વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૬/૮ પાન ૨૦
  • ગ્રામ્ય અમેરિકનો અને બાઇબલ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગ્રામ્ય અમેરિકનો અને બાઇબલ
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • કોણે આગેવાની લીધી હતી?
  • દેવનું નામ જેણે મારું જીવન બદલી નાખ્યું!
    સજાગ બનો!—૨૦૦૧
  • નવી દુનિયાનું ભાષાંતર—જગત ફરતે લાખો લોકોએ એની કદર કરી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • તણાવ
    સજાગ બનો!—૧૯૯૮
  • પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
સજાગ બનો!—૧૯૯૯
g99 ૬/૮ પાન ૨૦

ગ્રામ્ય અમેરિકનો અને બાઇબલ

યુ રોપીયનોએ અમેરિકા પર આક્રમણ કર્યું ત્યારથી, ઘણાએ ગ્રામ્ય અમેરિકનોને બાઇબલ શીખવવાનો પ્રયત્ન કર્યો છે.

લગભગ ૧૭મી સદીથી સંપૂર્ણ બાઇબલ છ ઉત્તર અમેરિકી આદિવાસી ભાષામાં ભાષાંતર થયું છે. પ્રથમ જ્હોન એલીયટનું બાઇબલ હતું જે ૧૬૬૩માં બોસ્ટન અને રોક્ષબરી નજીક મેસાચુસેટ્ટ્‌સમાં, ઇન્ડિયન મેસાચુસેટ્ટ્‌સ માટે છપાયું હતું. એન્સાયક્લોપેડિયા ઑફ નોર્થ અમેરિકન ઈન્ડીયન્સના લખાણમાં હાર્વે માર્કવીટ્‌ઝ નોંધે છે: “જોકે આજે ઘણા ઇતિહાસકારો ગ્રામ્ય લોકોના વિકાસ માટેના [“‘અસભ્ય’ લોકોમાંથી સારા ‘નાગરિક’ બનાવવાના’”] પ્રયત્નો પર શંકા ઉઠાવે છે છતાં, એલીયટનું કાર્ય ઘણું જ મોટા પ્રમાણમાં છે અને એ બધાને જવાબ આપે છે. તેણે લગભગ પંદર વર્ષની સખત મહેનત કરીને મેસાચુસેટ્ટ્‌સ ભાષા શીખી અને એની લિપિ બનાવીને બાઇબલ ભાષાંતરનું કાર્ય કર્યું. એલીયેટે આ મુશ્કેલ કાર્યને ‘ધર્મનું અને પવિત્ર કાર્ય તરીકે, ભય, કાળજી અને આદર સહિત ગણ્યું.’”

જોકે બીજી ગ્રામ્ય અમેરિકન ભાષાઓમાં બાઇબલના અમુક ભાગો ભાષાંતર કરવામાં આવ્યા હતા તોપણ, બીજુ સંપૂર્ણ બાઇબલ બસો વર્ષ પછી, બ્રિટીશ અને ફૉરેન બાઇબલ સોસાયટીના સહકારથી, વેસ્ટર્ન ક્રી આવૃત્તિ (૧૮૬૨)માં છપાયું. બીજા ભાષાંતરો એ પછી તરત જ આવ્યા: ઈસ્ટર્ન આર્કટીક ઈન્યુટ (૧૮૭૧); ડકોટા, અથવા ઈસ્ટર્ન સીઓક્ષ (૧૮૮૦); અને ગ્વીચીન, સબઆર્કટિક અમેરિકન ભાષા (૧૮૯૮).

સૌથી તાજેતરનું બાઇબલ ભાષાંતર એ નવાહો છે, જે બે બાઇબલ સોસાયટીના સંગઠિત પ્રયત્નો અને ૪૧ વર્ષની તૈયારી પછી ૧૯૮૫માં પ્રકાશિત થયું. હેબ્રી અને ગ્રીક શાસ્ત્રોના ભાગો હવે લગભગ ૪૬ આદિવાસી ભાષાઓમાં પ્રાપ્ય છે.

કોણે આગેવાની લીધી હતી?

માર્કોવીટ્‌ઝ કહે છે: “એ નોંધપાત્ર છે કે . . . બાઇબલ ભાષાંતરનું કાર્ય એ મોટા પ્રમાણમાં પ્રોટેસ્ટંટના પ્રયત્નો રહ્યાં છે.” એ જ લેખક આગળ એવું જણાવે છે કે સેકન્ડ વેટીકન કાઉન્સીલ (૧૯૬૨) પહેલાં, કૅથલિક ચર્ચ “ચર્ચના સભ્યોને બાઇબલ વહેંચવાને ઉત્તેજન આપતું ન હતું, તેઓ એવું માનતા હતા કે આ સામાન્ય લોકો . . . બાઇબલ વચનની સચોટ સમજણ મેળવવાની ખામી ધરાવે છે.”

તાજેતરમાં ઉત્તર અમેરિકાના ગ્રામ્ય અમેરિકનોની ભાષામાં ભાષાંતર માટે વિવિધ બાઇબલ સોસાયટીઓ લગભગ ૨૦ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં ચેયન્‍ને, હવાસુપાઈ, મીકમેક અને ઝુની ભાષાઓનો સમાવેશ થાય છે. ગ્રીક શાસ્ત્રની નવી આવૃત્તિ નવાહો રાષ્ટ્ર માટે તૈયાર થઈ રહી છે. બીજા ભાષાંતરો મધ્ય અને દક્ષિણ અમેરિકન આદિવાસીઓ માટે તૈયાર થઈ રહ્યાં છે.

યહોવાહના સાક્ષીઓ કોઈ પ્રોટેસ્ટંટ સંગઠન સાથે જોડાયેલા નથી. તેમ છતાં, તેઓ સર્વ ગ્રામ્ય અમેરિકનો મધ્યે સક્રિય છે, અને પરિણામે, ઘણા ગ્રામ્ય અમેરિકનો “નવાં આકાશ તથા નવી પૃથ્વી” જેમાં ન્યાયીપણું રહેશે એ સંબંધીના બાઇબલ સત્યને પ્રત્યુત્તર આપી રહ્યાં છે. (૨ પીતર ૩:૧૩) સાક્ષીઓ અત્યારે અમેરિકાની ગ્રામ્ય ભાષાઓમાં પ્રાપ્ય બાઇબલોનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ વૉચ ટાવર સોસાયટી દ્વારા ઘણી બધી ગ્રામ્ય અમેરિકન ભાષાઓમાં ભાષાંતર પામેલા બાઇબલ સાહિત્યનો પણ ઉપયોગ કરે છે જેમાં, આઈમારા, ક્રી, ડાકોટા, ગૌરાની, ઈનુક્ટીટુટ, આયરોક્વીશ, નવાહો, ક્યુચુઆ અને બીજી નવ ભાષાઓનો સમાવેશ થાય છે.—સજાગ બનો! (અંગ્રેજી) સપ્ટેમ્બર ૮, ૧૯૯૬ જુઓ.

“યહોવાહ”

નવાહો બાઇબલમાં

ગીતશાસ્ત્ર ૬૮:૪માં જોવા મળે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો