૫
બાઇબલનો સંદેશો
યહોવા વિશ્વના માલિક હોવાથી, તેમને જ રાજ કરવાનો હક છે. તેમના માર્ગો આપણા ભલા માટે છે. પૃથ્વી અને મનુષ્યો માટેનો તેમનો હેતુ જરૂર પૂરો થશે.
ઈ.સ. પૂર્વે ૪૦૨૬ પછી યહોવાના રાજ કરવાના હક પર અને તેમની રાજ કરવાની રીત પર ‘સાપ’ એટલે કે શેતાન સવાલ ઉઠાવે છે. યહોવા વચન આપે છે કે પોતે ‘સંતાન’ ઊભું કરશે, જે આખરે શેતાનનો નાશ કરશે. (ઉત્પત્તિ ૩:૧-૫, ૧૫) જોકે, શેતાનની અસર નીચે મનુષ્યને રાજ કરવાની યહોવા હમણાં છૂટ આપે છે. |
ઈ.સ. પૂર્વે ૧૯૪૩ યહોવા ઈબ્રાહીમને જણાવે છે કે વચનનું ‘સંતાન’ તેમના વંશમાંથી હશે.—ઉત્પત્તિ ૨૨:૧૮. |
ઈ.સ. પૂર્વે ૧૦૭૦ પછી રાજા દાઊદ અને પછીથી તેમના દીકરા સુલેમાનને યહોવા ખાતરી આપે છે કે વચનનું ‘સંતાન’ તેમના વંશમાંથી આવશે.—૨ શમૂએલ ૭:૧૨, ૧૬; ૧ રાજાઓ ૯:૩-૫; યશાયા ૯:૬, ૭. |
ઈ.સ. ૨૯ ઈસુને યહોવા વચનના ‘સંતાન’ તરીકે ઓળખાવે છે, જે દાઊદના રાજ્યાસનના વારસ છે.—ગલાતી ૩:૧૬; લુક ૧:૩૧-૩૩; ૩:૨૧, ૨૨. |
ઈ.સ. ૩૩ ઈસુને મારી નંખાવીને શેતાને વચનના ‘સંતાનʼને થોડો સમય હાનિ પહોંચાડી. ઈસુને સજીવન કરીને યહોવા સ્વર્ગનું જીવન આપે છે, ઈસુના સંપૂર્ણ જીવનનું મૂલ્ય સ્વીકારે છે. એ આધારે પાપોની માફી અને આદમનાં વંશજોને સદાનું જીવન આપવા યહોવાએ માર્ગ ખોલ્યો.—ઉત્પત્તિ ૩:૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨-૩૬; ૧ કોરીંથી ૧૫:૨૧, ૨૨. |
લગભગ ઈ.સ. ૧૯૧૪ શેતાનને પૃથ્વી પર ફેંકી દઈને ઈસુ તેને થોડા સમય માટે પૃથ્વી પૂરતો મર્યાદિત કરી દે છે.—પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨. |
ભાવિ ઈસુ ૧,૦૦૦ વર્ષ માટે શેતાનને કેદ કરે છે અને પછી તેનો નાશ કરે છે, જાણે કે તેનું માથું છૂંદે છે. પૃથ્વી અને મનુષ્ય માટેનો યહોવાનો હેતુ પૂરો થાય છે, તેમના નામ પર લાગેલો દોષ દૂર થાય છે અને તેમની રાજ કરવાની રીત ખરી સાબિત થાય છે.—પ્રકટીકરણ ૨૦:૧-૩, ૧૦; ૨૧:૩, ૪. |