પ્રપંચ કરનારા લોકોનું કરતુત છે જેઓને જનતાના ભોળપણ પર હસવાનું ગમતું હોય?

UFOને કે તેઓના અતિલૌકિક મુસાફરોને જોયા હોવાનો દાવો કરનારાઓમાં સામાન્ય, ભરોસાપાત્ર લાગતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે; હકીકતમાં, એ બીજા ગ્રહોમાંથી આવનાર મુલાકાતીઓમાં માનનારાઓમાં સુશિક્ષિત પ્રોફેસરો અને વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. તેઓને ખાતરી થઈ છે કે અતિલૌકિકજનો અવલોકન કરી રહ્યા છે અને, કેટલીકવાર, માનવીઓ સાથે સંચાર કરે છે. કહેવાતા અતિલૌકિક ટેકેદાર વૃંદો અવકાશના મુલાકાતીઓ સાથે સંપર્ક કર્યો હોવાનો દાવો કરતી વ્યક્તિઓને મદદ કરવા પ્રાપ્ય હોય છે.a

a UFO અને અતિલૌકિક જીવન વિષેની ચર્ચા માટે અવેક!ના એપ્રિલ ૮, ૧૯૯૦, અને નવેમ્બર ૮, ૧૯૯૦ના અંકો જુઓ.

એલીયને કરેલી બચાવ માટેની યોજના

એલીયન્સ અમંગ અસમાં રુથ મોન્ટગોમરી વધી રહેલા કેટલાક લોકોનો ઇન્ટરવ્યૂ લે છે જેઓને ખાતરી થઈ છે કે તેઓ માનવ શરીરમાં રહેતા અતિલૌકિક મુલાકાતીઓ છે. કેટલાક લોકો માને છે કે અતિલૌકિકજનો UFOનો ઉપયોગ છોડ અને પ્રાણી જાતિને એકત્રિત કરવા અને બચાવવા કરી રહ્યા છે અથવા UFOનો ઉપયોગ પૃથ્વી પર ઝઝૂમી રહેલા નાશમાંથી લાખો માનવીઓનું સ્થળાંતર કરવા બચાવ માટેના અવકાશયાન તરીકે કરવામાં આવશે. મહાન વિનાશ પછી, માનવીઓને આત્મિક જાગૃતિના “નવા યુગ અને નવી વ્યવસ્થાની” શરૂઆત કરવા પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. કોલોરાડો, યુ.એસ.એ.માંનો એક યુવક જે “એલીયન યુથ” કહેતા એક વૃંદનો સભ્ય છે, તેણે સજાગ બનો!ને ગંભીરતાપૂર્વક કહ્યું: “હું અને મારા મિત્રો અમારા એલીયન પૂર્વજો અમને બચાવી લઈ જાય એની રાહ જોઈએ છીએ.”

અતિલૌકિક હોવાનું જાહેર કરનારાઓમાંના થોડાક દાવો કરે છે કે દેવ તેઓને દોરવણી આપે છે, અને બીજાઓ દાવો કરે છે કે તેઓ માનવજાતિને મદદ કરવામાં સલાહ માટે દેવ સાથે મુક્તપણે વાતચીત કરે છે. શું દેવ આવી રહેલી જગત દુર્ઘટનામાંથી માણસજાતને બચાવવા માટે બીજા ગ્રહના મુલાકાતીઓનો ઉપયોગ કરી રહ્યા છે?

દેવનો માણસજાત સાથેનો સંચાર

માણસના ઇતિહાસની શરૂઆતમાં, દેવે માનવીઓ સાથે સંચાર કર્યો હતો. બાઇબલ અહેવાલ આદમ અને હવા, નુહ, ઈબ્રાહીમ, તથા બીજાઓ સાથેની દૈવી વાતચીત વર્ણવે છે.b (ઉત્પત્તિ ૩:૮-૧૦; ૬:૧૩; ૧૫:૧) દેવની ઇચ્છા જણાવવા તથા બાઇબલ તૈયાર કરવા માટે સ્વપ્નો, વાણીઓ, અને સંદર્શનોનો ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. જોકે, બાઇબલ પૂરું થયું પછી, શું માણસજાત સાથે સીધેસીધા આકાશી સંચારની જરૂર હતી? ના, કેમ કે બાઇબલ જણાવે છે કે પવિત્ર શાસ્ત્ર ‘દેવના ભક્તને સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર’ કરે છે. (૨ તીમોથી ૩:૧૭) બાઇબલ અનુસાર, આ મુશ્કેલ સમય માટેનું માર્ગદર્શન દેવના લેખિત શબ્દમાંથી આવવું જોઈએ. તથાપિ, શું એમ માનવા માટે કોઈ કારણ છે કે આપણે અતિલૌકિક પ્રવક્તા દ્વારા દેવ પાસેથી સીધેસીધો સંચાર કે ખાસ સૂચનાઓ મેળવીએ? ના, કેમ કે પ્રેરિત પાઊલે જણાવ્યું: “પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી, તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.”—ગલાતી ૧:૮.

b બાઇબલ લેખક હઝકીએલ એનો સાક્ષી બન્યો જેને કેટલાક લોકોએ UFO હોવા તરીકે અર્થઘટન કર્યું છે. (હઝકીએલ, અધ્યાય ૧) જોકે, એ હઝકીએલ અને બીજા પ્રબોધકોએ વર્ણન કર્યું હોય એવા ઘણાં સાંકેતિક સંદર્શનોમાંનું એક છે, આધુનિક સમયોમાં કરવામાં આવેલા દાવા જેવું એક ભૌતિક દૃશ્ય નહિ.

ધારવામાં આવેલા અતિલૌકિકજનોનો દાવો બાઇબલની ભવિષ્યવાણીઓ સાથે સહમત થતો હોય એમ લાગે છે એટલે કે પૃથ્વી પર જલદી જ મહાન પ્રલયમય બદલાણો થવાના છે છતાં, તેઓ બચાવની એવી પદ્ધતિ રજૂ કરે છે જે સર્જન કરેલી બાબત પર આધાર રાખે છે. બાઇબલ માણસોને ધારવામાં આવેલી સલામતી માટે એલીયન અવકાશયાન કે બીજી કોઈ ઠેકાણે નાસી જવા અરજ કરતું નથી. એને બદલે, એ આપણને દેવ સાથેના સમર્પિત સંબંધમાં રક્ષણ શોધવાનું કહે છે, જે સમર્પણ પાણીના બાપ્તિસ્માથી ચિહ્‍નિત થાય છે. (૧ પીતર ૩:૨૧; સરખાવો ગીતશાસ્ત્ર ૯૧:૭; માત્થી ૨૮:૧૯, ૨૦; યોહાન ૧૭:૩.) અને ઈસુએ કહ્યું કે “અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.”—માત્થી ૨૪:૧૩.

શું એ શાસ્ત્રવચનો બચાવ માટે આશ્રયના ભૌતિક સ્થળને બદલે દેવ સાથેના આત્મિક સંબંધ પર ભાર મૂકતાં નથી? તેથી, માનવજાતને બચવામાં મદદ કરવાને બદલે, “બિનમાનવીયજનો” વિષેની વાર્તાઓ લોકોનું ધ્યાન દેવ ખરેખર તેઓના કાયમી ભલા માટે જે જરૂરી બનાવે છે એનાથી ભિન્‍ન દિશામાં વાળે છે.

દેવનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરીને, માનવજાતને બચાવ માટેના દેવના સાધનથી દૂર દોરી જવાનો પ્રયત્ન કોણ કરી શકે? એડ કોનરોય, તેના પુસ્તક રીપોર્ટ ઓન કમ્યુનિયનમાં જણાવે છે કે, “મનોવૈજ્ઞાનિક અને સામાજિક વિજ્ઞાનની તાલીમ ધરાવતા ગંભીર યુફોલોજીસ્ટ્‌સ [UFOનો અભ્યાસ કરનારાઓ] ‘શયનખંડ મુલાકાતીઓ,’ ભૂત, પ્રેત, આભાસ, ધાર્મિક સંદર્શનો, અને જેને પિશાચ ગણવામાં આવે છે” એનો તુલનાત્મક અભ્યાસ કરતા હોય છે. ઘણા યુફોલોજીસ્ટ્‌સ અને માનવ રૂપમાં અતિલૌકિક હોવાનો દાવો કરનારાઓ જણાવે છે કે મુસાફરી માટે અવકાશયાનનો ઉપયોગ મોટા ભાગે બિનજરૂરી છે. તેઓ કહે છે કે અતિલૌકિકજનો અદૃશ્ય રહીને મુસાફરી કરી શકે છે અને અવકાશયાનમાં આવ્યા વગર પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ માનવ રૂપ લઈ શકે છે.

બાઇબલ ચેતવણી આપે છે કે શેતાન અને તેના અપદૂતો માનવજાતને ગેરમાર્ગે દોરવાનો ઇરાદો ધરાવે છે. તેઓ માનવજાતનાં હતોત્સાહ અને નિરાશાનો લાભ લઈને આકર્ષક, પરંતુ જૂઠા, ઉપાયો રજૂ કરે છે. (૨ કોરીંથી ૧૧:૧૪) એને લીધે, બાઇબલ ચેતવણી આપે છે: “પાછલા સમયમાં કેટલાએક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને . . . વિશ્વાસનો ત્યાગ કરશે.”—૧ તીમોથી ૪:૧, ૨.

એ જ રીતે આજે, અતિલૌકિકજનોએ લીધેલી કોઈ ધારેલી મુલાકાત તથા લાભકારી લાગતું તેઓનું માર્ગદર્શન નકારવું જોઈએ, ભલે તેઓ કોઈ પણ રૂપ લે. દેવના શબ્દને બદલે ધારવામાં આવેલા અતિલૌકિકજનોની સલાહ અનુસરશે તેઓ ચોક્કસ ગેરમાર્ગે દોરાશે—આ કટોકટીના સમયોમાં કરેલી એક ભયંકર ભૂલ. (g96 7/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો