વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૪/૮
  • બેકારીની

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બેકારીની
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • હઠીલી આગેકૂચ
  • બેકારીની ઊંચી કિંમત
  • ‘ભ્રષ્ટ વ્યવસ્થાના કેદીઓ’
  • આગાહીઓ અને નિરાશાઓ
  • બેકારી
    સજાગ બનો!—૧૯૯૬
  • બેકારીમાંથી મુક્તિ
    સજાગ બનો!—૧૯૯૬
  • ‘તને છૂટો કરીએ છીએ’
    સજાગ બનો!—૨૦૧૦
  • યહોવાહ ક્યારેય તમને તરછોડશે નહિ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
સજાગ બનો!—૧૯૯૬
g96 ૪/૮

બેકારીની

મરકી

સજાગ બનો!ના ઇટાલીના ખબરપત્રી તરફથી

કેનેડા

૯.૬ ટકા

યુ.એસ.એ.

૫.૭ ટકા

કોલંબિયા

૯ ટકા

આયર્લેન્ડ

૧૫.૯ ટકા

સ્પેન

૨૩.૯ ટકા

ફિનલેન્ડ

૧૮.૯ ટકા

આલ્બેનિયા

૩૨.૫ ટકા

સાઉથ આફ્રિકા

૪૩ ટકા

જાપાન

૩.૨ ટકા

ફિલિપાઈન્સ

૯.૮ ટકા

ઓસ્ટ્રેલિયા

૮.૯ ટકા

બેકારી કેટલાક વિકસિત દેશોમાં તાકીદની પરિસ્થિતિ છે—પરંતુ એ વિકસતા દેશોને પણ ચિંતા ઉપજાવે છે. એક વખત જ્યાં એનું અસ્તિત્વ જણાતું ન હતું ત્યાં એણે હુમલો કર્યો છે. એણે કરોડો લોકોને અસર કરી છે—જેમાં ઘણી માતાઓ અને પિતાઓ છે. બેતૃત્યાંસ ઇટાલીવાસીઓ માટે, એ “એક નંબરની ધમકી છે.” એ નવા સામાજિક કોયડા ઊભા કરે છે. અંશતઃ એ ડ્રગ્સમાં સંડોવાતા ઘણા યુવાન લોકોના કોયડાનું મૂળ છે. એ લાખોની ઊંઘ હરામ કરે છે, અને બીજા લાખોને માથે પડવાની તૈયારીમાં હોય શકે . . .

“બેકારી કદાચ આપણા સમયની સૌથી વિસ્તૃત ભય પેદા કરનાર હકીકત છે,” એમ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD, ઓઈસીડી) પુષ્ટિ કરે છે. “આ હકીકતનો વ્યાપ અને પરિણામો જાણીતા છે,” એમ કમિશન ઓફ યુરોપિયન કોમ્યુનિટિઝ લખે છે, પરંતુ “એનો સામનો કરવો કપરો છે.” એ તો એવું “પ્રેત” છે, એક નિષ્ણાત કહે છે, “જે જૂના ખંડની ગલીઓમાં શિકાર કરવા પાછું ફરે છે.” યુરોપિયન યુનિયન (EU, ઈયુ)માં, હમણાં બેકારોની સંખ્યા આશરે બે કરોડ છે, અને ઓક્ટોબર ૧૯૯૪માં, એકલા ઇટાલીમાં જ તેઓની અધિકૃત સંખ્યા ૨૭,૨૬,૦૦૦ હતી. યુરોપિયન યુનિયન કમિશ્નર પોથરીગ ફ્લીનના મતાનુસાર, “બેકારી નિવારણ એ આપણે સામનો કરવો પડતો સૌથી મહત્ત્વનો સામાજિક અને આર્થિક પડકાર છે.” તમે બેકાર હો અથવા નોકરી ગુમાવવાના ભયમાં હો તો, એનાથી જે ભય પેદા થાય છે એ તમે જાણો છો.

પરંતુ બેકારી કંઈ એકલા યુરોપનો કોયડો નથી. એ સમગ્ર અમેરિકી દેશોને પીડા આપે છે. એણે આફ્રિકા, એશિયા, કે મહાસાગરોના ટાપુઓને પણ બાકાત રાખ્યા નથી. પૂર્વીય યુરોપીય દેશો તાજેતરના વર્ષોમાં એનો ડંખ અનુભવી રહ્યા છે. સાચું, એ સર્વત્ર સરખી રીતે પ્રહાર કરતો નથી. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ અનુસાર, યુરોપ અને ઉત્તર અમેરિકામાં બેકારીનો દર વધુ લાંબા સમય સુધી ગત દાયકાઓ કરતાં વધુ ઊંચો રહેશે.a અને પરિસ્થિતિ “ઊતરતી કક્ષાની કે ઓછા સમયની નોકરીઓમાં વધારો થવાથી તથા પ્રાપ્ય નોકરીની ગુણવત્તા સામાન્યપણે કથળવાથી, વધારે ખરાબ” થાય છે, એમ અર્થશાસ્ત્રી રેનેટો બ્રુનેટા નિર્દેશ કરે છે.

a બેકારીનો દર બેકાર રહેલા કુલ મજૂરોના ટકા છે.

હઠીલી આગેકૂચ

બેકારીએ એક એક કરીને બધા વિભાગોને અસર કરી છેઃ પ્રથમ ખેતીવાડી, જેમાં વધેલું યંત્રીકરણ લોકોને બેકાર બનાવે છે; પછી ઉદ્યોગ, જેના પર ૧૯૭૦ના દાયકાથી ઉર્જા કટોકટીની અસર પડી છે; અને હવે, સેવા વિભાગ—વેપાર, શિક્ષણ—જે અગાઉ નિર્વિવાદ ગણાતો હતો. વીસ વર્ષ પહેલાં ૨ કે ૩ ટકાથી વધારે બેકારી દરે મોટો ભય ઊભો કરી દીધો હોત. આજે ઔદ્યોગિકરણ પામેલો દેશ બેકારી ૫ કે ૬ ટકાથી નીચે રાખે તો પોતાને સફળ સમજે છે, અને ઘણા વિકસિત દેશોમાં વધુ ઊંચા દર છે.

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO, આઈએલેઓ) અનુસાર, બેકાર વ્યક્તિ તે છે જેની પાસે કામ નથી, જે કામ કરવા તૈયાર છે, અને જે સક્રિયપણે કામ શોધતી હોય. પરંતુ એવી વ્યક્તિ વિષે શું જે કાયમી પૂરા સમયનું કામ ન હોય અથવા જે સપ્તાહમાં ફક્ત થોડાક કલાક જ કામ કરી શકે છે? પાર્ટ-ટાઈમ કામને જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે જોવામાં આવે છે. અમુક દેશોમાં કેટલાક જેઓ હકીકતમાં બેકાર છે તેઓને અધિકૃત રીતે નોકરીવાળા ગણવામાં આવે છે. રોજગાર અને બેકારી વચ્ચેની અસ્પષ્ટ પરિસ્થિતિ એ નક્કી કરવું અઘરું બનાવે છે કે ખરેખર કોણ બેકાર છે, અને એ કારણે આંકડા ફક્ત વાસ્તવિકતાનું અંશત: વર્ણન કરે છે. “અરે [OECD દેશોમાં] બેકારોની અધિકૃત ૩ કરોડ ૫૦ લાખની સંખ્યા પણ કામ વગરનાઓના પૂરા વ્યાપનું પ્રતિબિંબ પાડતી નથી,” એક યુરોપીય અભ્યાસ કહે છે.

બેકારીની ઊંચી કિંમત

પરંતુ સંખ્યા કંઈ આખી વાત કહેતી નથી. “બેકારીને લીધે આર્થિક અને સામાજિક રીતે ચૂકવવી પડતી કિંમત પ્રચંડ છે,” કમિશન ઓફ યુરોપિયન કોમ્યુનિટિઝ કહે છે, અને એ “ફક્ત બેકારોના કલ્યાણ અર્થે સીધેસીધા ચૂકવવામાં આવતા ખર્ચનું જ નહિ, પરંતુ બેકારો સક્રિય હોત તો પ્રાપ્ત થઈ શકતા મહેસૂલના નુકસાનનું પણ” પરિણામ છે. અને બેકારી ભથ્થુ ફક્ત સરકારોને જ નહિ પરંતુ નોકરી કરી રહેલાઓને પણ, વધારે ને વધારે બોજરૂપ બનતું જાય છે, જેઓ પર વધુ કરબોજ આવે છે.

બેકારી કંઈ ફક્ત હકીકતો અને આંકડાઓની બાબત જ નથી. વ્યક્તિગત ફજેતી એનું પરિણામ છે, કેમ કે એ મરકી લોકો—દરેક સામાજિક વર્ગના પુરુષો, સ્ત્રીઓ, અને યુવાનો—પર પ્રહાર કરે છે. આ “છેલ્લા સમય”ના અન્ય સર્વ કોયડા સાથે જોડાઈને, બેકારી પ્રચંડ બોજ સાબિત થઈ શકે છે. (૨ તીમોથી ૩:૧-૫; પ્રકટીકરણ ૬:૫, ૬) બીજી બધી બાબતો બરાબર હોય તોપણ, ખાસ કરીને “લાંબા ગાળાની બેકારી”નો પ્રહાર થયો હોય તો, લાંબા સમયથી બેકાર વ્યક્તિને નોકરી મેળવવી હજુ પણ વધુ અઘરું બનશે. કહેતા દિલગીરી થાય છે કે, કેટલાકને ફરી કદી નોકરી મળી શકતી નથી.b

b “લાંબા ગાળાના બેકારો” એવા લોકો છે જેઓને ૧૨ કરતાં વધુ મહિનાથી નોકરી મળી નથી. EUમાં બેકારોમાંના અર્ધોઅર્ધ આ વર્ગમાં આવે છે.

માનસિક રોગ ચિકિત્સકોને માલૂમ પડે છે કે આજના બેકારોમાં માનસિક રોગ અને માનસિક કોયડા, તેમ જ લાગણીમય અસ્થિરતા, હતાશા, પ્રગતિશીલ ઉદાસીનતા, અને સ્વમાનની ખામી વધી રહ્યાં છે. બાળકોની સંભાળ લેતી વ્યક્તિ નોકરી ગુમાવે છે ત્યારે, એ ભયંકર વ્યક્તિગત કરુણતા બને છે. તેઓ ફરતેની દુનિયા ભાંગી પડે છે. સલામતીનું બાષ્પિભવન થઈ જાય છે. આજે, હકીકતમાં, કેટલાક નિષ્ણાતો વ્યક્તિમાં તે નોકરી ગુમાવે તેની શક્યતા સંબંધી ફૂટી નીકળતી “અપેક્ષિત ચિંતાની” નોંધ લે છે. આ ચિંતાની કૌટુંબિક સંબંધો પર ગંભીર અસર પડી શકે છે અને હજુ પણ વધુ કરુણ પરિણામો લાવી શકે છે, જે બેકારોની તાજેતરની આત્મહત્યાઓ દર્શાવી શકે. વધુમાં, રોજગાર બજારમાં પહેલી વાર નોકરી મેળવવાની મુશ્કેલી હોવી એ યુવાન લોકોમાં હિંસા અને સામાજિક જુદાપણું હોવાનું એક સંભવિત કારણ છે.

‘ભ્રષ્ટ વ્યવસ્થાના કેદીઓ’

સજાગ બનો!એ નોકરી ગુમાવનાર અનેક લોકોના ઇન્ટર્વ્યૂ લીધા છે. પચાસ વર્ષના આર્મેન્ડોએ કહ્યું કે તેના માટે એનો અર્થ “૩૦ વર્ષનું કામ ધોવાય જતું જોવું, અને ફરી શરૂઆત કરવી,” થયો, અને “જાણે ભ્રષ્ટ વ્યવસ્થાના કેદી હોઈએ” એવી લાગણી થઈ. ફ્રાંસેસ્કોએ ‘દુનિયા માથે તૂટી પડતી જોઈ.’ સ્ટેફાનોને “જીવનની વર્તમાન વ્યવસ્થામાં નિરાશાની ગહન લાગણી થઈ.”

બીજી તર્ફે, લુચીઆનોએ, એક મહત્ત્વના ઇટાલિયન ઓટોમોબાઈલ ઉદ્યોગની ટેકનિકલ વ્યવસ્થામાં લગભગ ૩૦ વર્ષ કામ કર્યા પછી પાણીચું મળતા, “પોતાનાં આટલાં બધાં વર્ષોના પ્રયત્નો, ખંત, અને ભરોસાને કોઈ લેખામાં લેતા ન જોવા મળતા ક્રોધની અને છેતરાયાની લાગણી અનુભવી.”

આગાહીઓ અને નિરાશાઓ

કેટલાક અર્થશાસ્ત્રીઓએ તદ્દન ભિન્‍ન દૃશ્યોની અપેક્ષા રાખી હતી. અર્થશાસ્ત્રી જોન મેનાર્ડ કીન્સે ૧૯૩૦માં હવે પછીના ૫૦ વર્ષમાં “બધા માટે કામ”ની આશાવાદી આગાહી કરી, અને દાયકાઓ સુધી પૂરા સમયની નોકરીને હાંસલ કરી શકાય એવો ધ્યેય ગણ્યો. યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનના દસ્તાવેજે ૧૯૪૫માં પૂરા સમયની નોકરીની ઝડપી પ્રાપ્તિનો ધ્યેય બેસાડ્યો. હજુ તાજેતરમાં જ માનવામાં આવતું હતું કે પ્રગતિનો અર્થ બધા માટે નોકરી અને કામ પર ઓછા કલાક થશે. પરંતુ બાબતો એમ થઈ નહિ. ગત દાયકાની કારમી મંદીએ “‘૩૦ના દાયકાʼની મોટી મંદી પછી ગોળાવ્યાપી રોજગારની સૌથી કારમી કટોકટી” પેદા કરી છે, એમ ILO કહે છે. સાઉથ આફ્રિકામાં ઓછામાં ઓછા ૩૦.૬ લાખ લોકો કામ વગરના છે, જેમાં કંઈક ૩૦ લાખ કાળા આફ્રિકનોનો સમાવેશ થાય છે. અરે જાપાન પણ—જ્યાં ગયે વર્ષે ૨૦ લાખ લોકો પાસે કામ ન હતું—કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે.

શા માટે બેકારી આટલી વિસ્તૃત ફાલેલી મરકી છે? એનો સામનો કરવા કયા ઉકેલો સૂચવવામાં આવ્યા છે?

(g96 3/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો