વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૧/૮ પાન ૩૦
  • અ મા રા વા ચ કો ત ર ફ થી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અ મા રા વા ચ કો ત ર ફ થી
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • સ્ટ્રોક
    સજાગ બનો!—૧૯૯૮
  • તેની અસરોનો સામનો કરવો
    સજાગ બનો!—૧૯૯૮
  • મગજ પર હુમલો!
    સજાગ બનો!—૧૯૯૮
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૧/૮ પાન ૩૦

અ મા રા વા ચ કો ત ર ફ થી

બાળકો ઘર છોડે મને “જ્યારે બાળકો ઘર છોડે” શૃંખલામાંથી દિલાસો મળ્યો હતો. (ફેબ્રુઆરી ૮, ૧૯૯૮) અમારાં ચારમાંથી ત્રણ બાળકો ત્રણ વર્ષ પહેલાં ઘર છોડીને જતા રહ્યાં. મેં તેઓને એવી આશા સાથે ઉછેર્યા હતા કે સમય આવે તેઓ ઘર છોડીને જતા રહેશે છતાં, મેં કદી પણ એવું વિચાર્યું ન હતું કે ત્રણેય જણા એક સાથે ઘર છોડશે! સંસ્થા માબાપની લાગણીઓ માટે કાળજી રાખે છે એની હું ખરેખર કદર કરું છું.

એમ. એસ., જાપાન

હું એકનો એક દીકરો છું અને અત્યારે હું અને મારી પત્ની અમારા ઘરથી દૂર ખાસ પાયોનિયર તરીકે કે પૂરા-સમયના સુવાર્તિક તરીકે સેવા કરીએ છીએ. અમારાં માબાપને કઈ રીતે બતાવવું કે અમે તેઓથી દૂર છીએ છતાં, તેઓને હજુ પણ પ્રેમ કરીએ છીએ અને તેઓ અમને વહાલાં છે એ માટેની તમારી સલાહ ખરેખર કામ લાગે છે.

એમ. એમ. એસ., બ્રાઝિલ

હું ૧૧ વર્ષની છું. હું ઘરના રોજિંદા કાર્યને, પુખ્ત થવાની તાલીમ તરીકે જોતી ન હતી. પરંતુ આ લેખોએ મને બાબતો જુદી રીતે વિચારવા મદદ કરી છે. મારા જેવા યુવાન લોકો માટે કાળજી રાખવા માટે આભાર.

ડી. યુ., યુગોસ્લાવિયા

માબાપનો વિરોધ મેં ફેબ્રુઆરી ૮, ૧૯૯૮ના અંક મેળવતાની સાથે જ “યુવાન લોકો પૂછે છે . . . મારાં માબાપ મારા લગ્‍નનો વિરોધ કરે તો શું?” લેખ વાંચ્યો. મેં વિચાર્યું કે હું મારી દીકરીના લગ્‍નનો વિરોધ કરવામાં ખોટી હતી. પરંતુ લેખમાં આવરવામાં આવેલી માહિતી મને લગતી હતી—તેની નાની ઉંમર, ભાવિ સાથીનું વ્યક્તિત્વ, અવિશ્વાસી સાથે અઘટિત જોડાવાથી તેનું ભાવિ, એઈડ્‌સની શક્યતાઓ અને અલગ સંસ્કૃતિ. આ લેખ મારી દીકરીના હૃદય સુધી પહોંચે એવી હું પ્રાર્થના કરું છું.

એન. બી., યુનાઈટેડ સ્ટેટ્‌સ

કેવો રસપ્રદ લેખ! તમે એકદમ નાજુક વિષયને ઘણી સરસ રીતે હાથ ધર્યો છે. આ વિષયમાં વાચકને ખુલ્લા મનવાળા બનવામાં અલગ વિવાદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એસ. કે., યુનાઈટેડ સ્ટેટ્‌સ

હું આઠ વર્ષથી પૂરા-સમયનો સુવાર્તિક છું. મારાં માબાપ પણ ખ્રિસ્તી છે, અને મારા લગ્‍ન કરવા વિષેના મારા નિર્ણયમાં તેઓ સહમત ન હતા. આ મદદરૂપ માહિતી પૂરી પાડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

ટી. સી. એફ., ટાન્ઝાનિયા

ખ્રિસ્તી વિવિધતા “બાઇબલનું દૃષ્ટિબિંદુ: શું ખ્રિસ્તી એકતામાં વિવિધતા શક્ય છે?” (માર્ચ ૮, ૧૯૯૮)ના લેખ માટે તમારો હૃદયપૂર્વકનો આભાર. હું યહોવાહને વધારે ઓળખતી થઈ તેમ, તેમના સંગઠનમાં રહેવામાં હું ખરેખર સુખી છું કે જેમાં આપણે વિસ્તૃત વિવિધ વ્યક્તિત્વનો આનંદ માણી શકીએ છીએ.

આઈ. પી., સ્લોવેનિયા

હું ૧૫ વર્ષનો છું એને નિયમિત રીતે સજાગ બનો! વાચું છું. હું ખાસ કરીને આ લેખની કદર કરું છું. એક વિભાગ પારાદેશ વિષે બતાવે છે અને એ શેના જેવો હશે. સંપૂર્ણ માણસજાત કેવી હશે અને આપણે સર્વ દેખાવ અને વિચારોમાં સરખા હોઈશું એના વિષે મને આશ્ચર્ય થતું હતું. હવે મને સમજણ પડી કે ત્યાં માનવ અને પ્રાણીઓ બંનેમાં ખૂબ વિવિધતા હશે.

જે. કે., યુનાઈટેડ સ્ટેટ્‌સ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો