વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑગસ્ટ પાન ૩
  • લોતની પત્નીને યાદ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લોતની પત્નીને યાદ રાખો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • લોતની પત્નીને યાદ રાખો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • પહેલાં હતા ખાલી હાથ, આજે છે અઢળક આશીર્વાદ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • વીતી ગયેલી બાબતો પર ધ્યાન દેશો નહિ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ચિંતાનો સામનો કરવા બીજાઓને મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑગસ્ટ પાન ૩
લોતની પત્ની પાછળ જુએ છે અને ખારનો થાંભલો બની જાય છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લોતની પત્નીને યાદ રાખો

સદોમથી નાસી જતી વખતે લોતની પત્નીએ કેમ પાછળ વળીને જોયું હતું? એ વિશે બાઇબલમાં સીધેસીધું કંઈ જણાવ્યું નથી. (ઉત ૧૯:૧૭, ૨૬) પરંતુ, ઈસુએ લોતની પત્નીનો ઉલ્લેખ કરીને ચેતવણી આપી હતી; એના પરથી સમજી શકાય કે તેનું મન કદાચ પાછળ છૂટી ગયેલી બાબતો પર હતું. (લુક ૧૭:૩૧, ૩૨) લોતની પત્નીએ ઈશ્વરની કૃપા ગુમાવી દીધી હતી. આપણી સાથે એવું ન બને માટે આપણે શું કરવું જોઈએ? આપણે પૈસા અને એશોઆરામ પાછળ દોડવું ન જોઈએ. (માથ ૬:૩૩) ઈસુએ શીખવ્યું હતું કે આપણે “ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.” (માથ ૬:૨૪) પણ જો એવી બાબતો ભક્તિનો આપણો બધો સમય ખાઈ જતી હોય, તો શું કરી શકીએ? સમજશક્તિ માટે યહોવાને પ્રાર્થના કરી શકીએ, પછી જીવનમાં જરૂરી સુધારા કરવા તેમની પાસે હિંમત અને શક્તિ માંગી શકીએ.

લોતની પત્નીને યાદ રાખો, ત્રણ ભાગના આ વીડિયોને ધ્યાનમાં રાખીને નીચેના સવાલોના જવાબ આપો:

  • ઍના નોકરી પર; ગ્લોરિયા એના અંકલ સાથે; બ્રાયન અને ગ્લોરિયા સાથે પ્રાર્થના કરે છે

    મારાં કાર્યોમાં કઈ રીતે દેખાઈ આવે છે કે, મને ઈસુની ચેતવણી યાદ છે: “લોતની પત્નીને યાદ રાખો”?

    વધુ પૈસા કમાવવાની લાલચે ગ્લોરીયાનાં વાણી-વર્તન અને વિચારો પર કેવી અસર કરી?

  • લોતની પત્નીના દાખલામાંથી આપણને કઈ ચેતવણી મળે છે?

  • બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાથી જૉ અને તેના કુટુંબને કેવા ફાયદા થયા?

  • ઍના સાથે કામ કરનાર લોકોની તેના પર કેવી અસર થઈ?

  • જીવનમાં ધનદોલતને પ્રથમ સ્થાને મૂકવાનું દબાણ આવે ત્યારે, શા માટે હિંમતની જરૂર પડે છે?

  • બ્રાયન અને ગ્લોરીયાએ કઈ રીતે ભક્તિને ફરી એક વાર પ્રથમ સ્થાન આપ્યું?

  • આ વીડિયો પરથી બાઇબલના કયા સિદ્ધાંતો વિશે શીખવા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો