બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૪-૪૫
યુસફે પોતાના ભાઈઓને માફ કર્યા
કોઈ આપણને દુઃખ પહોંચાડે અને ખાસ તો જાણીજોઈને તો તેને માફ કરવું આપણા માટે અઘરું હોય છે. યુસફ સાથે તેમના ભાઈઓ ખરાબ રીતે વર્ત્યા તોપણ યુસફે તેમને માફ કર્યા. તેઓને માફ કરવા યુસફને ક્યાંથી મદદ મળી?
યુસફે બદલો લીધો નહિ પણ તેઓને માફ કર્યા.—ગી ૮૬:૫; લુક ૧૭:૩, ૪
તેમણે દિલમાં ખાર ભરી રાખ્યો નહિ. પણ તે યહોવાને પગલે ચાલ્યા. યહોવા દિલથી બધાને માફ કરવા તૈયાર રહે છે.—મીખા ૭:૧૮, ૧૯
હું કઈ રીતે યહોવાની જેમ બીજાઓને માફ કરી શકું?