બાઇબલ શું કહે છે
ખ્રિસ્તીઓએ મીસને કઈ દૃષ્ટિએ જોવી જોઈએ?
પ્રમાણિક કૅથલિક પોપ જોન બીજા સાથે સહમત થાય છે કે જેમણે ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અનુસાર તાજેતરમાં “ફરી કબૂલ્યું કે કૅથલિક મીસમાં જવાનું ચૂકી જાય તો ચર્ચ એને પાપ ગણે છે.” મીસ શું છે? શું ચર્ચ અને બાઇબલ એ વિષય પર સહમત છે?
થીંગ્સ કૅથોલિક આર આસ્ક અબાઉટ પુસ્તકમાં કૅથલિક પાદરી માર્ટિન જે. સ્કોટ મીસની નીચે પ્રમાણે વ્યાખ્યા આપે છે: “મીસ ખ્રિસ્તના શરીર અને લોહી વગરનું બલિદાન છે. કાલ્વરી ખ્રિસ્તના બલિદાનનું શરીર હતું. ક્રોસ પરના બલિદાન જેટલું જ મીસ મહત્ત્વનું છે. આ કોઈ શબ્દાલંકાર, રૂપક કે અતિશયોક્તિ નથી.” તે એ પણ બતાવે છે: “મીસ દેવના દીકરાને આપણી વેદી પર લાવી દેવ સમક્ષ તેમનું બલિદાન આપે છે એવો દાવો કરે છે.”
શું મીસ શાસ્ત્રીય છે?
પ્રમાણિક કૅથલિક માને છે કે મીસ શાસ્ત્રના આધારે છે. પુરાવા તરીકે તેઓ સામાન્ય રીતે ઈસુના છેલ્લા ભોજન દરમિયાનના શબ્દોનો ઉલ્લેખ કરે છે. ઈસુએ પોતાના પ્રેષિતોને રોટલી અને દ્રાક્ષદારૂનું વિતરણ કર્યું ત્યારે, રોટલીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, “એ મારૂં શરીર છે.” દ્રાક્ષદારૂનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું “એ મારૂં લોહી છે.” (માત્થી ૨૬:૨૬-૨૮) કૅથલિકો માને છે કે ઈસુએ આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેમણે વાસ્તવમાં રોટલી અને દ્રાક્ષદારૂનું પોતાના શરીર અને લોહીમાં પરિવર્તન કર્યું. તેમ છતાં, ન્યૂ કૅથલિક એન્સાયક્લોપેડિયા (૧૯૬૭) ચેતવણી આપે છે: “આપણે ‘એ મારૂં શરીર છે’ કે ‘એ મારૂં લોહી છે’ આ શબ્દોના શાબ્દિક અર્થ પર વધારે આધારિત રહેવું જોઈએ નહિ. ‘કાપણી જગતનો અંત છે’ (માત્થી ૧૩.૩૯) અથવા ‘હું ખરો દ્રાક્ષવેલો છું’ (યોહાન ૧૫.૧)ના આ પ્રકારના વાક્યોમાં [ક્રિયાપદ “હોવું, બનવું, થવું”]નો અર્થ ફક્ત વ્યક્ત કરવા કે દૃષ્ટાંત બનવાનો થાય છે.” આમ, આ અધિકૃત એન્સાયક્લોપેડિયા કબૂલે છે કે માત્થી ૨૬:૨૬-૨૮ના શબ્દો એવું પુરવાર કરતા નથી કે છેલ્લા ભોજનની રોટલી અને દ્રાક્ષદારૂનું ઈસુના શાબ્દિક શરીર અને લોહીમાં પરિવર્તન થયું હતું.
કોઈક યાદ કરી શકે કે ઈસુએ એક વાર કહ્યું: “જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું. . . . જે રોટલી હું આપીશ તે મારૂં માંસ છે, તે જગતના જીવનને સારૂ હું આપીશ. જે કોઈ મારૂં માંસ ખાય છે અને મારૂં લોહી પીએ છે, તેને અનંતજીવન છે.” (યોહાન ૬:૫૧, ૫૪) ઈસુને સાંભળનારા કેટલાક લોકોએ તેમના આ શબ્દોને શાબ્દિક રીતે લીધા અને આઘાત લાગ્યો. (યોહાન ૬:૬૦) પરંતુ આપણે પૂછી શકીએ, શું એ પ્રસંગે ઈસુએ પોતાના શરીરને રોટલીમાં પરિવર્તન કર્યું હતું? સાચે જ નહિ! તે ગર્ભિતાર્થમાં બોલી રહ્યાં હતા. તેમણે પોતાને રોટલી સાથે સરખાવ્યા કારણ કે તેમના બલિદાન દ્વારા તે માણસજાતને જીવન આપી શક્યા. યોહાન ૬:૩૫, ૪૦ સ્પષ્ટપણે બતાવે છે કે ખાવાનું અને પીવાનું ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ આચરવાથી થઈ શકે.
મીસ એ કૅથલિક ચર્ચનો મુખ્ય રીવાજ હોવાથી, શાસ્ત્ર એને ટેકો આપે એવી વ્યક્તિ આશા રાખી શકે. શાસ્ત્રો એને ટેકો આપતા નથી. ધ કૅથલીક એન્સાયક્લોપીડીયા (૧૯૧૩ આવૃત્તિ)એ સમજાવ્યું શા માટે: “અમારા સિદ્ધાંતનો મુખ્ય ઉદ્ભવ . . . પરંપરા છે, કે જેને શરૂઆતના સમયોમાં બલિદાનના મીસમાં [દાખલ કરવાનું] જાહેર કરવામાં આવ્યું.” હા, રોમન કૅથલિક મીસ પરંપરા પર આધારિત છે બાઇબલ પર નહિ.
એ ગમે તેટલી પ્રમાણિકતાથી માનવામાં આવે પણ બાઇબલ વિરુદ્ધની પ્રણાલિ દેવને અસ્વીકાર્ય છે. ઈસુએ પોતાના દિવસના ધાર્મિક આગેવાનોને ઠપકો આપ્યો: “તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે.” (માત્થી ૧૫:૬) ઈસુ દેવના શબ્દોનું મૂલ્ય સમજતા હોવાથી, ચાલો આપણે મીસના શિક્ષણને પવિત્ર શાસ્ત્રવચનોના પ્રકાશમાં તપાસીએ.
ખ્રિસ્તનું બલિદાન—કેટલી વાર?
કૅથલિક ચર્ચ શીખવે છે કે દરેક સમયે મીસ ખ્રિસ્તનું બલિદાન ઉજવે છે તેમ છતાં એવી દલીલ કરવામાં આવે છે કે તે વાસ્તવમાં મરી ગયા ન હતા અને એ બલિદાન લોહી વિનાનું છે. શું બાઇબલ આ દૃષ્ટિબિંદુ સાથે સહમત થાય છે? હેબ્રી ૧૦:૧૨, ૧૪ નોંધો: “પણ એ [ઈસુ] તો પાપોને માટે એક બલિદાન સદાકાળને સારૂ કરીને, દેવની જમણી તરફ બિરાજેલો છે. કેમકે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે.”
તેમ છતાં, એક પ્રમાણિક કૅથલિક વાંધો ઉઠાવી શકે: ‘શું ઈસુએ પોતાને અવારવનાર રજૂ કરવા ન પડે? આપણે બધા ઘણી વાર પાપ કરીએ છીએ.’ બાઇબલનો પ્રત્યુત્તર હેબ્રી ૯:૨૫, ૨૬માં નોંધેલો છે: “[ખ્રિસ્તને] વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહિ. . . . પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયો.” આની કાળજીપૂર્વક નોંધ લો: ખ્રિસ્તે “વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહિ.” રૂમી ૫:૧૯માં પ્રેષિત પાઊલ સમજાવે છે શા માટે: “કેમકે જેમ એક માણસના [આદમના] આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના [ઈસુના] આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.” આદમની એક જ આજ્ઞાભંગે આપણ સર્વને પાપને આધીન બનાવ્યા; ઈસુના એક જ છુટકારાના કૃત્યએ આપણ સર્વ માટે એ બલિદાનમાં વિશ્વાસ આચરી આપણા પાપોની માફી હમણાં મેળવવાનું અને ભાવિમાં અનંતજીવનનો આનંદ માણવાનો પાયો નાખ્યો.
ઈસુએ એક જ વાર બલિદાન આપ્યું કે તેમણે અવારનવાર આપ્યું એમાં શો તફાવત છે? એ ઈસુએ આપેલા બલિદાનની મૂલ્યની કદર કરવાની બાબત છે. એ આપવામાં આવેલી સૌથી મોટી—એકદમ મૂલ્યવાન, એદકમ સંપૂર્ણ કે જેનું ફરી કદી પુનરાવર્તન કરવાની જરૂર નથી એ છે.
ઈસુનું બલિદાન ખરેખર યાદ રાખવાને યોગ્ય છે. પરંતુ યાદ રાખવા અને પુનરાવર્તન કરવા વચ્ચે તફાવત રહેલો છે. દાખલા તરીકે, એક યુગલ વાસ્તવિક વિધિનું પુનરાવર્તન કર્યા વગર પોતાના લગ્નની વાર્ષિક તિથીની ઉજવણી કરી શકે કે એ દિવસે તેઓ પરણ્યા હતા. દર વર્ષે, યહોવાહના સાક્ષીઓ ઈસુના મરણની તિથી ઉજવે છે, એમ કરવાથી તેઓ ઈસુએ આપેલી “યાદગીરી”ની આજ્ઞામાં કરે છે—તેમના બલિદાનમાં નહિ. (લુક ૨૨:૧૯) વધુમાં, આખા વર્ષ દરમિયાન આ ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહ સાથે પોતાના ઉષ્માભર્યા સંબંધો જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, તેઓ પોતાના જીવનો, પોતાના કૃત્યો અને પોતાની માન્યતાઓને પવિત્ર શાસ્ત્રવચનોના સુમેળમાં લાવે છે.
અવારનવાર કરવાનો અર્થ એવો થયો કે પોતાની વિચારસરણીમાં ફેરફાર કરે છે. પરંતુ સાક્ષીઓ એ જ્ઞાનનો આનંદ માણે છે કે તેઓ વફાદારીપૂર્વક માનવ પરંપરાઓ કરતા દેવના શબ્દને ટેકો આપે તો તેઓને આશિર્વાદ આપવામાં આવશે. અને તેઓ લગભગ બે હજાર વર્ષ પહેલા એક જ વાર સર્વ માટે વહેવડાવેલા ઈસુના બલિદાનયુક્ત લોહીમાં વિશ્વાસ આચરે તો, એ તેઓને સર્વ પાપમાંથી મુક્ત કરશે.—૧ યોહાન ૧:૮, ૯.
સંત ગીલનું મીસ (વિગતવાર)
Erich Lessing/Art Resource, NY