દેવશાહી સેવા શાળા સમીક્ષા
એપ્રિલ ૨૮, ૨૦૧૪થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
(જુઓ પાન ૯)
શાળા સમીક્ષા (પાન ૨થી ચાલુ)
પોટીફારની પત્ની સાથે વ્યભિચાર ન કરવા અને દૂર ભાગી જવા યુસફને શામાંથી મદદ મળી? (ઉત. ૩૯:૭-૧૨) [માર્ચ ૩, w૧૩ ૨/૧૫ પાન ૪ ફકરો ૬; w૦૭ ૧૧/૧ પાન ૧૦ ફકરો ૧૬]
અન્યાય અને સતાવણી સહી રહ્યાં છે તેઓને યુસફનો દાખલો કઈ રીતે મદદ કરી શકે? (ઉત. ૪૧:૧૪, ૩૯, ૪૦) [માર્ચ ૧૦, w૦૪ ૧/૧૫ પાન ૨૯ ફકરો ૬; w૦૪ ૬/૧ પાન ૨૦ ફકરો ૪]
શાના આધારે યુસફે પોતાના ભાઈઓને દયા બતાવી? [માર્ચ ૧૭, w૯૯ ૧/૧ પાન ૩૦ ફકરા ૬-૭]
ઉત્પત્તિ ૪૯:૧૯ના શબ્દો આજે આપણને કઈ રીતે લાગુ પડે છે? [માર્ચ ૨૪, w૦૪ ૬/૧ પાન ૧૫, ૧૬ ફકરા ૫-૮]
નિર્ગમન ૩:૭-૧૦ આપણને યહોવા વિશે શું શીખવે છે? [માર્ચ ૩૧, w૦૯ ૪/૧ પાન ૧૦, ફકરા ૩-૬]
મુસાના સમયમાં યહોવાએ કઈ એક રીતે પોતાના નામ પ્રમાણે કરી બતાવ્યું? (નિર્ગ. ૩:૧૪, ૧૫) [માર્ચ ૩૧, w૧૩ ૩/૧૫ પાન ૨૫, ૨૬ ફકરા ૫-૬]
નિર્ગમન ૭:૧ પ્રમાણે મુસા કઈ રીતે ‘ફારૂનની આગળ દેવ’ સમાન બન્યા? [એપ્રિ. ૭, w૦૪ ૩/૧૫ પાન ૨૫ ફકરો ૮]
યહોવાએ પોતાની શક્તિથી ઈસ્રાએલીઓને મિસરમાંથી છોડાવ્યા, એ જોયા છતાં પણ તેઓએ કેવું વલણ બતાવ્યું અને આપણે એમાંથી શું શીખી શકીએ? (નિર્ગ. ૧૪:૩૦, ૩૧) [એપ્રિ. ૧૪, w૧૨ ૩/૧ પાન ૨૮, ૨૯ ફકરા ૮-૧૦]
‘તમને ગરૂડની પાંખો ઉપર ઊંચકીને લાવ્યો’ એ શબ્દો કઈ રીતે બતાવે છે કે યહોવા ઈસ્રાએલ પ્રજા સાથે પ્રેમથી વર્ત્યા? (નિર્ગ. ૧૯:૪) [એપ્રિ. ૨૮, w૯૬ ૬/૧૫ પાન ૧૦ ફકરા ૫–પાન ૧૧ ફકરા ૨]
યહોવા કઈ રીતે “બાપોના અન્યાયની શિક્ષા છોકરાં પર” લાવે છે? (નિર્ગ. ૨૦:૫) [એપ્રિ. ૨૮, w૦૪ ૩/૧૫ પાન ૨૭ ફકરો ૧]